ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પૂર્વ ધારાસભ્યના પૂર્વ PA પર દુષકર્મનો આરોપ

VADODARA : વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને હાલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (EX MLA DHARMENDRASINH VAGHELA) ના પૂર્વ PA રાજેશ ગોહિલે મજબુરી વશ પર્વ ધારાસભ્યની મદદ માંગવા આવેલી મહિલા પર તેના જ ઘરમાં જઇને દુષકર્મ આચર્યું છે. આવું કૃત્ય...
10:38 AM May 13, 2024 IST | PARTH PANDYA
VADODARA : વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને હાલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (EX MLA DHARMENDRASINH VAGHELA) ના પૂર્વ PA રાજેશ ગોહિલે મજબુરી વશ પર્વ ધારાસભ્યની મદદ માંગવા આવેલી મહિલા પર તેના જ ઘરમાં જઇને દુષકર્મ આચર્યું છે. આવું કૃત્ય...

VADODARA : વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને હાલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા (EX MLA DHARMENDRASINH VAGHELA) ના પૂર્વ PA રાજેશ ગોહિલે મજબુરી વશ પર્વ ધારાસભ્યની મદદ માંગવા આવેલી મહિલા પર તેના જ ઘરમાં જઇને દુષકર્મ આચર્યું છે. આવું કૃત્ય કરતા દિકરી અને તેના મંગેતરને અંદાજો આવી જતા નરાધમે મહિલા અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આખરે રાજેશ ગોહિલ સામે જવાહર પોલીસ મથકમાં દુષકર્મની ફરિયાદ નોંધાવવા પામી છે. સુત્રોના જણાવ્યા અનુસાર પીએને ત્રણ મહિના પહેલા જ નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યો છે.

4 વર્ષ પહેલા મહિલાના છુટાછેડા

ભોગબનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે, તેના છુટાછેડા થયા હતા. અને તેણીને લગ્ન જીવન દરમિયાન બે સંતાનો હતા. તાજેતરમાં દિકરીની સગાઇ કરવામાં આવી હતી. અને પુત્ર શાળામાં અભ્યાસ કરે છે. તેનો ઉછેર સાસરીયાઓ કરી રહ્યા છે. છેલ્લા 4 વર્ષ પહેલા મહિલાના છુટાછેડા થયા હતા. અગાઉ તેણે બેંકમાંથી રૂ. 15 લાખની લોન લીધી હતી. તે ભોજન સંબંધિત વ્યવસાય ચલાવીને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા.

...તો મકાનને તાળુ મારી દેવામાં આવશે

વર્ષ 2023 માં મહિલાને જીવલેણ બિમારીનું નિદાન થાયું હતું. જેના કારણે તે પોતાના ધંધા-વ્યવસાય પર ધ્યાન આપી શકતી ન હતી. અને મોટાભાગનો સમય દવા-દારૂ કરવા પાછળ ગયો હતો. તેવામાં મહિલા મકાનના હપ્તા સમયસર નહિ ભરપાઇ કરી શકવાના કારણે ત્રણ હપ્તા ચઢી ગયા હતા. દરમિયાન એક દિવસ મહિલાને બેંકની નોટીસ મળી હતી. જેમાં જણાવાયું કે, 36 દિવસમાં હપ્તા નહિ ભરો તો મકાનને તાળુ મારી દેવામાં આવશે.

વાયદો કરીને રવાના કરી દીધી

આવા સમયે મહિલા પોતાના પિતાના મિત્રની આ અંગે સલાહ લેવા માટે ગયા હતા. તેઓ સ્પષ્ટ જણાવે છે કે, બાપુ (વાઘોડિયાના તત્કાલિન અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા) પાસે જાવ, બાપુને વાત કરો. બાપુ બેંકમાં વાત કરશે, તો બેંકાવાળા માની જશે. ત્યાર બાદ મહિલા મદદની આશાએ વર્ષ 2023 ના અંતિમ માસમાં નિઝામપુરા બસ સ્ટેન્ડ પાસે ડોમીનોઝ પીઝા ઉપર આવેલી બાપુની ઓફિસે પહેલી વખત તેમના સંતાન સાથે પહોંચી હતી. ત્યારે બાપુ તો હાજર ન હતા. પરંતુ તેમનો પીએ રાજેશભાઇ ગોહિલ હાજર હોવાથી તે મળ્યો હતો. રાજેશ ગોહિલે મદદની આશ લઇને આવેલી મહિલાને બે દિવસનો વાયદો કરીને રવાના કરી દીધી હતી.

મકાન વેચવાનું છે

ત્રીજા દિવસે રાજેશ ગોહિલે મહિલાને ફોન કરીને બેંક કર્મચારીનો નંબર મેળવ્યો હતો. અને બેંકમાં વાત કરવાની હોવાનું મહિલાને જણાવ્યું હતું. ત્યાર બાદ રાજેશ ગોહિલ બેંક કર્મચારી સાથે વાત કરીને જણાવ્યું કે, હવે તમારે ત્યાં કોઇ આવશે નહિ. ત્યાર બાદ મહિલાએ કહ્યું કે, મારૂ મકાન વેચવાનું છે. આ લોનના હપ્તા હું ભરી દઇશ. માર્ચ - 2024 માં મહિલા બાપુની નિઝામપુરા સ્થિત ઓફિસે પહોંચી હતી. તે વખતે પણ બાપુ તેને મળ્યા ન હતા. પીએ રાજેશ ગોહિલ મળતા તેની જોડે વાતચીત થઇ હતી. રાજેશ ગોહિલે પુછ્યું કે કે, મકાન વેચવાનું છે, જેથી મહિલા હા પાડે છે. જે બાદ કિંમત નક્કી થાય છે. બાકી લોનના હપ્તા ભરવાની વાત તથા ઉપરના રોકડા રૂપિયા ત્રણ-ચાર મહિનામાં આપવાની વાત કરવામાં આવી હતી. જેથી રાજેશે મકાનના ફોટા મંગાવ્યા હતા. જે વોટ્સએપ થકી મહિલા મોકલી આપવામાં આવ્યા હતા.

અખાત્રીજ સુધી વ્યવસ્થા કરું છું

પછી રાજેશ ગોહિલે ફોન કરીને કહ્યું કે, મકાનના ફોટા બહાબર નથી. હું તમારા ઘરે આવીને મકાન જોઇ જઇશ. અઠવાડિયા પછી રાજેશે ફોન કરીને જણાવ્યું કે, હું આવું છું. તમારૂ મકાન જોઇ લઉં છું. તેમ કહી રાજેશ ત્રણ વાગ્યે ઘરે આવ્યો હતો. ત્યારે મહિલાની દિકરી અને મંગેતર બંને હાજર હતા. રાજેશ મકાનના ફોટા, વિડીયો લઇને 15 મીનીટ બેસી ચ્હા પીને જતો રહ્યો હતો. બાદમાં ત્રણ-ચાર દિવસો વિતી ગયા બાદ મહિલાએ રાજેશને ફોન કર્યો અને પુછ્યું કે, મારા મકાનનું શું થયું. રાજેશ જણાવે છે કે, મકાન લેવાનું છે, અખાત્રીજ સુધી વ્યવસ્થા કરું છું. ત્યાર બાદ ફરીથી લોનના હપ્તાની નોટીસ આવતા મહિલાએ રાજેશને ફોન કર્યો હતો. અને કહ્યું હતું. સામે તેણે કહ્યું કે, તમે ઓફિસે નોટીસ લઇને આવી જાઓ. કંઇક કરીએ. ત્યાર બાદ મહિલા બાપુની નિઝામપુરા સ્થિત ઓફિસે પહોંચ્યા હતા. અને રાજેશને મળી તેને નોટીસ બતાવી હતી. બાદમાં મહિલાની હાજરીમાં રાજેશે બેંક કર્મી સાથે વાત કરી હતી.

હું તમારી સોસાયટીની બહાર છું

મે - 2024 ની શરૂઆતમાં સવારના સમયે રાજેશે મહિલાને ફોન કર્યો હતો. અને કહ્યું કે, મારા મોબાઇલમાંથી તમારા મકાનના ફોટા નિકળી ગયા છે. હું તે બાજું છું. તમે તમારા મકાને હાજર છો તો હું આવું. મહિલાએ તેની રાહ જોઇ પણ તે આવ્યો ન હતો. બપોરે ત્રણ વાગ્યે રાજેશનો ફોન આવ્યો હતો, પરંતુ મહિલા સુઇ ગઇ હોવાથી ફોન રીસીવ થઇ શક્યો ન હતો. પછી સામેથી ફોન કરતા રાજેશે ફોન કટ કર્યો હતો. બીજા દિવસે સાંજે મહિલા ઘરે એકલા હતા. ત્યારે રાજેશનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, હું તમારી સોસાયટીની બહાર છું. અને તમારા ઘરે આવું છું. મહિલા કહે છે કે, હું ઘરે જ છું તમે આવો.

મહિલા કરગરતી રહી

રાજેશ 10 જ મીનીટમાં ઘરે પહોંચ્યો હતો. મહિલાએ તેને પાણી આપ્યું હતું. રાજેશે પહેલો સવાલ પુછ્યો કે, બીજા બધા ક્યાં ગયા. મહિલાએ કહ્યું કે, દિકરી અને તેનો મંગેતર બહાર ગયા છે. બાદમાં મહિલા પાણીનો ગ્લાસ મુકવા ગયા હતા. તેવામાં રાજેશે દરવાજાની સ્ટોપર બંધ કરી દીધી હતી. બાદમાં મહિલા કહે છે કે, સાહેબ તમે આ શું કરો છો ! રાજેશે કહ્યું કે, તમે બેસો એમાં તમારી અને મારી ભલાઇ છે. બુમો પાડશો તો સોસાયટીમાં બદનામ થઇ જશો. ત્યાર બાદ રાજેશે મહિલા પર તેની મરજી વિરૂદ્ધ દુષકર્મ આચર્યું હતું. દરમિયાન મહિલા કરગરતી રહી, સાહેબ આવું ના કરો. તેવામાં અચાનક કોઇ દરવાજો ખટખટાવતા મહિલાએ દોડી જઇને સ્ટોપર ખોલી હતી. આ સમયે રાજેશે ટુવાલ વીંટાળીને ઉભો રહ્યો હતો. ઘરમાં દિકરી અને મંગેતર આવતા જ રાજેશને કઢંગી હાલતમાં જોઇ ગયા હતા.

જાનથી મારી નાંખીશ

મંગેતરે પુછ્યું કે, આ બધું શું છે. અને રાજેશને બે લાફા મારી દીધા હતા. સામે રાજેશ કહે છે કે, તમારાથી થાય તે કરી લેજો. તમારાથી કંઇ થવાનું નથી. તેમ કહી ટુવાલ પહેરીને જ ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો. જતા રાજેશ ધમકી આપીને ગયો કે, આ જે થયું તેની કોઇને જાણ કરી છે તો જાનથી મારી નાંખીશ. આ બાદ પરિવાર ડરી ગયો હતો. આખરે રાજેશ ગોહિલ સામે જવાહરનગર પોલીસ મથકમાં દુષકર્મની ફરિયાદ નોંધવામાં આવી છે.

ત્રણ મહિના પહેલા જ કાઢી મુકવામાં આવ્યો

સુત્રો જણાવી રહ્યા છે કે, ધર્મેન્દ્રસિંહનો પીએ રાજેશ ગોહિલ કોઇ લોકોના પ્રશ્નોની અવગણના કરતો હોવાનું ધ્યાને આવતા તેને ત્રણ મહિના પહેલા જ કાઢી મુકવામાં આવ્યો છે. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ વખતે પેટા ચૂંટણીમાં ભાજપની ટીકીટ પરથી લડ્યા છે.

આ પણ વાંચો -- Ahmedabad : આંગડીયા પેઢીની તપાસમાં CID ક્રાઈમ બાદ હવે ED અને IT ની એન્ટ્રી!

Tags :
bycomplaintdivorceeexfemaleGOTlodgeMLAofpapoliceRapedVadodara
Next Article