ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : હેરાનગતિની વાત સગાંને કહેતા કળિયુગી વહુએ સાસુને ગર્દન પકડી માર માર્યો

VADODARA : વડોદરા (VADODARA) માં અલગ રહેવા જવાની વાતે વહુ ઘરમાં કંકાસ કરતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં વહુની અલગ રહેવા જવાની વાત કોઇ નિર્ણાયક તબક્કે ન પહોંચતા તે ઘરમાં ઝઘડા અને કંકાસ કરે છે. અને ઉશ્કેરાઇને સાસુની...
10:39 AM Apr 11, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં અલગ રહેવા જવાની વાતે વહુ ઘરમાં કંકાસ કરતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં વહુની અલગ રહેવા જવાની વાત કોઇ નિર્ણાયક તબક્કે ન પહોંચતા તે ઘરમાં ઝઘડા અને કંકાસ કરે છે. અને ઉશ્કેરાઇને સાસુની...
Representative Image

VADODARA : વડોદરા (VADODARA) માં અલગ રહેવા જવાની વાતે વહુ ઘરમાં કંકાસ કરતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં વહુની અલગ રહેવા જવાની વાત કોઇ નિર્ણાયક તબક્કે ન પહોંચતા તે ઘરમાં ઝઘડા અને કંકાસ કરે છે. અને ઉશ્કેરાઇને સાસુની ગર્દન પકડી તેઓને માર મારે છે. આખરે ત્રસ્ત સાસુએ મહિલા હેલ્પ લાઇન અભયમ (ABHAYAM 181) ને ફોન કરતા તાત્કાલિક મદદ મળી હતી. અભયમની ટીમે અસરકારક કાઉન્સિલીંગ કરી પરિવારમાં સમાધાન કરાવ્યું છે.

6 મહિનાથી અલગ રહેવા જવાની માંગને લઇને ઝઘડા

તાજેતરમાં વડોદરા અભયમની ટીમ પાસે રેસ્ક્યૂ કોલ આવ્યો હતો. જેમાં મદદ માંગનાર મહિલા જણાવે છે કે, વહુએ તેને ગર્દન પકડીને માર માર્યો છે. વાતની ગંભીરતાને ધ્યાને રાખીને અભયમની ટીમ સ્થળ પર પહોંચે છે, અને મહિલાની સ્થિતી જાણવાનો પ્રયાસ કરે છે. દરમિયાન જાણવા મળે છે કે, પરિવારની વહુ છેલ્લા 6 મહિનાથી અલગ રહેવા જવાની માંગને લઇને ઝઘડા કરે છે. સસરાને અસ્થમાની બિમારી છે, વહુ ઉશ્કેરાઇ જઇને સસરાનું શ્વાસ લેવાનું મશીન પણ ફેંકી દે છે. દિકરો પિતાની દવા લઇને આપે તો પણ વહુ ઝગડા કરે છે.

મારા પિયર વાળાઓને ખોટી ખોટી વાતો કરો છો

આ પરિસ્થીતી વચ્ચે વહુ થોડા દિવસથી રાત્રે પિયર જતી રહે છે. તાજેતરમાં વહુના પરિવારીક સભ્ય આમંત્રણ આપવા માટે ઘરે આવ્યા હતા. તેમના સાથેની વાતચીત દરમિયાન સાસુએ વહુની હેરાનગતિને લઇને કહ્યું હતું. આ વાત જાણતા જ વહુ વધુ ઉશ્કેરાઇ ગઇ હતી. અનેક કહ્યું કે, મારા પિયર વાળાઓને ખોટી ખોટી વાતો કરો છો. જે બાદ વહુએ સાસુની ગર્દન પકડીને મારપીટ કરી હતી. મહિલાની વાતને ગંભીરતાપૂર્વક સાંભળ્યા બાદ અભયમની ટીમે વહુનું કાઉન્સિલીંગ કર્યું હતું.

મારપીટ કરો તે બિલકુલ યોગ્ય નથી

અભયમની ટીમે કાઉન્સિલીંગ કરતા વહુને કહ્યું કે, સાસુની કોઇ પણ વાત તમને ન ગમે તો શાંતિથી કહી શકાય. મારપીટ કરવી યોગ્ય નથી. વહુ તરીકે ઘરના દરેક સભ્યની સંભાળ રાખો. વડીલથી ભુલ થાય તો મારપીટ કરો તે બિલકુલ યોગ્ય નથી. માતા-પિતાની દવાનો ખર્ચ દિકરો ઉઠાવી તેની ફરજ પુરી કરી રહ્યો છે. અલગ રહેવા જવાની ઇચ્છા હોય તો ઝઘડો કર્યા સિવાય પરિવાર સાથે સંબંધો સચવાય તે રીતે પ્રયાસ કરો. સાથે જ સાસુને પણ તાકીદ કરી કે, ઘરની વાત ઘરમાં રાખો. ગમે ત્યાં વાત ન કરવી જોઇએ.

તણાવનું વાતાવરણ દુર થયું

આખરે અભયમની ટીમે સાસુ અને વહુનું અસરકારક કાઉન્સિલીંગ કરીને સમાધાન કરાવ્યું હતું. આમ, પરિજનો વચ્ચે સતત રહેતા તણાવના વાતાવરણને દુર કરવામાં અભયમની ટીમે વધુ એક વખત મહત્વની ભૂમિકા ભજવી છે.

આ પણ વાંચો --  VADODARA : 1 હજાર સ્ક્વેર ફૂટ લોખંડની જાળી રાતોરાત ગાયબ

Tags :
andbeatDaughter-in-lawissuelivingmother-in-lawOtheroverseparateVadodara
Next Article