ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સોલાર પેનલ સાફ કરતા યુવક કેનાલમાં ખાબક્યો

VADODARA : વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ (NARMADA CANAL) પર લગાડવામાં આવેલી સોલાર પેનલ (SOLAR PENAL) સાફ કરવા માટે આજે યુવક કામે લાગ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર યુવક કામ કરી રહ્યો હતો તે વેળાએ કેનાલમાં ખાબક્યા બાદ લાપતા બન્યો...
11:44 AM Apr 20, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ (NARMADA CANAL) પર લગાડવામાં આવેલી સોલાર પેનલ (SOLAR PENAL) સાફ કરવા માટે આજે યુવક કામે લાગ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર યુવક કામ કરી રહ્યો હતો તે વેળાએ કેનાલમાં ખાબક્યા બાદ લાપતા બન્યો...

VADODARA : વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ (NARMADA CANAL) પર લગાડવામાં આવેલી સોલાર પેનલ (SOLAR PENAL) સાફ કરવા માટે આજે યુવક કામે લાગ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર યુવક કામ કરી રહ્યો હતો તે વેળાએ કેનાલમાં ખાબક્યા બાદ લાપતા બન્યો છે. આ અંગે સ્થાનિકોએ ફાયરના લાશ્કરોને જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને લાપતા યુવકની ભાળ મેળવવાના પ્રયત્નો તેજ કરી દીધા છે.

કોર્પોરેટર સહિત લોકો એકત્ર થયા

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નર્મદા કેનાલ પર સૌથી મોટી સોલાર પેનલ શ્રેણીબદ્ધ રીતે લગાડવામાં આવી છે. આ સોલાર પેનલની જાણવણી માટેનો ખાનગી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આજે આ સ્થળે અકસ્માતની ઘટના સામે આવી છે. જેને લઇને સ્થાનિક કોર્પોરેટર સહિત લોકો એકત્ર થઇ ગયા છે. તો બીજી તરફ ફાયરના લાશ્કરો દ્વારા કેનાલમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી

સમગ્ર ઘટનાને લઇને પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, આજે ચંદ્રેશ અગ્રવાલ નામનો યુવક સોલાર પેનલ સાફ કરવા માટે ચઢ્યો હતો. તે દરમિયાન અચાનક તે લપસતા સીધો કેનાલમાં ખાબક્યો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જોતજોતામાં લોકો સ્થળ પર એકત્ર થઇ ગયા હતા. સાથે જ ચંદ્રેશ અગ્રવાલના પરિજનો અને સમાજના અગ્રણીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

પરિજનોએ લગાવ્યા આરોપ

સોલાર સાફસફાઇની કામગીરી સમયે કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય સુરક્ષાના સાધનો નહિ આપવામાં આવતા હોવાનો આરોપ પરિજનો લગાવી રહ્યા છે. ઘટનાને લઇને સ્થાનિક કોર્પોરેટર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે. તો બીજી તરફ આ ઘટનામાં ગંભીર બેદરકારી દાખવનારાઓ સામે તંત્ર કોઇ પગલાં લે છે કે નહિ તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : અંધારામાં ઉભેલો ટ્રક જીવલેણ સાબિત થયો

Tags :
canalcleaningfallintoNarmadaonepenalSolarVadodarawater
Next Article