ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : રોંગ સાઇડ આવતા ડમ્પરે કચડતા મોત

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) વિસ્તારમાં રોંગ સાઇડ (WRONG SIDE) આવતા ડમ્પરે કચડતા શખ્સનું મોત નિપજ્યું છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં રોંગ સાઇડ આવતા વાહનોના કારણે થતા ગંભીર અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. આ ઘટનામાં ડમ્પરે કચડતા શખ્સ...
09:37 AM Apr 11, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) વિસ્તારમાં રોંગ સાઇડ (WRONG SIDE) આવતા ડમ્પરે કચડતા શખ્સનું મોત નિપજ્યું છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં રોંગ સાઇડ આવતા વાહનોના કારણે થતા ગંભીર અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. આ ઘટનામાં ડમ્પરે કચડતા શખ્સ...
Representative Image

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) વિસ્તારમાં રોંગ સાઇડ (WRONG SIDE) આવતા ડમ્પરે કચડતા શખ્સનું મોત નિપજ્યું છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારોમાં રોંગ સાઇડ આવતા વાહનોના કારણે થતા ગંભીર અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. આ ઘટનામાં ડમ્પરે કચડતા શખ્સ અતિગંભીર ઘાયલ થયો હતો. આખરે ડેસર પોલીસ મથકમાં ડમ્પર ચાલક સામે વાહન નંબરના આધારે ફરિચાદ નોંધવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

લહેરીપુરા સ્ટેન્ડ પાસે ડમ્પર સાથે અકસ્માત

ડેસર પોલીસ મથકમાં પ્રવિણસિંહ સોમસિંહ પરમાર (ઉં. 46) (રહે. નવા શિહોરા, ખોડિયાર નગર, ડેસર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ બાઇક લઇને સાવલી ગયા હતા. જ્યાંથી તેઓ બપોરે પરત ફર્યા હતા. દરમિયાન ઘરની વહુએ જણાવ્યું કે, તેને ફોન પર જાણ થઇ કે, કાકા તખતસિંહનું લહેરીપુરા સ્ટેન્ડ પાસે ડમ્પર સાથે અકસ્માત થયો હતો. જેમાં તેમનું મૃત્યુ થયું હતું. વાતની જાણ થતા તેઓ તેમના મિત્ર સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.

અડધું શરીર કચડાઇ ગયું

ઘટના સ્થળે જોતા ડમ્પર રોડની રોંગ સાઇડ તરફ ઉભુ હતું. તેના ટાયર નીચે તખતસિંહ દબાઇને કચડાયા હતા. અડધું શરીર કચડાઇ ગયું હતું. માથાના ભાગેથી લોહી પણ નિકળી રહ્યું હતું. તેવામાં જાણવા મળ્યું કે, ડમ્પર ચાલક ઉદલપુર તરફથી પોતાનું ડમ્પર લઇને આવતો હતો. અને તખતસિંહ પરમાર સાવલી તરફથી બાઇક લઇને આવતા હતા. તેવામાં રોંગ સાઇડ આવતા ડમ્પર ચાલકે અકસ્માત કરીને તખતસિંહને કચડ્યા હતા. જેમાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

વાહન નંબરના આધારે ચાલક સામે ફરિયાદ

આ ઘટના બાદ મૃતકની મદદે ઉભુ રહેવાની જગ્યાએ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી નાસી છુટ્યો હતો. સમગ્ર ઘટનાને લઇને ડેસર પોલીસ મથકમાં વાહન નંબરના આધારે ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- NEWS HEADLINES: જુઓ આજનાં 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

Tags :
areabikeDesardriverDumperoverpolicerunsidestationVadodaraWrong
Next Article