ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પાણીની વાતને લઇ મહિલાઓ વચ્ચે મારામારી

VADODARA : વડોદરા (VADODARA) માં પાણીની વાતને લઇે મહિલાઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાવવા પામી છે. જેને લઇે ત્રણ લોકો સામે કપુરાઇ પોલીસ મથક (KAPURAI POLICE STATION) માં ફરિચાદ નોંધાયા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પાણીની...
04:36 PM Mar 17, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં પાણીની વાતને લઇે મહિલાઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાવવા પામી છે. જેને લઇે ત્રણ લોકો સામે કપુરાઇ પોલીસ મથક (KAPURAI POLICE STATION) માં ફરિચાદ નોંધાયા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પાણીની...
Representative Image

VADODARA : વડોદરા (VADODARA) માં પાણીની વાતને લઇે મહિલાઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાવવા પામી છે. જેને લઇે ત્રણ લોકો સામે કપુરાઇ પોલીસ મથક (KAPURAI POLICE STATION) માં ફરિચાદ નોંધાયા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પાણીની સામાન્ય વાત આટલે હદ સુધી પહોંચશે તેને કોઇને અંદાજો જ રહ્યો ન હતો.

તમારી શું ઔકાત છે

કપુરાઇ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં સપનાબેન મહાલે (બીએસપીયુ આવાસ, બાપોદ પાણીની ટાંકી) જણાવે છે કે, 11 માર્ચે તેઓ તેમની સાસુ સુનંદાબેન સાથે ઘરમાં હતા. તેવામાં સાસુએ કહ્યું કે, દરરોજ તો વધારે પાણી આવે છે, આજે તો ખાલી બે મિનિટ જ પાણી આવ્યું. તેવામાં બાજુમાં રહેતા રૂકસાર બેન હુસૈનભાઇ મન્સુરીએ દરવાજે આવીને કહ્યું કે, તમે મને કેમ સંભળાવો છો, કે પાણી નથી આવતું. તમારી શું ઔકાત છે. તેમ કહી ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું.

તમારો તો દરરોજનો ઝગડો છે

જે બાદ તેમને ગાળો નહિ બોલવા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેવામાં રૂકસારના મમ્મી સવિતા હુસૈનભાઇ મુન્સી ઘરેથી આવીને કહેવા લાગ્યા કે, તમારો તો દરરોજનો ઝગડો છે. તેમ કહી સુનંદાબેનના વાળ પકડી લીધા હતા. દરમિયાન તેમના જમાઇ જુબેર ઐયુબ પઠાણ (રહે. ભાદરી, પાદરા) એ આવીને સપના બેનના વાળ પકડી ઢસડીને બહાર કાઢ્યા હતા. અને ત્રણેય જણાએ મળી બે મહિલાઓને માર માર્યો હતો. અને ગંદી ગાળો આપી હતી.

ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા

સાથે જ કહેતા કે, તમને અહિંયા જીવતા રહેવા જ નહિ દઇએ. આ ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા. અને બંને મહિલાઓને છોડાવી હતી. જે બાદ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. આખરે ઉપરોક્ત મામલે રૂકરાસ હુસૈનભાઇ મુ્ન્સી, સવિતા હૂસૈનભાઇ મુન્સી (બંને રહે. બીએસયુપી આવાસ, બાપોદ પાણીની ટાંકી) અને જુબેર ઐયુબભાઇ પઠાણ (રહે. ભદારી, પાદરા) સામે કપુરાઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઓપરેશન કરાવવા માટે પરિજનો ગયા હતા

ઉપરોક્ત ઘટનાક્રમ ટાણે ભોગબનનાર મહિલાના પતિનું આંખનું ઓપરેશન કરાવવા માટે પરિજનો ગયા હતા. તેવામાં મહિલાના પતિને આ અંગેની જાણ કરવામાં આવતા તેમણે 181 પર ફોન કરવા જણાવાયું હતું. જે બાદમાં પોલીસ આવતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો --VADODARA : બાહુબલી મધુ શ્રીવાસ્તવની ધારાસભ્ય અને સાંસદ બંને ચૂંટણી લડવાની તૈયારી, જાણો કોને ટેકો આપશે

Tags :
femalefightFIRlodgeoverpolicerelatedTalkVadodarawater
Next Article