ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : વન વિભાગની ઓફિસ પાસે મુકેલા વાહનોમાં આગ

VADODARA : વડોદરાના રાવપુરા સ્થિત વન વિભાગની (FOREST OFFICE) કચેરી પાસે આગ લાગવાની ઘટના (FIRE ACCIDENT) સામે આવી છે. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર કચરામાં લાગેલી આગ વાહનો સુધી પ્રસરતા અનેક વાહનો તેની લપેટમાં આવ્યા છે. અને બળીને ખાખ થયા છે....
05:21 PM May 10, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરાના રાવપુરા સ્થિત વન વિભાગની (FOREST OFFICE) કચેરી પાસે આગ લાગવાની ઘટના (FIRE ACCIDENT) સામે આવી છે. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર કચરામાં લાગેલી આગ વાહનો સુધી પ્રસરતા અનેક વાહનો તેની લપેટમાં આવ્યા છે. અને બળીને ખાખ થયા છે....

VADODARA : વડોદરાના રાવપુરા સ્થિત વન વિભાગની (FOREST OFFICE) કચેરી પાસે આગ લાગવાની ઘટના (FIRE ACCIDENT) સામે આવી છે. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર કચરામાં લાગેલી આગ વાહનો સુધી પ્રસરતા અનેક વાહનો તેની લપેટમાં આવ્યા છે. અને બળીને ખાખ થયા છે. આ ઘટનામાં વાહનોને મોટું નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. વડોદરા ફાયર બ્રિગેડને જાણ થતા લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે. અગાઉ જરોદ પોલીસ મથક નજીક કચરામાં આગ લાગતા અનેક વાહનો બળીને ખાખ થયા હતા.

જરોદમાં ઘટના ઘટી

વડોદરામાં ઉનાળામાં આગ લાગવાની ઘટનામાં વધારો થયો હોવાનું સામે આવી રહ્યું છે. તાજેતરમાં જરોદ પોલીસ મથક
(JAROD POLICE STATION) નજીક ડિટેઇન કરીને મુકેલા વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. અહિંયા કચરામાં લાગેલી આગ વાહનો સુધી પ્રસરી હતી. અને મોટું નુકશાન પહોંચ્યું હતું. જે બાદ આ પ્રકારે આજે વડોદરાના રાવપુરા વિસ્તારમાં વન વિભાગની કચેરી પાસે ઘટના સામે આવી હોવાની આશંકા છે.

કાબુ મેળવી લીધો

વડોદરાના રાવપુરા વિસ્તારમાં નવ વિભાગની ઓફિસ આવેલી છે. જ્યાં નજીકમાં મુકી રાખવામાં આવેલા વાહનોમાં આજે એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે. ભંગાર હાલતમાં મુકી રાખવામાં આવેલા વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. અને તાત્કાલિક ફાયર બ્રિગેડને આ અંગે જાણ કરવામાં આવી હતી. ફાયરના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં ચાર જેટલા વાહનો ભંગાર થઇ ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

દાંડિયા બજારથી સ્ટાફ રવાના

ફાયર જવાન જણાવે છે કે, વડોદરા ફાયર બ્રિગેડને રાવપુરા પોલીસ મથક પાછળ વન ભવનમાં બાઇક સળગે છે તેવો કોલ મળ્યો હતો. દાંડિયા બજાર ફાયર સ્ટેશનથી સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે આવવા રવાના થયો હતો. અહિંયા ચાર જેટલી બાઇક સળગતી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : ધો. 12 સાયન્સમાં નાપાસ થયા બાદ યુવક લાપતા, એક્ટીવા સ્ટેશનથી મળ્યું

Tags :
caughtfireForestlostnearofficeVadodaraVehicle
Next Article