ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સાદાઇથી લગ્ન કર્યા બાદ સાસરિયાઓએ દહેજની માંગ મુકી, પછી...

VADODARA : વડોદરા (VADODARA) માં દહેજ (Dowry) ભુખ્યા સાસરીયાઓ દ્વારા દિકરીનું જીવન ચુંથી નાંખવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આજના આધુનિક સમયમાં પણ દહેજનો દૈત્ય પરિવારને આધાતમાં મુકી રહ્યો છે. વડોદરાની દિકરીએ સમાજની ચોપડીમાં જોઇને કેનેડામાં રહેતા યુવક જોડે વાત...
12:45 PM Apr 04, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં દહેજ (Dowry) ભુખ્યા સાસરીયાઓ દ્વારા દિકરીનું જીવન ચુંથી નાંખવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આજના આધુનિક સમયમાં પણ દહેજનો દૈત્ય પરિવારને આધાતમાં મુકી રહ્યો છે. વડોદરાની દિકરીએ સમાજની ચોપડીમાં જોઇને કેનેડામાં રહેતા યુવક જોડે વાત...
Representative Image

VADODARA : વડોદરા (VADODARA) માં દહેજ (Dowry) ભુખ્યા સાસરીયાઓ દ્વારા દિકરીનું જીવન ચુંથી નાંખવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. આજના આધુનિક સમયમાં પણ દહેજનો દૈત્ય પરિવારને આધાતમાં મુકી રહ્યો છે. વડોદરાની દિકરીએ સમાજની ચોપડીમાં જોઇને કેનેડામાં રહેતા યુવક જોડે વાત આગળ ચલાવી હતી. જે બાદ સાદાઇથી લગ્નવિધી સંપન્ન થઇ હતી. ત્યાર પછી સાસરીયાઓ દ્વારા ધામધૂમથી લગ્ન અને દહેજ પેટે વિવિધ માંગણીઓ કરી હતી. જેનો ઇનકાર કરાતા તેમણે સંબંધ ઓછા કરી નાંખ્યા હતા. અને આખરે સંબંધનો છેડો ફાડી નાંખવાનું જણાવ્યું હતું.

મિકેનિકલ એન્જિનીયર કેનેડામાં સ્થાઇ થયો

માંજલપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, કોમલ (નામ બદલ્યું છે) (રહે. માંજલપુર) ના પિતા વેપાર-ધંધો કરે છે. અને ભાઇ કેનેડા છે. સમાજની ચોપડીમાંથી જોઇને નિશાંત પઢીયાતનો બાયોડેટા આવે છે. તેમના માતા-પિતા સાથે સંપર્ક કરતા તેમનો પુત્ર મિકેનિકલ એન્જિનીયર હોવાનું અને તે કેનેડામાં સ્થાઇ થયો હોવાનું જણાવે છે. ત્યાર બાદ કોમલ અને નિશાંત વચ્ચે નંબરની આપ-લે થાય છે. અને વાતચીત શરૂ થાય છે.

બંનેના સાદાઇથી લગ્ન થાય છે

ફેબ્રુઆરી - 2023 માં નિશાંત ભારત આવે છે. અમદાવાદ એરપોર્ટથી તેના માતા-પિતા સીધા કોમલનવા ઘરે આવે છે. બે ત્રણ દિવસ રોકાય છે. બંને એકબીજાને પસંદ હોવાથી વિવાહ નક્કી થાય છે. શુકન પેટે ચાંદીનો સિક્કો અને નાળિયેર આપવામાં આવે છે. ત્યાર બાદ નિશાંત અને તેના માતા-પિતા અમરેલી જતા રહે છે. જે બાદ બંનેના સાદાઇથી લગ્ન થાય છે જેની સરકારી કચેરીમાં નોંધણી પણ કરવામાં આવે છે. જે બાદ નવદંપતિ ફરવા જાય છે.

વોટ્સએપ થકી એકબીજાના સંપર્કમાં

થોડા સમય પછી કોમલના કંકુ પગલા થાય છે. જે બાદ નિશાંત અને કોમલ વડોદરાના ઘરે રહે છે. તે સમયે નિશાંત કોમલના જરૂરી દસ્તાવેજો મેળવીને કેનેડા જવાની પ્રોસેસ કરે છે. માર્ત - 2023 માં નિશાંત કેનેડા જતો રહે છે. અને કોમલ વડોદરામાં તેના માતા-પિતાને ત્યાં રહે છે. કેનેડાથી નિશાંત દ્વારા માંગવામાં આવેલા બાકી દસ્તાવેજો કોમલનો પરિવાર પુરા પાડે છે. દરમિયાન કોમલ અને નિશાંત એકબીજાના સંપર્કમાં વોટ્સએપ થકી રહે છે.

બુકીંગ પેટેનું બાનું પણ આપી દેવાયુ

જે બાદ નિશાંત અને તેના માતા-પિતા દ્વારા ધામધૂમથી લગ્ન કરવાની માંગ કરવામાં આવે છે. જેને કોમલના પિતા નકારી કાઢે છે. જે બાદ તેમનું દબાણ વધતા ગોત્રી વિસ્તારમાં આવેલો પાર્ટી પ્લોટ બુક કરવામાં આવે છે. જેનું બુકીંગ પેટેનું બાનું પણ આપી દેવામાં આવે છે. આ સાથે જ કેટરીંગ, ફોટોગ્રાફર, બ્યુટી પાર્લર, ઢોલી વગેરે પણ બુક કરાવી દેવામાં આવે છે. તૈયારીઓ પૂર્ણ થયા બાદ નિશાંત અને તેના માતા-પિતા દ્વારા દહેજની માંગણીઓ મુકવામાં આવે છે. વિદેશ જવાનો ખર્ચ, દાગીના, રોકડ ની માંગણી કરવામાં આવતા કોમલના પિતાને આઘાત લાગે છે. કોમલના પિતા કાર અને અન્ય રોકડ રકમ આપવાની અસમર્થતા દર્શાવે છે.

સ્ત્રી ધનના દાગીના વગેરે માતાજીને ધરાવવાનું જણાવ્યું

જે બાદ નિશાંતના માતા-પિતાનું વર્તન એકદમ બદલાઇ જાય છે. નિશાંત પણ કોમલ સાથે ધીરે ધીરે વાત કરવાનું ઓછું કરી દે છે. અને એક સમય બાદ તે કોમલને ફોનમાં બ્લોક કરી દે છે. નિશાંતને પરિવાર કોમલના ઘરેથી સ્ત્રીધનના દાગીના વગેરે માતાજીને ધરાવવાનું જણાવી પોતાની પાસે રાખી લે છે.

અમારૂ કોઇ કશું નહિ બગાડી શકશે નહિ

જે બાદ નિશાંત અને તેનો પરિવાર કોઇ પણ સવાલોના જવાબ આપતો નથી. જાન્યુઆરી - 2024 માં વડોદરામાં પ્રસંગની તૈયારીઓ અંગેની વાત કરવા જતા તેઓ દહેજમાં કાર અને નાણાંની માંગણીનું રટણ કરે છે. તેઓ જણાવે છે કે, હું પોલીસમાં છું. મારા ઉપરી અધિકારી સાથે સારા સંબંધ છે. અમારૂ કોઇ કશું નહિ બગાડી શકશે નહિ. આમ, કોમલના પિતાને મોટો ખર્ચ માથે પડે છે. તેવામાં નિશાંત દ્વારા ઇમેલ આઈડી અને પાસવર્ડ પણ બદલી નાંખવામાં આવે છે. સાથે જ કોમલની કેનેડા જવાની ફાઇન પરત ખેંચી લે છે. અને કહે છે કે, છુટ્ટાછેડાના કાગળો પર સહિ કરશો પછી જ ડિટેઇલ આપવામાં આવશે.

ત્રણ સામે ફરિયાદ

આખરે નિશાંત ખુશાલભાઇ પઢીયાર (મુળ, અમરેલી) (હાલ. કેનેડા, લસાલ ક્યુબેક), ખુશાલભાઇ પઢીયાર (અમરેલી) અને ચંદ્રિકાબેન ખુશાલભાઇ પઢીયાર (અમરેલી) સામે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો --VADODARA : ચકચારી સચિન ઠક્કર મર્ડર કેસમાં આરોપીની વચગાળાની જામીન અરજી નામંજૂર

Tags :
againstandcasedowryfamilyfilledhusbandin-lawsVadodara
Next Article