Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વૃદ્ધાની નજર સામે હતો ચોર, છતા કંઇ બચાવી ન શક્યા

VADODARA : વડોદરા (VADODARA) ના ડભોઇ ટાઉન (DABHOI TOWN) વિસ્તારમાં વૃદ્ધ મહિલા અને તેમના પતિ ઘરમાં જ હતા. તેવામાં અચાનક અવાજ આવતા તેઓ દોડ્યા તે દિશામાં દોડ્યા હતા. ઘરમાં જઇ જોયું તો એક અજાણ્યો શખ્સ દેખાયો હતો. વૃદ્ધાએ બુમ પાડતા...
vadodara   વૃદ્ધાની નજર સામે હતો ચોર  છતા કંઇ બચાવી ન શક્યા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના ડભોઇ ટાઉન (DABHOI TOWN) વિસ્તારમાં વૃદ્ધ મહિલા અને તેમના પતિ ઘરમાં જ હતા. તેવામાં અચાનક અવાજ આવતા તેઓ દોડ્યા તે દિશામાં દોડ્યા હતા. ઘરમાં જઇ જોયું તો એક અજાણ્યો શખ્સ દેખાયો હતો. વૃદ્ધાએ બુમ પાડતા તે શખ્સ નાસી છુટ્યો હતો. આખરે ઉપરોક્ત મામલે ડભોઇ પોલીસ મથક (DABHOI POLICE STATION) માં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીને પકડી પાડવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.

માતા સાથે વાત કરી સ્થિતી જાણવાનો પ્રયાસ

ડભોઇ પોલીસ મથકમાં અંકિતભાઇ ઇન્દ્રવદનભાઇ પટેલ (ઉં. 39) (રહે. વૃંદાવન સોસાયટી, બસ સ્ટેન્ડની સામે ડભોઇ ટાઉન) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમની પત્ની લેબોરેટરી ચલાવે છે. માતા-પિતા અને સંતાન પણ સાથે જ રહે છે. 11 એપ્રિલે તેઓ ઓફિસમાં હતા. તેવામાં પત્નીનો ફોન આવ્યો કે ઘરમાં ચોરી થઇ છે. જે બાદ તેઓ ઘરે પહોંચ્યા હતા. અને માતા સાથે વાત કરી સ્થિતી જાણવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisement

બુમ પાડતા જ તે નાસી ગયો

માતાએ જણાવ્યું કે, તેઓ ઘરના પહેલા માળે ઘઉંમાં દિવેલ લગાડતા હતા. અને પિતા નીચે બેડરૂમમાં સુતા હતા. તે સમયે ઘરની આગળની જાળી બંધ રાખી હતી. બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં અવાજ આવતા તેઓ નીચે ગયા હતા. જ્યાં જોતા પાછળનો દરવાજો ખુલ્લો હતો. અંદર જઇ જોતા એક ચેક્સ સફેદ અને કાળા કલરનો શર્ટ અને જિન્સ પહેરેલો શખ્સ ઘરમાં દેખાયો હતો. તેને બુમ પાડતા જ તે નાસી ગયો હતો. જે બાદ બુમાબુમ કરતા સોસાયટીના લોકો એકત્ર થઇ ગયા હતા. અને ફોન કરીને પરિજનોને આ અંગે જાણ કરી હતી.

Advertisement

અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ

ઘરમાં જઇ જોતા કબાટોમાં મુકેલો સામાન વેર વિખેર હાલતમાં હતો. તપાસ કરતા તિજોરીમાં મુકેલા સોના, ચાંદી, રોકડ ગાયબ હતું. રોકડા રૂ. 2 લાખ, મોબાઇલ, સોના-ચાંદીના દાગીના સહિત રૂ. 3.20 લાખનો મુદ્દામાલ ગાયબ થયો હોવાનું ધ્યાને આવ્યુું હતું. આખરે ઉપરોક્ત મામલે ડભોઇ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે તેને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

ચોરોને ગણતરીના સમયમાં દબોચી લેવા પડશે

અત્રે નોંધનીય છે કે, હવે ઘરમાં લોકો હોય છતાં પણ તસ્કરો બેખૌફ બનીને હાથફેરો કરી રહ્યા હોવાની ઘટના સામે આવી રહી છે. પહેલા ઘરમાં કોઇ ન હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હતી. પોલીસે ચોરોના મનસુબા તોડી પાડવા માટે સઘન પેટ્રોલિંગ વધારવાની સાથે ચોરોને ગણતરીના સમયમાં દબોચી લેવા પડશે. નહિ તો આવનાર વેકેશનના સમયમાં અનેક લોકો પોતાની મહેનતની કમાણીથી વસાવેલી વસ્તુઓ ગુમાવતા રહેશે.

આ પણ વાંચો -- VADODARA : બેડરૂમમાં મસાજ માટે કપડા ઉતારતા જ પડી રેડ, રૂ. 10 લાખ આપો નહિ તો…

Tags :
Advertisement

.

×