Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ભાજપના લોકસભા ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા પંચમુખી હનુમાનજી મંદિરે શીશ ઝુકાવ્યું

VADODARA : વડોદરા ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી આજે નામાંકન પત્ર ફાઇલ કરવા જઇ રહ્યા છે. દિવસની શરૂઆત તેમણે વડોદરાના સયાજીગંજમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે દર્શન કરીને કરી છે. તેમણે જણાવ્યું કે આ મંદિર સાથે તેમની આસ્થા બે દાયકાથી...
vadodara   ભાજપના લોકસભા ઉમેદવારે ફોર્મ ભરતા પહેલા પંચમુખી હનુમાનજી મંદિરે શીશ ઝુકાવ્યું
Advertisement

VADODARA : વડોદરા ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશી આજે નામાંકન પત્ર ફાઇલ કરવા જઇ રહ્યા છે. દિવસની શરૂઆત તેમણે વડોદરાના સયાજીગંજમાં આવેલા પંચમુખી હનુમાનજી મંદિરે દર્શન કરીને કરી છે. તેમણે જણાવ્યું કે આ મંદિર સાથે તેમની આસ્થા બે દાયકાથી જોડાયેલી છે. જે બાદ તેઓ ઇસ્કોન મંદિર જવા રવાના થયા હતા. જ્યાંથી તેઓ પગપાળા થઇ કલેક્ટર કચેરી ફોર્મ ભરવા જનાર છે.

પગપાળા જઇ ફોર્મ ભરીશ

આ તકે ડો. હેમાંગ જોશીએ મીડિયાને જણાવ્યું કે, વડોદરા લોકસભા બેઠક પર નામાંકન પત્ર ભરવા જવાનું છે, ત્યારે બે દાયકાથી જ્યાં આસ્થા સંકળાયેલી છે તેવા પંચમુખી હનુમાનજી મંદિરે શીશ ઝુકાવી દિવસની શરૂઆત કરી છે. જે બાદ ઇસ્કોન મંદિર દર્શન કરી પગપાળા જઇ ફોર્મ ભરીશ. વડોદરામાં રંજનબેન ભટ્ટ દ્વારા ઘણી વિકાસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે સાથે તેને કેવી રીતે આગળ વધારી શકાય, સાથે સાથે શિક્ષણ, હેલ્થ, રોડ-એર-રેલ ઇન્ફ્રાસ્ટ્ર્ચર વધારી શકાય, તમામ સુવિધાઓ જેને કારણે નોકરીની તકનું સર્જન થાય તેવા પ્રયાસો કરાશે. વડોદરામાં કલ્ચર અને હેરીટેજ કઇ રીતે આગળ વધે તેવા પ્રયાસો પણ કરવામાં આવશે.

Advertisement

10 લાખની લીડથી જીતની આશ

વધુમાં તેમણે ઉમેર્યું કે, ક્ષત્રિય સમાજ અને મોવડી મંડળ વચ્ચે ઉષ્માભર્યા વાતાવરણમાં સંવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજે ગુજરાત અને ભારતની અસ્મિતા બચાવવા માટે હરહંમેશ પ્રયત્નો કર્યા છે. તેઓ ધર્મની સાથે રહ્યા છો, અને રહેશે. સી આર પાટીલે તાજેતરમાં વડોદરામાં બેઠક 10 લાખની લીડ પ્રાપ્ત કરી શકે છે, તેમ જણાવ્યું અને તેની માર્ગદર્શિકા પણ આપી છે. તેને અમે અનુસરીશું. જંગી બહુમતીથી જીતવા માટે અમે પ્રયત્નશીલ છીએ.

Advertisement

પંચમુખ હનુમાનજી મંદિરે દર્શન કરીને ડો. હેમાંગ જોશી ઇસ્કોન મંદિર ગયા છે. જ્યાંથી તેઓ પગપાળા કલેક્ટર કચેરી જશે.

આ પણ વાંચો --  DAHOD : ચોરી કરવા આવેલા તસ્કરે મકાન માલિક પર કુહાડી વડે ઘા ઝીંકી કરી નિર્મમ હત્યા

Tags :
Advertisement

.

×