ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : બેંકની જગ્યાએ યુવતિને હોટલ લઇ જઇ રીક્ષા ચાલકે આચર્યું દુષ્કર્મ

VADODARA : વડોદરા (VADODARA) માં સાયબર ફ્રોડ (CYBER FRAUD) નો શિકાર થયેલી યુવતિ રીક્ષામાં બેસીને બેંકમાંથી જરૂરી વિગતો કઢાવવા જાય છે. તેવામાં તેણીની પાસે પૈસા ન હોવાથી તે તેની વ્યથા રીક્ષા ચાલકને જણાવે છે. જે બાદ રીક્ષા ચાલક તેણીને ભરોસામાં...
03:23 PM Mar 22, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં સાયબર ફ્રોડ (CYBER FRAUD) નો શિકાર થયેલી યુવતિ રીક્ષામાં બેસીને બેંકમાંથી જરૂરી વિગતો કઢાવવા જાય છે. તેવામાં તેણીની પાસે પૈસા ન હોવાથી તે તેની વ્યથા રીક્ષા ચાલકને જણાવે છે. જે બાદ રીક્ષા ચાલક તેણીને ભરોસામાં...

VADODARA : વડોદરા (VADODARA) માં સાયબર ફ્રોડ (CYBER FRAUD) નો શિકાર થયેલી યુવતિ રીક્ષામાં બેસીને બેંકમાંથી જરૂરી વિગતો કઢાવવા જાય છે. તેવામાં તેણીની પાસે પૈસા ન હોવાથી તે તેની વ્યથા રીક્ષા ચાલકને જણાવે છે. જે બાદ રીક્ષા ચાલક તેણીને ભરોસામાં લઇને બેંકની જગ્યાએ હોટલ લઇ જઇ તેણી પર દુષ્કર્મ આચરે છે. આખરે ઉપરોક્ત મામલે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે (VADODARA CRIME BRANCH) આરોપીને ગણતરીના સમયમાં દબોચી લીધો છે.

યુવતિ રીક્ષા ચાલકને પોતાની આપવિતી જણાવે છે

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ખાનગી ટ્રાવેલ્સમાં કામ કરતી યુવતિ સાયબર ક્રાઇમનો ભોગ બને છે. યુવતિ તે અંગેની ફરિયાદ ટોલ ફ્રી નંબર પર કરે છે. સાથે જ આ અંગે બેંકમાંથી જરૂરી વિગતો કઢાવવા માટે તે નિકળે છે. પરંતુ તેની પાસે પૈસા હોતા નથી. જેથી યુવતિ રીક્ષા ચાલકને પોતાની આપવિતી જણાવે છે. જે જાણ્યા બાદ રીક્ષા ચાલક યુવતિની મદદ કરવાનો વિશ્વાસ અપાવે છે. રીક્ષા ચાલક યુવતિને બેંકમાં લઇ જવાની જગ્યાએ તેને સયાજીગંજની હોટલ ગોલ્ડન લિફ માં લઇ જાય છે.

અભયમની ટીમ સ્થળ પર પહોંચે છે

હોટલ બંધ હોવાથી રીક્ષા ચાલક બળજબરીથી યુવતિ પર દાદર પાસે જ દુષ્કર્મ આચરીને ત્યાંથી નાસી જાય છે. આ ઘટના બાદ યુવતિ અભયમ 181 મહિલા હેલ્પ લાઇન પર ફોન કરીને તેની આપવિતી જણાવે છે. જે બાદ અભયમની ટીમ સ્થળ પર પહોંચે છે. અને વધુ કાર્યવાહી માટે સયાજીગંજ પોલીસને પણ બોલાવવામાં આવે છે. સયાજીગંજ પોલીસ આ મામલે ગુનો નોંધીને વધુ તપરાસ હાથ ધરે છે.

આરોપીને જાંબુઆ બ્રિજ પરથી શોધી કઢાયો

તેવામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી, ટેકનીકલ અને હ્યુમન રીસોર્સના આધારે તપાસ આગળ ધપાવે છે. પ્રથમ આરોપીની ઓળખ હાર્દિક સુભાષભાઇ ત્રિવેદી (રહે. દાદુનગર, તરસાલી) ની કરવામાં આવે છે. જે બાદ તપાસનો દોર લંબાવતા આરોપીને જાંબુઆ બ્રિજ પરથી શોધી કાઢે છે.

આરોપી સામે 8 ગુના નોંધાયા

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે આરોપી હાર્દિક સુભાષ ત્રિવેદી સામે વિવિધ 8 પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે. જે પૈકી મોટા ભાગના ગુના પ્રોહિબીશનની કલમો અંતર્ગત નોંધવામાં આવ્યા છે. વડોદરા તાલુકા, રાવપુરા, લક્ષ્મીપુરા, ગોરવા, વાપી રેલવે, અને વાપી ટાઉન પોલીસ મથકમાં મળી 8 ગુના નોંધાયા છે.

આ પણ વાંચો --VADODARA : 1, એપ્રીલથી સિટી બસની મુસાફરી મોંઘી થશે, જાણો કેટલો ભાવ વધારો ઝીંકાશે

Tags :
accusedbranchCrimedriverfewhoursinnabbedRaperikshawVadodara
Next Article