ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : દિકરાની સારવાર માટે વિધવા પુત્રવધુએ સસરા પાસે મદદ માંગતા કહ્યું "સહયોગ આપ"

VADODARA : વડોદરા (VADODARA) માં વિધવા પુત્રવધુને વારંવાર પરેશાન કરતા સસરા સામે આખરે અભયમ 181 (ABHAYAM 181) ની મદદ માંગવામાં આવી હતી. જે બાદ ટીમે સ્થળ પર પહોંચીને સસરાનું અસરકારક કાઉન્સિલીંગ કર્યું હતું. જે બાદ પણ કોઇ નક્કર બદલાવની આશા...
01:49 PM Mar 19, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં વિધવા પુત્રવધુને વારંવાર પરેશાન કરતા સસરા સામે આખરે અભયમ 181 (ABHAYAM 181) ની મદદ માંગવામાં આવી હતી. જે બાદ ટીમે સ્થળ પર પહોંચીને સસરાનું અસરકારક કાઉન્સિલીંગ કર્યું હતું. જે બાદ પણ કોઇ નક્કર બદલાવની આશા...
Representative Image

VADODARA : વડોદરા (VADODARA) માં વિધવા પુત્રવધુને વારંવાર પરેશાન કરતા સસરા સામે આખરે અભયમ 181 (ABHAYAM 181) ની મદદ માંગવામાં આવી હતી. જે બાદ ટીમે સ્થળ પર પહોંચીને સસરાનું અસરકારક કાઉન્સિલીંગ કર્યું હતું. જે બાદ પણ કોઇ નક્કર બદલાવની આશા નહિ દેખાતા આખરે લંપટ સસરાને નજીકના પોલીસ મથકમાં લઇ જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

પુત્ર બિમાર પડતા પૈસાની જરૂર પડી

વડોદરામાં નવાપુરા વિસ્તારમાં રહેતી મહિલાની આપવિતી અનુસાર, તેના સસરા લાંબા સમયથી તેની સાથે જાતીય સતામણી કરે છે. તાજેતરમાં વિધવા મહિલાનો પુત્ર બિમાર પડતા તેને પૈસાની જરૂર પડે છે. જેથી મહિલા દિકરાની સારવાર માટે સસરા પાસે પૈસા માંગે છે. તેવામાં સસરાએ તેને પકડી લઇ કહ્યું કે, આપણે એકબીજાને સહયોગ આપીશું.

પતિનું યુવાનીમાં જ મૃત્યુ થયું

સસરાની હરકતોથી વાકેફ મહિલા તુરંત ના પાડી દે છે. અને આ અંગે મદદ માટે અભયમ 181 ની ટીમને રેસ્ક્યૂ કોલ કરે છે. તેવામાં અભયમની ટીમ સરનામે પહોંચે છે. અને વિગત મેળવતા જાણે છે કે, પતિનું યુવાનીમાં જ મૃત્યુ થયું છે. જે બાદ વિધવા મહિલા તેના દિકરા અને સાસુ-સસરા સાથે રહે છે. સસરાની દાનત શરૂઆતથી જ સારી ન હોવાનો મહિલાને અંદાજ છે. પોતાનું ધાર્યું કરાવવા માટે સસરા સતત મહિલા પર ધ્યાન રાખે છે. અને સમયમળે એકલતાનો લાભ લેવાની તક શોધતા રહે છે. આ વર્તન અંગેની જાણ સાસુને કરવા જતા તેમણે મહિલા તરીકે સાથ આપવાની જગ્યાએ તેઓ ભૂલો કાઢવામાં લાગી જાય છે.

અભદ્ર હરકતો શરમજનક

સ્થળ પર પહોંચેલી અભયમની ટીમે વૃદ્ધ સસરાનું અસરકારક કાઉન્સિલીંગ કરતા સમજાવ્યું કે, વિધવા પુત્રવધુને દિકરી સમાન ગણીને તેની જોડે તે રીતનું વર્તન કરવું જોઇએ. તેમની અભદ્ર હરકતો શરમજનક છે. જો કે, આટલેથી સમજી જવાની જગ્યાએ વૃદ્ધ સસરા પોતાના વર્તનને લઇને અડગ જણાતા આખરે તેઓને સ્થાનિક પોલીસ મથકમાં રજૂ કરવામાં આવ્યા છે. જે બાદ તેમની સામે વધુ કાર્યવાહી પોલીસ હાથ ધરી શકે છે. આમ, અભયમની ટીમ મહિલાને સમસ્યામાંથી છુટકારો ન અપાવી શકી, પરંતુ તેની સમસ્યાનું નિરાકરણ જ્યાંથી નિકળે ત્યાં સુધી પહોંચાડવાનું માધ્યન બની છે.

આ પણ વાંચો --VADODARA : MSU અને ઇન્ડસ્ટ્રીઝના ચર્ચાસત્રના અંતે વિદ્યાર્થીઓ માટે 275 કંપનીઓમાં ઓડિટનો માર્ગ ખુલ્યો

Tags :
AbhayamDaughter-in-lawharassmentshelpmanOLDVadodarawidow
Next Article