ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Padra : Oniro Life Care કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 3 શ્રમિકોના મોત, 1 ની હાલત ગંભીર

વડોદરાના (Vadodara) પાદરામાં (Padra) આવેલી એક કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થયાની ઘટના બની છે. આ બ્લાસ્ટ ઓનિરો લાઈફ કેર (Oniro Life Care) નામક કંપનીમાં થયો છે. આ ઘટનામાં 3 શ્રમિકોના મોતના સમાચાર છે. જ્યારે 1 શ્રમિક ગંભીર રીતે દાઝ્યો છે. ઇજાગ્રસ્તને...
07:36 PM Jan 31, 2024 IST | Vipul Sen
વડોદરાના (Vadodara) પાદરામાં (Padra) આવેલી એક કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થયાની ઘટના બની છે. આ બ્લાસ્ટ ઓનિરો લાઈફ કેર (Oniro Life Care) નામક કંપનીમાં થયો છે. આ ઘટનામાં 3 શ્રમિકોના મોતના સમાચાર છે. જ્યારે 1 શ્રમિક ગંભીર રીતે દાઝ્યો છે. ઇજાગ્રસ્તને...

વડોદરાના (Vadodara) પાદરામાં (Padra) આવેલી એક કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થયાની ઘટના બની છે. આ બ્લાસ્ટ ઓનિરો લાઈફ કેર (Oniro Life Care) નામક કંપનીમાં થયો છે. આ ઘટનામાં 3 શ્રમિકોના મોતના સમાચાર છે. જ્યારે 1 શ્રમિક ગંભીર રીતે દાઝ્યો છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના અંગે માહિતી મળતા સ્થાનિક પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

કંપનીમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

પોલીસ ટીમ તાપસ માટે પહોંચી હતી

4 પૈકી 3 શ્રમિકોના મોત નીપજ્યા

વડોદરાના (Vadodara) પાદરા (Padra) આવેલી ઓનિરો લાઈફ કેર કંપનીના પ્લાન્ટમાં એકાએક પ્રચંડ બ્લાસ્ટ થયો હોવાની ઘટના બની છે. આ ઘટનામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 4 પૈકી 3 શ્રમિકોના મોત નીપજ્યા હોવાની માહિતી મળી છે, જ્યારે 1 શ્રમિકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. હાલ તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. શ્રમિકોના મોત અંગેની જાણકારી એકલબારા (Ekalabara) ગામના સરપંચે આપી હતી. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસની (Vadodara) ટીમ પણ ત્યાં પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. કંપનીમાં બ્લાસ્ટની જાણ ફાયર બ્રિગેડને કરાતા ટીમ ત્વરિત ત્યાં પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના અંગે મામતલદારને જાણ થતા તેઓ પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

 

આ પણ વાંચો - GPSC : સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે મોટા સમાચાર, GPSC નું વર્ષ 2024 નું ભરતી કેલેન્ડર જાહેર, જાણો વિગત

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ekalabara villagefire brigadeGujarat FirstGujarati NewsOniro Life CarePadraVadodaravadodara police
Next Article