ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ચૂંટણીને લઇ રૂ. 10 લાખથી વધુની શંકાસ્પદ રોકડ સામે થશે કાર્યવાહી, હેલીપેડ-એરપોર્ટ દેખરેખ હેઠળ

VADODARA : લોકસભા (LOKSABHA 2024) ની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના હેતુથી થતી નાણાંકીય હેરફેરને નશ્યત કરવા માટે ઇલેક્શન કમિશન દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓને પગલે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે નવી કલેક્ટર ઓફિસ ખાતે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ...
11:07 AM Mar 21, 2024 IST | PARTH PANDYA
VADODARA : લોકસભા (LOKSABHA 2024) ની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના હેતુથી થતી નાણાંકીય હેરફેરને નશ્યત કરવા માટે ઇલેક્શન કમિશન દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓને પગલે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે નવી કલેક્ટર ઓફિસ ખાતે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ...

VADODARA : લોકસભા (LOKSABHA 2024) ની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદારોને પ્રભાવિત કરવાના હેતુથી થતી નાણાંકીય હેરફેરને નશ્યત કરવા માટે ઇલેક્શન કમિશન દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાઓને પગલે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે નવી કલેક્ટર ઓફિસ ખાતે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ એજન્સીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન કલેક્ટરે વેપારીઓ, નાગરિકોને કોઇ તકલીફ ના પડે એ રીતે કામગીરી કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. અત્રે નોંધનીય છે કે, વડોદરામાં લોકસભાની સાથે વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાવવા જઇ રહી છે. જેને કારણે એક સાથે બે ચૂંટણીઓને લઇ જિલ્લા તંત્ર સજ્જ બની રહ્યું છે.

ખાસ એપ્લિકેશન વિકસાવવામાં આવી

ઇલેક્શન કમિશન દ્વારા આ વખતે સિઝર મેનેજમેન્ટ સિસ્ટમ નામક એક ખાસ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. જેમાં ઇન્કમ ટેક્સ, જીએસટી, એક્સાઇઝ, પોસ્ટ, બેંક સહિતની કેન્દ્રીય એજન્સીઓને આવરી લઇ કાર્યરીતિ નિયત કરવામાં આવી છે. તે અંગેની માહિતી કલેક્ટર શાહ દ્વારા બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને આપવામાં આવી હતી.

એટીએમના ભરણા સહિતમાં રોકડ રકમ માટે ચૂંટણી પંચની કાર્યરીતિને અનુસરવાનું રહેશે

આ બેઠકમાં એવી જાણકારી આપવામાં આવી હતી કે, વડોદરા શહેર અને જિલ્લામાં 41 જેટલી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોની 768 જેટલી શાખાઓ કાર્યરત છે અને તે તમામને ચૂંટણીના ઉમેદવારને ખાતા ખોલી આપવાની સરળતા કરી આપવાની જાણ કરવીની રહેશે. આ ઉપરાંત એટીએમના ભરણા સહિતમાં રોકડ રકમ માટે ચૂંટણી પંચ દ્વારા નિયત કાર્યરીતિને અનુસરવાનું રહેશે. આ ઉપરાંત બેંકોમાં શંકાસ્પદ નાણાંકીય વ્યવહારની માહિતી આપવાની રહેશે.

પોલીસ કમિશનરનું મહત્વપૂર્ણ માર્ગદર્શન

આ બેઠકમાં ફ્લાઇંગ સ્ક્વોર્ડ, સ્ટેસ્ટિક સર્વેલન્સ ટીમ દ્વારા જ્યારે રૂ. 10 લાખથી વધુના શંકાસ્પદ રોકડ નાણા પકડવામાં આવે ત્યારે કરવાની થતી કાર્યવાહી અંગે સૂચના આપવામાં આવી હતી. એરપોર્ટ, હેલીપેડ ખાતે દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત દ્વારા પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરી

અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પોલીસ અધિક્ષક રોહન આનંદ, નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં લોકસભાની ચૂંટણી સાથે જ જિલ્લામાં આવતી વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. જેને લઇને તંત્ર વધુ સજ્જ બન્યું છે.

આ પણ વાંચો --VADODARA : “નેતાઓએ પ્રવેશ કરવો નહિ”, શહેર બાદ જિલ્લામાં પહોંચ્યો ચૂંટણી બહિષ્કારનો સૂર

Tags :
administrationcashDistrictElectionforonpreparedSuspectedtransactionVadodarawatch
Next Article