ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સંકલનની પહેલી બેઠકમાં સાંસદનો સપાટો

VADODARA : તાજેતરમાં વડોદરાના નવા ચૂંટાયેલા સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA MP DR.HEMANG JOSHI) એ જિલ્લા કલેક્ટર સાથેની સંકલનની બેઠકમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે સંકલનની બેઠકમાં રજુ કરવામાં આવેલા મુદ્દાઓનું મીનીટ્સ પ્રમાણે રેકોર્ડ રાખી, બાદમાં તેને સાંસદ-ધારાસભ્યોને ઉપલબ્ધ કરાવવા...
08:01 AM Jun 16, 2024 IST | PARTH PANDYA
VADODARA : તાજેતરમાં વડોદરાના નવા ચૂંટાયેલા સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA MP DR.HEMANG JOSHI) એ જિલ્લા કલેક્ટર સાથેની સંકલનની બેઠકમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે સંકલનની બેઠકમાં રજુ કરવામાં આવેલા મુદ્દાઓનું મીનીટ્સ પ્રમાણે રેકોર્ડ રાખી, બાદમાં તેને સાંસદ-ધારાસભ્યોને ઉપલબ્ધ કરાવવા...

VADODARA : તાજેતરમાં વડોદરાના નવા ચૂંટાયેલા સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA MP DR.HEMANG JOSHI) એ જિલ્લા કલેક્ટર સાથેની સંકલનની બેઠકમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે સંકલનની બેઠકમાં રજુ કરવામાં આવેલા મુદ્દાઓનું મીનીટ્સ પ્રમાણે રેકોર્ડ રાખી, બાદમાં તેને સાંસદ-ધારાસભ્યોને ઉપલબ્ધ કરાવવા સહિતની માંગ મુકી છે. સાથે જ તેમણે અનેક મુદ્દે પોતાની રજુઆત કરી હતી.

સુખદ નિરાકરણ લાવવા રજૂઆત

નવી જિલ્લા કલેકટર કચેરી ખાતે વડોદરા શહેર અને જિલ્લાના વિકાસલક્ષી કામોની ચર્ચા માટે સંકલન સમિતિની બેઠક મળી હતી. સંકલન સમિતિની બેઠકમાં સાંસદ ડો. હેમાંગ જોશીએ આગામી દિવસોમાં શહેરમાં ઉજવાનારા ગણેશ ઉત્સવ દરમિયાન શ્રીજીની મૂર્તિની પ્રતિમાની ઊંચાઈ અંગે શહેર પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામાના મુદ્દે શહેર પોલીસ કમિશનરે શહેરના વિવિધ ગણેશ યુવક મંડળ સાથે બેઠક યોજી વચગાળાનો રસ્તો કાઢી સુખદ નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.

તલાટીની ગામમાં હાજરી અનિવાર્ય

બેઠકમાં રજૂઆત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પ્રત્યેક ગ્રામ પંચાયતની ઓફિસમાં તલાટીઓ માટે બાયોમેટ્રિકની સુવિધા ઉભી કરવી જોઈએ. જો કોઈ સંજોગોમાં બાયોમેટ્રિક સુવિધા કામ ન કરે તો તે એક જ દિવસમાં ચાલુ થઈ જાય તેવું આયોજન કરવું જોઈએ. જેથી ટેકનિકલ ખામીનો દુરુપયોગ કરી તલાટી ગામમાં જાય જ નહીં, તેવું ન બને. આમ કરતા જે તે વિસ્તારના ગામના પ્રશ્નોના નિરાકરણ માટે સરળતા રહેશે. ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે તલાટીની ગામમાં હાજરી અનિવાર્ય છે.

કોઈ કામ ભૂલાય નહીં

પોતાની રજૂઆત આગળ વધારતા સાંસદે ઉમેર્યું હતું કે દરેક સંકલન સમિતિની બેઠકમાં અગાઉની સંકલન સમિતિમાં ચર્ચા હેઠળ લેવાયેલા મુદ્દા વિસરાઈ જવાય તેમ બનતું હોય છે. જેથી હવે પછીની સંકલન સમિતિની બેઠકમાં કોમ્પ્યુટર ઓપરેટરની હાજરી રાખવામાં આવે. જેથી આ ઓપરેટર ચાલુ સંકલન સમિતિની બેઠકમાં જ મિનિટ્સ લખી તમામ સંબંધિત પદાધિકારીઓને બે દિવસમાં મોકલી શકે. જેથી વહીવટી સરળતા રહે તથા કોઈ કામ ભૂલાય નહીં. મિનિટ્સમાં જે તે વિષયના સંબંધિત અધિકારીના નામ સાથે તે કામ કેટલા દિવસમાં પૂરું કરી લેવાશે તેનો ઉલ્લેખ કરવો જોઈએ.

આ પણ વાંચો -- VADODARA : સાંસદ યુસુફ પઠાણ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા માંગ

Tags :
collectorDistrictdr. hemanginissuejoshiMeetingMPmultipleraiseVadodarawith
Next Article