ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : રીક્ષા ભટકાતા લોકો હોવા છતાં ચાલકને રેસ્ક્યૂ કરવા રાહ જોવી પડી

VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં અજીબો ગરીબ અકસ્માત સામે આવ્યો છે. જેમાં ગત મોડી રાત્રે રસ્તા પર ઉભેલી કારમાં પાછળથી રીક્ષા ભટકાઇ હતી. આ અકસ્માત બાદ રીક્ષા ચાલક તેમાં જ ફસાઇ ગયો હતો. ઘટનાને પગલે લોકો દોડી આવ્યા...
05:38 PM Apr 29, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં અજીબો ગરીબ અકસ્માત સામે આવ્યો છે. જેમાં ગત મોડી રાત્રે રસ્તા પર ઉભેલી કારમાં પાછળથી રીક્ષા ભટકાઇ હતી. આ અકસ્માત બાદ રીક્ષા ચાલક તેમાં જ ફસાઇ ગયો હતો. ઘટનાને પગલે લોકો દોડી આવ્યા...

VADODARA : વડોદરા (VADODARA) ના ગોત્રી વિસ્તારમાં અજીબો ગરીબ અકસ્માત સામે આવ્યો છે. જેમાં ગત મોડી રાત્રે રસ્તા પર ઉભેલી કારમાં પાછળથી રીક્ષા ભટકાઇ હતી. આ અકસ્માત બાદ રીક્ષા ચાલક તેમાં જ ફસાઇ ગયો હતો. ઘટનાને પગલે લોકો દોડી આવ્યા હતા. પરંતુ ચાલકને રેસ્ક્યૂ કરવા માટે ફાયર બ્રિગેડની રાહ જોવી પડી હતી. ઘટનામાં રીક્ષા ચાલક ગંભીર રીતે ઘવાતા તેને ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હોવાનું જાણવી મળી રહ્યું છે.

લોકો વિચારતા થઇ ગયા

વડોદરામાં સડક સુરક્ષાને લઇને પોલીસ દ્વારા અનેકવિધ અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ તે અસરકારક રીતે જમીની હકીકત બનતા નથી. અને અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ગતરાત્રે શહેરના ગોત્રી વિસ્તારમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના બાદ એક તબક્કે લોકો વિચારતા થઇ ગયા હતા. રીક્ષામાં ફસાયેલા ચાલકની આસપાસ અસંખ્યા લોકો હાજર હતા. પરંતુ તેઓ તેને કોઇ રીતે મદદ કરી શકે તેમ ન હતા. મદદ માટે ફાયર બ્રિગેડના લાશ્કરોની વાટ જોવી પડી હતી.

જોખમી રીતે દબાઇ ગયો

સમગ્ર ઘટનાને લઇ પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરાત્રે ગોત્રી તળાવ પાસે આવેલા યશ કોમ્પલેક્ષ પાસે કાર ઉભી હતી. તેવામાં પાછળથી આવતી રીક્ષાએ ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, રીક્ષાનો આગળનો ભાગ ચગદાઇ ગયો હતો. સૌના આશ્ચર્ય વચ્ચે રીક્ષા ચાલક સ્ટીયરીંગ અને સીટ વચ્ચે જોખમી રીતે દબાઇ ગયો હતો. ઘટનાને લઇને આસપાસ લોકો એકત્ર થઇ ગયા હતા. પરંતુ રીક્ષા ચાલકને બચાવવા માટે કોઇ કંઇ કરી શકે તેમ ન હોવાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

પોણો કલાકની મથામણ

ફાયરના લાશ્કરોને જાણ થતા જ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયરના લાશ્કરોએ અંદાજીત પોણો કલાકની મથામણ બાદ રીક્ષા ચાલકને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યો હતો. રીક્ષા ચાલકને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલ તબિતય સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : MSU માં વોશરૂમની દિવાલો પર ચિતરામણ

Tags :
AccidentareabydriverfiregotriOfficersrescuedrickshawstuckVadodara
Next Article