ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ભર બપોરે મહિલા કાર ચાલકે ટુ વ્હીલર પર જતા દંપતિને ફંગોળ્યા, એકનું મોત

VADODARA : વડોદરા (VADODARA) ના સમા વિસ્તારમાં ભર બપોરે ટુ વ્હીલર પર જતા દંપતિને મહિલા કાર ચાલકે ફંગોળ્યાની ઘટના સામે આવી છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે, દંપતિ પૈકી પતિનું ટુંકી સારવાર બાદ મૃત્યું થયું છે. જ્યારે ઇજાગ્રસ્ત પત્ની...
04:52 PM Mar 31, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ના સમા વિસ્તારમાં ભર બપોરે ટુ વ્હીલર પર જતા દંપતિને મહિલા કાર ચાલકે ફંગોળ્યાની ઘટના સામે આવી છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે, દંપતિ પૈકી પતિનું ટુંકી સારવાર બાદ મૃત્યું થયું છે. જ્યારે ઇજાગ્રસ્ત પત્ની...
Representative Image

VADODARA : વડોદરા (VADODARA) ના સમા વિસ્તારમાં ભર બપોરે ટુ વ્હીલર પર જતા દંપતિને મહિલા કાર ચાલકે ફંગોળ્યાની ઘટના સામે આવી છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે, દંપતિ પૈકી પતિનું ટુંકી સારવાર બાદ મૃત્યું થયું છે. જ્યારે ઇજાગ્રસ્ત પત્ની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. ઉપરોક્ત મામલે કારના નંબરના આધારે મહિલા ચાલક સામે ફરિયાદ કરવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ દરી છે. હવે આ મામલે પોલીસ કેટલા સમયમાં આરોપી સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

નોકરીના કામે એકાઉન્ટની માહિતીની જરૂર હતી

સમા પોલીસ મથકમાં ભારતીબેન દિવાકરણ મેનન (ઉં. 50) (રહે. શ્માય હાઇટ્સ ફ્લેટ, છાણી કેનાલ રોડ) એ ખાનગી હોસ્પિટલના બિછાનેથી નોંધાવેલી ફરિયાદ અનુસાર, બેંક લોનનું કામ હોવાથી તેઓ પતિ દિવાકરણ મેનન સાથે કારેલીબાગ જવા નિકળે છે. કામ પૂર્ણ થતા તેઓ પરત ફરે છે. તેવામાં જીઆઇપીસીએલ સર્કલ પાસે પહોંચતા યાદ આવ્યું કે, દિકરીનું સમા એસબીઆઇ બેંકમાં એકાઉન્ટ છે. તેને નોકરીના કામે એકાઉન્ટની માહિતીની જરૂર છે. જેથી બંને તે તરફ જવા નિકળે છે. બેંકમાં પહોંચતા લંચનો સમય હોવાથી અને દંપતિને પણ ભુખ લાગી હોવાથી તેઓ ઘરે જવા નિકળી જાય છે. દરમિયાન જીઆઇપીસીએલ જવા વળાંક લેવા જતા સમા જલારામ મંદિર તરફથી એક કાર પુરજોશમાં આવે છે. જેની ચાલક મહિલા જણાય છે.

પતિ એક્ટીવા સાથે જ ફંગોળાઇ જાય છે

આ કાર દંપતિના ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારે છે. જેથી બંને ફંગોળાય છે. દંપતિ પૈકી પતિ એક્ટીવા સાથે જ ફંગોળાઇ જાય છે. અકસ્માતમાં પત્નીને માથા, હાથ, પગમાં ઇજાઓ પહોંચે છે. જ્યારે ફંગોળાયેલા પતિને માથા અને પગમાં અતિગંભીર ઇજાઓ પહોંચે છે. આ ઘટના બાદ કાર ચાલક મહિલા ફરાર થઇ જાય છે. ઘટનાને પગલે આજુબાજુમાં લોકો એકત્ર થઇ જાય છે. અને 108 મારફતે ઇજાગ્રસ્ત દંપતિને હોસ્પિટલ મોકલવામાં આવે છે. સરકારી હોસ્પિટલમાંથી પત્નીને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જ્યારે ટુંકી સારવાર બાદ પતિનું મૃત્યુ થાય છે. ઉપરોક્ત મામલે કાર નંબરના આધારે અજાણી મહિલા ચાલક સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- VADODARA : “મારો ભાઇ બુટલેગર”…લોક ડાયરામાં સંગીતમય વખાણ બાદ પોલીસ જાગી

Tags :
andcarcoupledriverfemalehitLifelostonerunVadodara
Next Article