Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લગ્નના એક મહિનામાં જ પતિની અન્ય છોકરીઓ સાથેની ઓનલાઇન ચેટ પકડાઇ

VADODARA : વડોદરા (VADODARA) માં લગ્નને એક માસ વિત્યો છે ત્યાં તો પતિની અન્ય છોકરીઓ સાથેની સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પરની ચેટ પત્ની જોઇ જાય છે. આ અંગે પતિને ટકોર કરતા તે ઉશ્કેરાઇ જાય છે. અને પત્નીનો હાથ મરોડી કાઢીને...
vadodara   લગ્નના એક મહિનામાં જ પતિની અન્ય છોકરીઓ સાથેની ઓનલાઇન ચેટ પકડાઇ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં લગ્નને એક માસ વિત્યો છે ત્યાં તો પતિની અન્ય છોકરીઓ સાથેની સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) પરની ચેટ પત્ની જોઇ જાય છે. આ અંગે પતિને ટકોર કરતા તે ઉશ્કેરાઇ જાય છે. અને પત્નીનો હાથ મરોડી કાઢીને તેને માર મારે છે. એટલા જનુનથી પતિ, પત્નીને માર મારે છે કે, તેણે હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે. આખરે સમગ્ર મામલે રાવપુરા પોલીસ મથક (RAOPURA POLICE STATION) માં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇન્સ્ટાગ્રામ પર અન્ય છોકરીઓ સાથે ચેટ કરતા હોવાનું જણાયુ

વડોદરાના રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગના બિછાનેથી નિકિતાબા રાઠોડ (ઉં. 25) જણાવે છે કે, તેઓ મહિલા લોકરક્ષક તરીકે નોકરી કરે છે. મોલીકસિંહ ઉર્ફે રૂદ્ર નરેન્દ્રસિંહ રાઠોડ (રહે. ગામ-શાંતિ પુરા, પ્રાંતિજ) સાથે ફેબ્રુઆરી - 2024 માં થયા છે. સાસરીમાં દસ દિવસ રહ્યા બાદ તે ફરજમાં જોડાયા છે. 28 માર્ચે સવારે પાંચ વાગ્યે નોકરી પર જતા તે પતિનો મોબાઇલ ચાર્જિંગમાં જોઇ જાય છે. પતિ ઇન્સ્ટાગ્રામ પર અન્ય છોકરીઓ સાથે ચેટ કરતા હોવાનું જણાતા ફોન પરત મુકી દે છે.

Advertisement

ના પાડુ છતાં કેમ બીજી છોકરીઓ સાથે વાતો કરો છો

પતિ સવારે ઉઠીને ફોન હાથમાં લે છે. અને ત્યાર બાદ જણાવે છે કે, તું મારા ફોનને કેમ અડી, મારા ફોનનું ફેસ આઇડી જતુ રહ્યું છે. જેથી તેઓ કહે છે કે, ના પાડુ છતાં કેમ અવાર નવાર બીજી છોકરીઓ સાથે વાતો કરો છો. જેથી પતિ ઉશ્કેરાઇ જાય છે. એક હાછ મરોડીને બીજા હાથેથી માર મારે છે. પછી તેણે ધમકી આપી કે, આ વાતની જાણ કોઇને કરી તો તને જાનથી મારી નાંખીશ. જે બાદ પત્ની નોકરીએ જવા નિકળી જાય છે.

Advertisement

દુ:ખાવો વધતા એસએસજી હોસ્પિટલમાં દાખલ

ત્યાર બાદ સમગ્ર ઘટના અંગે તે તેની માતાને જાણ કરે છે. ત્યાર બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે જાય છે. થોડાક સમય બાદ દુખાવો વધતા તેણીની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થઇ જાય છે. આખરે ઉપરોક્ત મામલે મૌલીકસિંહ ઉર્ફે રૂદ્ર નરેન્દ્રસિંહ રાઠોડ (રહે. દત્તકૃપા એપાર્ટમેન્ટ, શિયાપુરા) (મુળ રહે. શાંતિપુરા, પ્રાંતિજ, સાબરકાંઠા) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો --VADODARA : શહેરની રાજકીય ગતિવિધિ પર કોંગ્રેસની નજર, ટુંક સમયમાં ઉમેદવારની જાહેરાત

Tags :
Advertisement

.

×