ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : આંબા પરથી કેરી તોડ્યા બાદ જમીન મામલે પરિવારમાં ધીંગાણું

VADODARA : વડોદરા પાસે સાવલી (SAVLI) માં પરિવારની વૃદ્ધાએ ખેતરના આંબા (MANGO FARM) પરથી કેરી તોડતા બોલાચાલી થઇ હતી. જે અંગે કહેવા જતા મામલો બિચક્યો હતો. જે વાત ઉગ્ર બનતા ત્રણ લોકોએ ભેગા મળીને હુમલો પણ કરી દીધો હતો. જેમાં...
09:41 AM Apr 01, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા પાસે સાવલી (SAVLI) માં પરિવારની વૃદ્ધાએ ખેતરના આંબા (MANGO FARM) પરથી કેરી તોડતા બોલાચાલી થઇ હતી. જે અંગે કહેવા જતા મામલો બિચક્યો હતો. જે વાત ઉગ્ર બનતા ત્રણ લોકોએ ભેગા મળીને હુમલો પણ કરી દીધો હતો. જેમાં...
Representative Image

VADODARA : વડોદરા પાસે સાવલી (SAVLI) માં પરિવારની વૃદ્ધાએ ખેતરના આંબા (MANGO FARM) પરથી કેરી તોડતા બોલાચાલી થઇ હતી. જે અંગે કહેવા જતા મામલો બિચક્યો હતો. જે વાત ઉગ્ર બનતા ત્રણ લોકોએ ભેગા મળીને હુમલો પણ કરી દીધો હતો. જેમાં એક જ પરિવારના ત્રણ લોકો ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા. આખરે સાવલી પોલીસ મથકમાં ત્રણ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આંબા પર કાચી કેરીઓ આવી

સાવલી પોલીસ મથકમાં દશરથભાઇ રમણભાઇ મકવાણા (ઉં. 62) (રહે. પસવા છેલ્લુ ફળિયું, સાવલી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખાગની કંપનીમાં નોકરી કરે છે. બે દિવસ પહેલા તેઓ ખેતરમાં જાઇ પરત આવે છે. તે સમયે તેમના પત્ની અને પુત્ર દિલીપ-પુત્રવધુ અનસોયાબેન ઘરે હતા. ત્યારે તેમના માતા મધુબેને કહ્યું કે, આજે હું આપણા આંબાની કેરી તોડવા ખેતરમાં ગઇ હતી. આંબા પર કાચી કેરીઓ આવી હતી. જેથી ઝાડ પરથી કેરી લેતી હતી. તે સમયે કૌટુંબિક બાબરભાઇનો દિકરો શાંતિલાલ ત્યાં આવ્યો હતો.

તમે શું કામ અહિંયા આવો છો ?

અને તેેણે કહ્યું કે, આ જમીન તો અમારી છે ? તો તમે શું કામ અહિંયા આવો છો ? કહી તે જતો રહ્યો હતો. થોડીવાર પછી દશરથભાઇ તેમના પુત્ર અને પુત્રવધુ સાથે ખેતર જવા માટે નિકળ્યા હતા. દરમિયાન રસ્તામાં શાંતિલાલ બાબરભાઇ મકવાણા, તિરથભાઇ માધવસિંહ મકવાણા અને માધવસિંહ વિઠ્ઠલસિંહ મકવાણા (તમામ રહે. પસવા ગામની સિમમાં) ઉભા હતા. અને શાંતિલાલના હાથમાં દંડો હતો. ત્રણેયે ભેગા મળીને કહ્યું કે, આ ખેતરમાં આવવાનું નહિ. જેથી અમે કહ્યું કે, આ જમીન પર અમારો પણ હક છે.

ઘરે આવ્યા બાદ ગેબી મારની અસર જણાઇ

જે બાદ શાંતિલાલે ઉશ્કેરાઇ જઇ લાકડી વડે હુમલો કરી દીધો હતો. જે બાદ ત્રણેય લોકો ભેગા થઇને તમામને માર મારી ફરી વળ્યા હતા. અને બેફામ ગાળો આપી હતી. થોડી વારમાં મામલો શાંત થતા ત્રણેય જતા રહ્યા હતા. આ ઘટનામાં ભોગ બનનાર ત્રણેય ઘરે આવ્યા બાદ ગેબી મારની અસર જણાતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત મામલે શાંતિલાલ બાબરભાઇ મકવાણા, તિરથભાઇ માધવસિંહ મકવાણા અને માધવસિંહ વિઠ્ઠલસિંહ મકવાણા (તમામ રહે. પસવા ગામની સિમમાં, સાવલી, વડોદરા ગ્રામ્ય) સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : ઘરેથી દુકાને જવા નિકળેલી સગીરા લાપતા, શંકાની સોય પ્રેમી તરફ

Tags :
familyfarmfightFROMissuelandMangooverpluckrightVadodara
Next Article