ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : હાય, ગરમી ! ગોત્રી-સેવાસી રોડ પરનો ડામર પીગળતો જણાયો

VADODARA : વડોદરામાં ગરમી (SUMMER HOT) નો પારો ધીરે ધીરે ઉંચો જઇ રહ્યો છે. ત્યારે હવે રોડ-રસ્તા પરનો ડામર પીગળતો હોય તેવા દ્રશ્યો શહેરના ગોત્રી-સેવાસી રોડ પર સામે આવી રહ્યા છે. જેને લઇને વાહનચાલકો દ્વારા તેના પર રેતી પાથરવા માટેની...
06:12 PM Apr 16, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરામાં ગરમી (SUMMER HOT) નો પારો ધીરે ધીરે ઉંચો જઇ રહ્યો છે. ત્યારે હવે રોડ-રસ્તા પરનો ડામર પીગળતો હોય તેવા દ્રશ્યો શહેરના ગોત્રી-સેવાસી રોડ પર સામે આવી રહ્યા છે. જેને લઇને વાહનચાલકો દ્વારા તેના પર રેતી પાથરવા માટેની...

VADODARA : વડોદરામાં ગરમી (SUMMER HOT) નો પારો ધીરે ધીરે ઉંચો જઇ રહ્યો છે. ત્યારે હવે રોડ-રસ્તા પરનો ડામર પીગળતો હોય તેવા દ્રશ્યો શહેરના ગોત્રી-સેવાસી રોડ પર સામે આવી રહ્યા છે. જેને લઇને વાહનચાલકો દ્વારા તેના પર રેતી પાથરવા માટેની માંગ કરવામાં આવી રહી છે. આવનાર સમયમાં આ સમસ્યા શહેરના અનેક વિસ્તારોમાં સામે આવી શકે છે.

રોડ-રસ્તા પર પણ ગરમીની અસર વર્તાઇ

વડોદરા સહિત રાજ્યભરમાં ઉનાળો જામી રહ્યો છે. ગરમી દિવસેને દિવસે નવો રેકોર્ડ તોડી રહી છે. ત્યારે વડોદરામાં પણ ગરમીનો પારે ઉંચો જઇ રહ્યો છે. બપોરના સમયે ઘરની બહાર નિકળતા વખતે ગરમીથી રક્ષણ મેળવવા ટોપી, ગ્લોવ્ઝ, પાણીની બોટલ સાથે રાખવી પડે તેવી સ્થિતી સર્જાઇ રહી છે. ત્યારે રોડ-રસ્તા પર પણ ગરમીની અસર વર્તાઇ રહી છે. આજે શહેરના એક વિસ્તારમાં આવેલા રસ્તા પર ડામર પીગળતો જોવા મળ્યો છે. જેને લઇને પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

વાહનનું સંતુલન જાળવી રાખવું સૌથી મોટો પડકાર

વડોદરાના ગોત્રી-સેવાસી રોડ પર વધુ પડતી ગરમીને લઇને ડામર પીગળતો નજરે પડ્યો છે. જેને લઇને અહિંયાથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પિગળેલા ડામર વચ્ચેથી પસાર થતી વેળાએ વાહનનું સંતુલન જાળવી રાખવું સૌથી મોટો પડકાર હોય છે. ખાસ કરીને ટુ વ્હીલરનું બેલેન્સ જાય તો અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે.

પાલિકા તંત્રએ કમર કસવી પડશે

તો બીજી તરફ વાહન ચાલકો દ્વારા આ રસ્તા પર રેતી નાંખવાની માંગ કરવામાં આવી છે. રેતી નાંખવાને લોકોને સમસ્યામાંથી રાહત મળશે તેવી આશા તેઓ વ્યક્ત કરી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, હાલ શહેરના એક વિસ્તારમાં આ પ્રકારે ડામર પીગળવાની ઘટના સામે આવી છે. આવનાર સમયમાં શહેરના વધુ વિસ્તારોમાં આ પ્રકારની સમસ્યા સામે આવી શકે છે. જેને લઇને પાલિકા તંત્રએ કમર કસવી પડશે.

આ પણ વાંચો -- VADODARA : 16 થી વધુ વાહનચોરીમાં સંડોવાયેલો “મહેબુબ” ઝબ્બે

Tags :
createdforHotlooseroad. tarruckusSummerVadodaraVehicles
Next Article