Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિદેશમાં અભ્યાસનું સ્વપ્ન સેવતા યુવકે જીવન ટુંકાવ્યું

VADODARA : વડોદરા તાલુકા પોલીસ મથક (VADODARA TALUKA POLICE STATION) વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા યુવકે ચાદર અને ટી શર્ટ વડે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. યુવક જર્મનીમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરવા માટેની તૈયારી કરતો...
vadodara   વિદેશમાં અભ્યાસનું સ્વપ્ન સેવતા યુવકે જીવન ટુંકાવ્યું
Advertisement

VADODARA : વડોદરા તાલુકા પોલીસ મથક (VADODARA TALUKA POLICE STATION) વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા યુવકે ચાદર અને ટી શર્ટ વડે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. યુવક જર્મનીમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરવા માટેની તૈયારી કરતો હતો. પરંતુ હતાશામાં તેણે જીવનનું અંતિમ પગલું ભર્યું છે. આખરે સમગ્ર મામલે વડોદરા તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જર્મની જવાની તૈયારી

મુળ આણંદનો વિશેષ રમેશચંદ્ર પટેલ (ઉં. 24) હાલ ભાયલીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. સાથે જ તે માસ્ટર સાયન્સનો કોર્ષ કરવા માટે જર્મની જવાની તૈયારી પણ કરી રહ્યો હતો. દરમિયાન તેની નબળી આર્થિક સ્થિતીને લઇને તે ચિંતીત રહેતો હતો.

Advertisement

જીવન ટુંકાવી દીધું

વિશેષ પટેલના માતા-પિતામાંથી કોઇ હયાત નથી. તેની આર્થિક સ્થિતી તો સારી નથી જ, સાથે જ તેની નોકરીમાં પણ તેનો સારો પગાર નહિ હોવાનું તેને લાગતું હતું. જેથી તે લાંબા સમયથી મુંજવણમાં હતો. આ વાતનું તેને ટેન્શન રહેતું હતું. સતત માનસિક તણાવને કારણે વિશેષે ભાડાના મકાનમાં જ જીવન ટુંકાવી દીધું હતું.

Advertisement

પરિજનોને દોડી આવ્યા

વિશેષે મકાનના બેડરૂમમાં પંખા પર ગળે ફાંસો ખાઇને મોત વ્હાલુ કર્યું હતું. આ વાતની જાણ તેના રૂમ પાર્ટનરને થતા તેણે તાત્કાલિક સ્થાનિક પોલીસ મથકમાં જાણ કરી હતી. જાણકારી મળતા જ વડોદરા તાલુકા પોલીસ મથકમાંથી સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મૃતદેહનો કબ્જો મેળવી વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના અંગે પરિજનોને જાણ કરાતા તેઓ પણ દોડી આવ્યા હતા. હાલ આ મામલે વડોદરા તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. આ મામલાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ સુરેન્દ્રસિંહ કરી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : દાદી સાથે જવાની જીદ પુરી નહી થતા દિકરીએ દવા ગટગટાવી

Tags :
Advertisement

.

×