ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : આરોપીને લાવવા પૈસા પડાવ્યા, PSI ની ગજબ હિંમત

VADODARA : તાજેતરમાં કલકત્તાના રહેવાસીએ વડોદરા (VADODARA) ની મહિલાને લગ્નની લાલચ આપીને તેનો દેહ ચૂંથ્યો હતો. બાદમાં બંને વચ્ચેની અંગતપળોના ફોટો-વીડિયો બનાવી યુવતિના સગા, તથા તેના મિત્રોમાં વાયરલ કર્યા હતા. ત્યાર બાદ આ ઘટના અંગે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો...
10:22 AM Jun 27, 2024 IST | PARTH PANDYA
VADODARA : તાજેતરમાં કલકત્તાના રહેવાસીએ વડોદરા (VADODARA) ની મહિલાને લગ્નની લાલચ આપીને તેનો દેહ ચૂંથ્યો હતો. બાદમાં બંને વચ્ચેની અંગતપળોના ફોટો-વીડિયો બનાવી યુવતિના સગા, તથા તેના મિત્રોમાં વાયરલ કર્યા હતા. ત્યાર બાદ આ ઘટના અંગે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો...

VADODARA : તાજેતરમાં કલકત્તાના રહેવાસીએ વડોદરા (VADODARA) ની મહિલાને લગ્નની લાલચ આપીને તેનો દેહ ચૂંથ્યો હતો. બાદમાં બંને વચ્ચેની અંગતપળોના ફોટો-વીડિયો બનાવી યુવતિના સગા, તથા તેના મિત્રોમાં વાયરલ કર્યા હતા. ત્યાર બાદ આ ઘટના અંગે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો માંજલપુર પોલીસ મથકમાં નોંધાયો હતો. આ કેસમાં આરોપીને કલકત્તાથી પ્લેનમાં લાવવા માટે PSI રસિકા ચુડાસમાએ વકીલ મારફતે ભોગ બનનાર પાસેથી પૈસા પડાવ્યા હોવાનો આરોપ સામે આવ્યો છે. આ મામલો શહેર પોલીસ કમિશનર સુધી પહોંચતા તપાસના આદેશ છુટ્યા છે. આરોપી દ્વારા ફરિયાદીની દિકરી જોડે અડપલાં કરવામાં આવ્યા હતા. પરંતુ તે અંગે કોઇ કાર્યવાહી થઇ ન હોવાનું પણ સામે આવવા પામ્યું છે. ત્યારે ભોગબનનાર મહિલાએ ઓનલાઇન પેમેન્ટના પૂરાવા પણ રજૂ કરતા આવનાર સમયમાં PSI ની મુશ્કેલીઓ વધે તો નવાઇ નહી.

એસીબી કચેરી અને પોલીસ કમિશનરને રજૂઆત

જુન મહિનાની શરૂઆતમાં મકરપુરા વિસ્તારમાં રહેતી મહિલાએ પ્રણવ ઉર્ફે રાહુલ મંડલ (રહે. કલકત્તા) સામે માંજલપુર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ તપાસમાં મહિલા પીએસઆઇ ચુડાસમાએ ભોગબનનાર પાસેથી આરોપીને કલકત્તાથી પ્લેનમાં લાવવા માટે ટીકીટ બુક કરાવવા માટે રૂ. 1.55 લાખની માંગણી કરી હોવાની માહિતી હાલ સપાટી પર આવવા પામી છે. પૈસા પડાવી લીધા બાદ ભોગબનનારે આ મામલે એસીબી કચેરી અને પોલીસ કમિશનરને લેખીતમાં રજૂઆત કરી છે. પીએસઆઇ ચુડાસમાએ, તમારે સમજવું પડશે, કહી વકીલ સાથે વાત કરી હતી. બાદમાં પૈસાની માંગણી કરવામાં આવી હતી. વકીલના મોબાઇલ પર ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બે વખતના ટ્રાન્ઝેક્શનમાં કુલ રૂ. 1.55 લાખ વકીલ દ્વારા ચુકવવામાં આવી હતી.

તપાસ ડીસીપી લીના પાટીલનો સોંપવામાં આવી

કેસમાં આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેનો વિશ્વાસ અપાવીને પીએસઆઇ દ્વારા ભોગબનનાર પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા. જો કે, આરોપી માત્ર 9 દિવસમાં જ જામીન પર છુટી ગયો હતો. આ મામલે મીલીભગના આશંકા જતા આખરે ભોગબનનારે પુરાવા સહિત સમગ્ર મામલે પોલીસ કમિશનર અને એસીબીની રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમ પણ જણાવાયું છે કે, આરોપી દ્વારા ફરિયાદીની દિકરી જોડે અડપલાં કરવામાં આવ્યા હતા. પરંતુ તે અંગે કોઇ કાર્યવાહી થઇ ન્હતી. હાલ આ મામલાની તપાસ ડીસીપી લીના પાટીલનો સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો -- Surat: 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું! 22 તારીખે મળ્યો હતો મૃતદેહ

Tags :
accusedaskbringingforinManjalpurmoneyPlanepolicePSIstationVadodara
Next Article