ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : GMERS કોલેજમાં ફી વધારાનો વિરોધ, પોલીસનો લોખંડી બંદોબસ્ત

VADODARA : વડોદરા સહિત રાજ્યભરમાં આવેલી GMERS (Gujarat Medical Education and Research Society) મેડિકલ કોલેજમાં MBBS ના કોર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. જેનો એનએસયુઆઇ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આજે ગોત્રી GMERS કોલેજ ખાતે એનએસયુઆઇના વિદ્યાર્થીનેતાઓ...
02:57 PM Jul 12, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા સહિત રાજ્યભરમાં આવેલી GMERS (Gujarat Medical Education and Research Society) મેડિકલ કોલેજમાં MBBS ના કોર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. જેનો એનએસયુઆઇ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આજે ગોત્રી GMERS કોલેજ ખાતે એનએસયુઆઇના વિદ્યાર્થીનેતાઓ...

VADODARA : વડોદરા સહિત રાજ્યભરમાં આવેલી GMERS (Gujarat Medical Education and Research Society) મેડિકલ કોલેજમાં MBBS ના કોર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ફી વધારો ઝીંકવામાં આવ્યો છે. જેનો એનએસયુઆઇ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. આજે ગોત્રી GMERS કોલેજ ખાતે એનએસયુઆઇના વિદ્યાર્થીનેતાઓ વિરોધ કરવા પહોંચ્યા હતા. દરમિયાન કોલેજનું પિરસર છાવણીમાં તબદીલ થઇ ગયું હતું. રજુઆત કર્યા બાદ વિરોધ કરનારા વિદ્યાર્થીઓની અટકાયકત કરવામાં આવી હતી.

કેમ્પસ પોલીસ છાવણીમાં તબદીલ

મેડિકલના અભ્યાસ માટેની GMERS કોલેજમાં ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જેનો આજે રાજ્યવ્યાપી વિરોધ જોવા મળી રહ્યો છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી મેડિકલ કોલેજમાં આજે એનએસયુઆઇ દ્વારા ફી વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ABVP દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વિરોધને પગલે કોલેજ કેમ્પસ પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયેલું નજરે પડતું હતું. રજુઆત કર્યા બાદ પોલીસે વિદ્યાર્થી નેતાઓની અટકાયત કરી હતી.

સરકાર વિદ્યાર્થી વિરોધી

એનએસયુઆઇ અગ્રણી અમર વાઘેલા જણાવે છે કે, જીએમઇઆર કોલેજમાં MBBS કોર્ષમાં રૂ. 3.50 થી રૂ. 5.50 લાખનો વધારો કરવામાં આવ્યો છે. જેને ધ્યાને રાખીને વડોદરા એનએસયુઆઇ દ્વારા ગોત્રી જીએમઇઆરએસ કોલેજ ખાતે વિરોધ કરવામાં આવ્યો છે. અમારી માંગ છે કે, ફીમાં કરાયેલો ભાવ વધારો પરત ખેંચવામાં આવવો જોઇએ. સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. ભૂતકાળમાં પેપર લીક, વિદ્યાર્થીઓ સાથે અન્યાયની વાત હોય, સરકાર વિદ્યાર્થી વિરોધી હોય તેેમ જણાય છે. ફી વધારો પાછો નહી ખેંચાય તો રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આજે પણ રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : નેશનલ હાઇ-વે પર મોંઘીદાટ ગાડીઓમાં સ્ટંટબાજી

Tags :
ABVPCollegefeesGMERSHikeNSUIOPPOSEPricetoVadodara
Next Article