ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સાઇટ પર કરંટ લાગતા શ્રમિકનું મોત

VADODARA : વડોદરા (VADODARA - GORAJ) પાસે આેલી ગોરજ યુનિવર્સલ બંગ્લોઝ નામની સાઇટ પર કામ કરતા શ્રમિકને કરંટ લાગતા તેને તાત્કાલિક જરોદ સીએચસી સેન્ટર પર સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં...
05:31 PM May 25, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA - GORAJ) પાસે આેલી ગોરજ યુનિવર્સલ બંગ્લોઝ નામની સાઇટ પર કામ કરતા શ્રમિકને કરંટ લાગતા તેને તાત્કાલિક જરોદ સીએચસી સેન્ટર પર સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં...
REPRESENTATIVE IMAGE

VADODARA : વડોદરા (VADODARA - GORAJ) પાસે આેલી ગોરજ યુનિવર્સલ બંગ્લોઝ નામની સાઇટ પર કામ કરતા શ્રમિકને કરંટ લાગતા તેને તાત્કાલિક જરોદ સીએચસી સેન્ટર પર સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. ત્યાંથી તેને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટના અંગે વાઘોડિયા પોલીસ મથકમાં અકસ્માતે નોંધ કરવામાં આવી છે.

પાટીયા કાઢવા માટે ઉપર ચઢ્યા

વડોદરા પાસે ગોરજમાં યુનિવર્સલ બંગ્લોઝ નામની સાઇટ ચાલી રહી છે. સાઇટ પર કામ કરતા શ્રમિકો અહિંયા જ રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં નાહટીયાભાઇ કશનભાઇ મુનીયા (ઉં. 28) (મુળ રહે. અલીપુરા, હરીનગર પોસ્ટ, મધ્યપ્રદેશ) સાઇટ પર કામ કરી રહ્યા હતા. દરમિયાન સાઇટ પર લેન્ડર ભરવા માટે લગાડવામાં આવેલા પાટીયા કાઢવા માટે તે ઉપર ચઢ્યા હતા. તે સમયે તેઓ લોખંડની પરાઇ વડે કામ કરતા હતા, દરમિયાન પાસેથી પસાર થતી વિજ લાઇનના વાયરને માથાનો ભાગ તથા પરાઇ અડી ગઇ હતી. જેથી તેઓને વિજ કરંટ લાગ્યો હતો.

એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા

આ ઘટના બાદ તેઓને તાત્કાલિક સારવાર અર્થે જરોદ સીએચસી સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું નિધન થયું છે. સમગ્ર ઘટનાને લઇને મૃતકના પત્ની દિપાબેન નાહટીયાભાઇ મુનીયાએ વાઘોડિયા પોલીસ મથકમાં અકસ્માતે નોંધની ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

યોગ્ય પગલાં લેવા

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોન્ટ્રાક્ટરની બેદરકારી ખુલીને સામે આવવા પામી છે. કોન્ટ્રાક્ટર દ્વારા શ્રમિકને સુરક્ષાના સાધનો સાથે જ વિજ લાઇન અંગેની ઝીણવટભરી વિગત અને તેના ભયસ્થાનો વિશે માહિતી આપવામાં આવી હોત તો કદાચ આ ઘટના ટાળી શકાત. ફરી કોઇ શ્રમિક જોડે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય પગલાં લેવા માટેની લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો -- VADODARA : ઝઘડાના અંતે તિક્ષણ હથિયાર વડે હત્યા

Tags :
afterbungalowElectricitygorajLifelostShocksiteuniversalVadodaraworker
Next Article