ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : 'હરણી હત્યાકાંડ' ને એક મહિનો પૂર્ણ, વ્હાલસોયા ગુમાવનારાં માતા-પિતાનાં આંસુ સુકાતાં નથી

વડોદરાની (Vadodara) હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાએ (Harani Lake Zone Boat Accident) સૌ કોઈને હચમચાવી દીધા હતા. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક સહિત 2 શિક્ષિકાના બોટ પલટી જતાં ડૂબવાથી કરૂણ મોત નીપજ્યાં હતાં. આ હચમચાવે એવી ઘટનાને આજે એક મહિનો...
05:01 PM Feb 18, 2024 IST | Vipul Sen
વડોદરાની (Vadodara) હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાએ (Harani Lake Zone Boat Accident) સૌ કોઈને હચમચાવી દીધા હતા. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક સહિત 2 શિક્ષિકાના બોટ પલટી જતાં ડૂબવાથી કરૂણ મોત નીપજ્યાં હતાં. આ હચમચાવે એવી ઘટનાને આજે એક મહિનો...

વડોદરાની (Vadodara) હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાએ (Harani Lake Zone Boat Accident) સૌ કોઈને હચમચાવી દીધા હતા. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક સહિત 2 શિક્ષિકાના બોટ પલટી જતાં ડૂબવાથી કરૂણ મોત નીપજ્યાં હતાં. આ હચમચાવે એવી ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે પોતાના વ્હાલસોયાને ગુમાવનારા માતા-પિતાના આંખોમાંથી આંસુ હજી પણ સુકાયાં નથી. ભીની આંખો હજી પણ ન્યાય માટે રાહ જોઈ રહી છે. આ કેસમાં પોલીસની ધીમી કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે. ત્યારે ઘટનાને એક મહિનો પૂર્ણ થવા છતાં કલેક્ટર દ્વારા સરકારને સોંપાયેલો રિપોર્ટ હજી સુધી જાહેર કરાયો નથી.

જમીન પર આળોટીને વિરોધ

વડોદરાની (Vadodara) હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાને હવે એક મહિનો પૂર્ણ થયો છે. ત્યારે આ ગોઝારી ઘટનાના આરોપીઓને કડક સજા થાય અને પીડિત પરિવારજનોને ન્યાય મળે તે માટે નિષ્પક્ષ તપાસ થાય તે અંગે સરકારે કલેક્ટરને ઘટનાના 10 દિવસમાં તપાસ કરી રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જો કે, મુદ્દતના કેટલાક દિવસ બાદ કલેક્ટર દ્વારા સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. કલેક્ટરના રિપોર્ટના આધારે રાજ્ય સરકાર (Gujarat Government) જવાબદારો સામે કાર્યવાહી કરે તેમ છે. પરંતુ, કલેક્ટર દ્વારા રિપોર્ટ સોંપ્યા છતાં પણ સરકાર દ્વારા હજી સુધી આ રિપોર્ટ જાહેર કરાયો નથી.

સામાજિક કાર્યકર અતુલ ગામેચી

હરણી લેક ઝોન દુર્ઘટનામાં (Harani Lake Zone Boat Accident) મૃતકોના પરિજનોને ન્યાય મળે અને રિપોર્ટ જાહેર કરવાની માગ સાથે સામાજિક કાર્યકરે અનોખો વિરોધ નોંધાવ્યો છે. માહિતી મુજબ, સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ (Atul Gamechi) હરણી લેક ઝોન ફરતે જમીન પર આળોટતા આળોટતા પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પીડિતો સાથે સામાજિક કાર્યકરે સરકારને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માગ કરી છે. સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું કે, આ કેસમાં વડોદરા નગરપાલિકા ( Vadodara Municipality), શાળા સંચાલકો અને કોન્ટ્રાક્ટરો સામે કડક અને નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી થવી જોઈએ. વડોદરા શહેરના કલેક્ટર દ્વારા રિપોર્ટ તૈયાર કરાયો છે અને રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે. પરંતુ, તેમ છતાં હજી સુધી આ રિપોર્ટ જાહેર કરાયો નથી. અતુલભાઈએ આરોપ લગાવતા કહ્યું કે, આ કેસ પર સૌની નજર છે. અત્યાર સુધી નાની માછલીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ, મોટા મગરોને છોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અમારી માગ છે કે સરકારને સોંપાયેલો કલેક્ટરનો રિપોર્ટ જલદી જાહેર કરાય અને જવાબદાર મોટા માથાઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવે.

 

આ પણ વાંચો - NIDJAM 2024: ગુજરાતની દીકરીઓએ NIDJAM માં અભૂતપૂર્વ પ્રદર્શન કરી રાજ્યની શાન વધારી

Tags :
Atul GamechiGujarat GovernmentGujarati NewsGujrat FirstHarani lake ContractorsHarani Lake Zone Boat AccidentVadodaraVadodara MunicipalityVadodara Newsvadodara police
Next Article