Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 3 વર્ષમાં 190 ગામોમાં ડેન્ગ્યુના કેસો મળી આવ્યા

VADODARA : ભા૨તમાં હાલ સીઝનલ ફ્લુ (SEASONAL FLU) ની સાથે બીજી અન્ય બીમારીઓ જેવી કે મેલેરીયા, ટીબી, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા પણ જોવા મળે છે. ડેન્ગ્યુ (DENGUE) એક વાહકજન્ય રોગ છે. જે એડીસ ઇજિપ્તી (Aedes aegypti) માદા મચ્છરથી ફેલાય છે. આ મચ્છર...
vadodara   3 વર્ષમાં 190 ગામોમાં ડેન્ગ્યુના કેસો મળી આવ્યા
Advertisement

VADODARA : ભા૨તમાં હાલ સીઝનલ ફ્લુ (SEASONAL FLU) ની સાથે બીજી અન્ય બીમારીઓ જેવી કે મેલેરીયા, ટીબી, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા પણ જોવા મળે છે. ડેન્ગ્યુ (DENGUE) એક વાહકજન્ય રોગ છે. જે એડીસ ઇજિપ્તી (Aedes aegypti) માદા મચ્છરથી ફેલાય છે. આ મચ્છર ઘરમાં કે ઘરની આસપાસ ભરાતા ચોખ્ખા બંધિયાર પાણીમાં જ ઉત્પન્ન થાય છે અને તે દિવસે કરડે છે. ડેન્ગ્યુ રોગમાં સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુખાવો થાય, હાથ અને ચહેરા પર ચકામાં પડે, નાકમાં તેમજ પેઢામાંથી લોહી પડે જેવા લક્ષણો જોવા મળે છે, ડેન્ગ્યુ રોગની કોઇ સચોટ દવા ઉપલબ્ધ નથી. આ લક્ષણો જોવા મળે તો તુરત જ નજીકના સરકારી દવાખાનાની મુલાકાત લઇ સા૨વા૨ કરાવવી જોઇએ. આ રોગને અટકાવવા માટે નીચે મુજબના પગલાં લેવા જરૂરી છે.

સર્વેલન્સ, પોરાનાશક કામગીરી તથા ફોગીંગની કામગીરી પર જોર

વડોદરા જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ જેવા કે MPHW, FHW, આશા કાર્યકરો વાહકજન્ય રોગની કામગીરી કરી રહ્યા છે. આ કામગીરીમાં આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે મુલાકાત લઇને તાવના કેસોની શોધખોળ, મચ્છ૨ સ્થાનોની મોજણી કરી પોરાનાશક કામગીરી તથા બેનર્સ, પોસ્ટર, પત્રિકાઓ મારફતે જનજાગૃતિ લાવવા માટે આરોગ્ય શિક્ષણ આપી રહ્યા છે. કોઇપણ ગામમાં ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાય તો તુરંત જ તે વિસ્તારમાં ૩ દિવસ ઘનિષ્ઠ સર્વેલન્સ, પોરાનાશક કામગીરી તથા ફોગીંગની કામગીરી શરૂ કરવામાં આવે છે. ૧૯૦ ગામોમાં છેલ્લા ત્રણ વર્ષ દ૨મ્યાન ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે તેવા ગામોમાં દ૨ અઠવાડિયે સ્પેશ્યલ સર્વેલન્સની કામગીરી ક૨વામાં આવી રહી છે.

Advertisement

તંત્ર દ્વારા ડેન્ગ્યુથી બચવા નીચે મુજબના મુદ્દાઓ પર ભાર મુકાય છે

  1. પાણીના સંગ્રહ ધરાવતા પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખવા
  2. ઢાંકણથી ઢાંકી ન શકાય તેવા પાત્રોને અઠવાડિયે નિયમિત સાફ કરવા
  3. ઘરમાં રહેલ પાણીના પાત્રો જેવા કે કોઠી, ટાંકી, પીપ, ફુલદાની, પક્ષીકુંજને અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરો
  4. પક્ષીકુંજ, પશુની કુંડી, ફુલદાની વગેરે અઠવાડિયામાં એક વખત ખાલી કરી સુકાયા બાદ જ નવું પાણી ભરવું
  5. ઘરની અગાસી પર પડેલ ભંગાર, ડબ્બા નાળિયેરની કાચલી, જુના ટાયર વગેરેનો નિકાલ ક૨વો
  6. વરસાદી પાણી ભરાઈ રહેતું હોય તો તેનો નિકાલ કરવો
  7. શરીરના અંગોને ઢાંકી રાખે તેવા વસ્ત્રો પહેરો અને દિવસ દરમ્યાન પણ મચ્છ૨ અગરબત્તી સળગાવો. મચ્છર દૂર રાખવાની કીમ લગાવો

આ પણ વાંચો -- AMRELI : જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ મોટી સંખ્યામાં સમર્થકો સાથે કેસરિયા કરવા આતુર

Advertisement

Tags :
Advertisement

.

×