ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : વેપારી પાસે રૂ. 1 કરોડની ખંડણી માંગનારને પિસ્તોલ-કારતુસ આપનાર ઝબ્બે

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના વેપારીને ફોન કરીને રૂ. 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) માં ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી પિસ્તોલ અને કારતુસ મળી...
05:51 PM Jul 01, 2024 IST | PARTH PANDYA
VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના વેપારીને ફોન કરીને રૂ. 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) માં ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી પિસ્તોલ અને કારતુસ મળી...

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના વેપારીને ફોન કરીને રૂ. 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) માં ફરિયાદ નોંધાતા ગણતરીના કલાકોમાં જ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી પિસ્તોલ અને કારતુસ મળી આવ્યા હતા. બાદમાં પિસ્તોલ અને કારતુસ આપનાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળવા પામી છે.

ધરપકડ કરવામાં સફળતા

ઉપરોક્ત ગુનામાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનાની તપાસ કરવામાં આવનાર હોવાથી આરોપી પ્રહ્લાદરામ ઉર્ફે પીપી મંગીલાલ બિશ્નોઇ (રહે. રાજસ્થાન) ને કોર્ટમાં રજુ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. દરમિયાન આરોપીને સાથે રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજસ્થાન જઇ ટેક્નિકલ અને હ્યુમન રિસોર્સના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. આરોપીઓને ગેરકાયદેસર પિસ્તોલ અને કારતુસ આપનાર શખ્સ રામસ્વરૂપ ગોપીલાલ દારા (ઉં. 25) (રહે. ગાંધીસાગર, ભીયાસર, ઘંટીયાલી, ફલોદી - રાજસ્થાન) ની ધરપકડ કરવામાં સફળતા મળી છે.

રિમાન્ડ મેળવવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી

આરોપી રામસ્વરૂપે વેપારી પાસે રૂ. 1 કરોડની ખંડણી માંગવાના કિસ્સામાં આરોપી પ્રહ્લાદરામ ઉર્ફે પીપીને રૂ. 50 હજારમાં આપી હોવાનું તેણે જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ અને કારતુસો આપનાર રામસ્વરૂપ ગોપીલાલ દારા (ઉં. 25) (રહે. ગાંધીસાગર, ભીયાસર, ઘંટીયાલી, ફલોદી - રાજસ્થાન) ને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા અનુસાર, આરોપી રામસ્વરૂપ ગોપીલાલ દારા (ઉં. 25) (રહે. ગાંધીસાગર, ભીયાસર, ઘંટીયાલી, ફલોદી - રાજસ્થાન) રાજસ્થાનમાં અગાઉ વાહનચોરી, તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં છેતરપિંડીના ગુનાઓમાં પકડાયેલો હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે.

આ પણ વાંચો -- VADODARA : મધરાત્રે કમિશનર પોલીસ મથક પહોંચ્યા, જાણો ખાસ કારણ

Tags :
accusedandbranchCrimeExtortiongivekartoosnabbedpistoltoVadodara
Next Article