ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : "તેનું ઘર જોયું હોય તે આંગળી ઉંચી કરે....", દબંગ મધુભાઇ શ્રીવાસ્તવના પ્રહાર

VADODARA : વડોદરાના વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારી કરનારા મધુભાઇ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવારનો જનસમર્થન જાહેર કર્યું છે. તાજેતરમાં કોંગ્રેસના વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કનુભાઇ ગોહિલના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ હાજર રહ્યા હતા. દરમિયાન તેમણે ભાજપના ઉમેદવાર પર જોરદાર શાબ્દિક...
04:40 PM Apr 30, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરાના વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારી કરનારા મધુભાઇ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવારનો જનસમર્થન જાહેર કર્યું છે. તાજેતરમાં કોંગ્રેસના વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કનુભાઇ ગોહિલના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ હાજર રહ્યા હતા. દરમિયાન તેમણે ભાજપના ઉમેદવાર પર જોરદાર શાબ્દિક...

VADODARA : વડોદરાના વાઘોડિયામાં અપક્ષ ઉમેદવારી કરનારા મધુભાઇ શ્રીવાસ્તવે ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવારનો જનસમર્થન જાહેર કર્યું છે. તાજેતરમાં કોંગ્રેસના વાઘોડિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કનુભાઇ ગોહિલના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ હાજર રહ્યા હતા. દરમિયાન તેમણે ભાજપના ઉમેદવાર પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતા. દબંગ મધુભાઇ શ્રીવાસ્તવે લોકોને સંબોધતા કહ્યું કે, તમે પરિવર્તન લાવ્યા,તેના માટે અભિનંદન પાઠવું છું. એક દોઢ વર્ષમાં જે ચૂંટાઇને ગયા તમારા બળે, ખોબે અને ટોપલો ભરીને તમે તેને મત આપ્યા, એક નાગરિક એવું બતાવો જેણે તેનું ઘર જોયું હોય તો. આંગળી ઉંચી કરી દે. આ ઘટનાનો વિડીયો હાલ સામે આવ્યો છે. વિડીયોમાં મધુભાઇ શ્રીવાસ્તવ આડકતરી રીતે નામ લીધા વગર ભાજપના હાલના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

તમે પરિવર્તન લાવ્યા

વિડીયોમાં મધુ શ્રીવાસ્તવ કહે છે કે, એ ભાઇ લોકોને પ્રલોભનો આપીને, દારૂ પીવડાવીને, પૈસા આપીને, ચૂંટણી જીતીને ગયા, કોંગ્રેસ-ભાજપના વિરૂદ્ધમાં જીતીને ગયા. હું વાઘોડિયાની પ્રજાને અભિનંદન આપું છું, તમે પરિવર્તન લાવ્યા. 6 વખત મધુભાઇને ચૂંટીને લઇને આવ્યા છીએ, તો આપણે નવું પરિવર્તન લાવીએ, તેના માટે અભિનંદન પાઠવું છું. એક વર્ષમાં તમે જોયું, માતા-બહેનો, વેપારીઓ, ભાઇઓને કહેવું છે.

પાછા ચૂંટણી લડવા આવી ગયા

વધુમાં તેઓ જણાવે છે કે, મારે એટલા માટે કહેવાનું છે, એક દોઢ વર્ષમાં જે ચૂંટાઇને ગયા તમારા બળે, ખોબે અને ટોપલો ભરીને તમે તેને મત આપ્યા, એક નાગરિક એવું બતાવો જેણે તેનું ઘર જોયું હોય તો. આંગળી ઉંચી કરી દે, જીવન ભરનો ગુલામ બની જાઉં. એનું ઘર જોયું હોય તો બતાવે કોઇ, મેં તો મારા બબ્બે ઘર બતાવ્યા છે. કોઇ પણ નાત-જાતનો વ્યક્તિ આવ્યો હશે, તેને ચા-પાણીનો ભાવ પુછ્યો હશે, દોઢ વર્ષમાં તેણે ઘર નથી બતાવ્યું, અને પાછા ચૂંટણી લડવા આવી ગયા.

કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગનો વિડીયો

પ્રાથમિક દ્રષ્ટિએ આ ગઇ કાલે વાઘોડિયામાં બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ ગોહિલના કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગનો આ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યો છે. વિડીયોમાં મધુભાઇ શ્રીવાસ્તવ આડકતરી રીતે નામ લીધા વગર ભાજપના હાલના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર શાબ્દિક પ્રહાર કરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો --  VADODARA : શહેર ભાજપના નવા કાર્યાલયના ઉદ્ધાટન માટે હજી રાહ જોવી પડશે

Tags :
againstCandidateexmadhuMLAoppositionraiseshrivastavVadodaraVoice
Next Article