ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ત્રસ્ત વેપારીઓની સામુહિક આત્મવિલોપનની ચિમકી, જાણો સમગ્ર મામલો

VADODARA : વડોદરાના ઉંડેરામાં આવેલા કંકાવટી એટ્રીયમ (Kankavati Atrium,Undera) કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો લાંબા સમયથી બંધ રહેતા આજે વેપારીઓ દ્વારા સામુહિક આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જેને લઇને પાલિકાના તંત્રમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. પાલિકાના પદાધિકારીઓને વારંવાર રજૂઆત છતાં કોઇ...
01:58 PM Apr 19, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરાના ઉંડેરામાં આવેલા કંકાવટી એટ્રીયમ (Kankavati Atrium,Undera) કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો લાંબા સમયથી બંધ રહેતા આજે વેપારીઓ દ્વારા સામુહિક આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જેને લઇને પાલિકાના તંત્રમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. પાલિકાના પદાધિકારીઓને વારંવાર રજૂઆત છતાં કોઇ...

VADODARA : વડોદરાના ઉંડેરામાં આવેલા કંકાવટી એટ્રીયમ (Kankavati Atrium,Undera) કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો લાંબા સમયથી બંધ રહેતા આજે વેપારીઓ દ્વારા સામુહિક આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. જેને લઇને પાલિકાના તંત્રમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. પાલિકાના પદાધિકારીઓને વારંવાર રજૂઆત છતાં કોઇ પરિણામ નહિ આવતા આખરે વેપારીએઓ અંતિમ ચિમકી ઉચ્ચારવાનો વારો આવ્યો છે.

તંત્રને 2 મહિનાનો સમય આપવામાં આવ્યો

વડોદરાના ઉંડેરામાં આવેલા કંકાવટી એટ્રીયમ કોમ્પલેક્ષની 50 જેટલી દુકાનો ફાયર એનઓસીની અભાવે લાંબા સમયથી બંધ છે. જેને લઇને હવે વેપારીઓનું જીવન ભારે ખોરવાયું છે. પાલિકામાં વારંવાર રજૂઆત છતાં કોઇ નિરાકરણ નહિ આવતા વેપારીઓએ સામુહિક આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારી છે. વેપારીઓ દ્વારા તંત્રને 2 મહિનાનો સમય આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

કોમ્પલેક્ષ સીલ મારવાનું કારણ ફાયર ઓનઓસી

સ્થાનિક અગ્રણી મયુરભાઇ જણાવે છે કે, જાન્યુઆરી 2021 માં અમારૂ કોમ્પલેક્ષ ફાયર એનઓસી ન હોવાના કારણે સીલ મારવામાં આવ્યું હતું. અગાઉ અમારી પાસે વર્ષ 2019 માં ફાયર એનઓસી હતું. પહેલા અમારો વિસ્તાર ગ્રામ્ય વુડા હદ વિસ્તારમાં આવતું હતું. ત્યાર બાદ પાલિકામાં સમાવેશ થયો છે. 2021 માં કોરોના કાળ પછી પાલિકાએ અમારી ફાયર એનઓસી રીન્યુ કરી. ત્યાર બાદ ટેકનિકલ કારણોસર અમારી ફાયર એનઓસી રદ કરવામાં આવી. ફાયર એનઓસી નથી તેમ જણાવી વર્ષ 2021 માં સીલ કરી દેવામાં આવ્યું હતું. કોમ્પલેક્ષ સીલ કરવાને કારણએ 60 જેટલા દુકાનદારો બેરોજગાર બન્યા છે. કોમ્પલેક્ષ સીલ મારવાનું કારણ ફાયર ઓનઓસી હોવાનું જણાવવામાં આવ્યું હતું.

દુકાનોના તાળા તોડીને આત્મ વિલોપન

વધુમાં તેમણે ઉમેર્યું કે, અમે બધી જ કોશિશ કરી છે. તેમનું (પાલિકા તંત્રનું) કહેવું છે કે, કોમ્પલેક્ષમાં બાંધકામના વાંધા છે. તો અમે સરકારના ઇમ્પેક્ટના કાયદા અનુસાર રેગ્યુલરાઇઝ કરવા તૈયાર છે. અમને ફાયર ઓનઓસી આપીને દુકાનો ખોલી આપો તો ધંધો રોજગાર શરૂ થઇ જાય. કોમ્પલેક્ષમાં 50 જેટલી દુકાનો આવેલી છે. જેના પર 400 લોકોનો રોજગાર નભતો હતો. દુકાનદારો કંટાળી ગયા છે, તુટી ગયા છે, પાલિકામાં રજુઆતો કરી, કોઇ સાંભળતું નથી. હવે નાછુટકે કોઇ રસ્તો બચતો નથી. એક બાજુ પાલિકાના વેરા આવે છે, બીજી બાજુ લોનોના હપ્તા ચાલુ છે. અમે ત્રાસી ગયા છીએ. બે મહિનામાં ન્યાય નહિ મળે તો દુકાનોના તાળા તોડીને આત્મ વિલોપન કરવાના છીએ.

આ પણ વાંચો --  VADODARA : મરીમાતાના ખાંચામાં આવેલી દુકાનોમાં CID ક્રાઇમની રેડ

Tags :
againstAtriumKankavatiraiseshopkeeperUnderaVadodaraVMCVoice
Next Article