ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : એક ટ્રકે અસંખ્ય વાહનચાલકો માટે મુશ્કેલી સર્જી

VADODARA : વડોદરા (VADODARA) માં એક ટ્રકે અસંખ્ય વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જી હોય તેવી ઘટના સામે આવી છે. મોટી સંખ્યામાં માલસામાન લાદીને જઇ રહેલો ટ્રક ફતેગંજ ઓવર બ્રિજ પર ખોટકાયો હતો. જેને લઇને ઓવર બ્રિજ વનવે કરી દેવો પડ્યો...
04:38 PM May 11, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં એક ટ્રકે અસંખ્ય વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જી હોય તેવી ઘટના સામે આવી છે. મોટી સંખ્યામાં માલસામાન લાદીને જઇ રહેલો ટ્રક ફતેગંજ ઓવર બ્રિજ પર ખોટકાયો હતો. જેને લઇને ઓવર બ્રિજ વનવે કરી દેવો પડ્યો...

VADODARA : વડોદરા (VADODARA) માં એક ટ્રકે અસંખ્ય વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જી હોય તેવી ઘટના સામે આવી છે. મોટી સંખ્યામાં માલસામાન લાદીને જઇ રહેલો ટ્રક ફતેગંજ ઓવર બ્રિજ પર ખોટકાયો હતો. જેને લઇને ઓવર બ્રિજ વનવે કરી દેવો પડ્યો હતો. તો બીજી તરફ અન્ય રસ્તાઓ પર વાહનોનું ભારણ વધ્યું હતું. જેને લઇને ટ્રાફિક પોલીસ (VADODARA POLICE) દ્વારા સ્થિતી સામાન્ય કરવા માટે વિશેષ પ્રયત્નો કરવા પડ્યા હતા.

ટ્રાફિક જામ

આજે સવારે વડોદરામાં ફતેગંજ ઓવર બ્રિજ પરથી પસાર થતા મોટા ટ્રકની એક્સેલ તુટી ગઇ હતી. આ ટ્રકમાં ટનબંધી સામાન લાદી દેવામાં આવ્યો હતો. ઓવર બ્રિજ પર ટ્રક ખોટકાતા મુશ્કેલી સર્જાઇ હતી. અને ટ્રાફિક જામની સ્થિતી ટાળવા માટે પોલીસ (VADODARA POLICE) તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને ટ્રાફિકનું નિયમન (TRAFFIC MANAGEMENT) હાથમાં લીધું હતું. ટ્રક ખોટકાતા બ્રિજને વનવે કરી દેવાની ફરજ પડી હતી. તો બીજી તરફ ટ્રકનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

35 ટન સામાન લાદવામાં આવ્યો

ટ્રકના હેલ્પરે જણાવ્યું કે, અખલો ગામથી જબલપુર જઇ રહ્યા હતા. ફતેગંજ બ્રિજ પર એક્સેલ તુટી ગયું છે. ડ્રાઇવર મિસ્ત્રીને લેવા માટે તુરંત નિકળી ગયો હતો. સાથે જ ગાડીનો સામાન પણ લઇને આવશે. ટ્રકમાં સેનેટરીનો કચરો ભરવામાં આવ્યો છે. આ ઘટના રાતની છે. રીપેર કરવા માટે ક્રેઇન પણ બોલાવી છે. ક્રેઇન ટ્રકને ઉંચો કરશે અને મિસ્ત્રી સમારકામ કરશે. ટ્રકમાં 35 ટન સામાન લાદવામાં આવ્યો છે.

એક તરફથી અવર-જવર માટે બંધ

આ ઘટનાને લઇને વહેલી સવારે નોકરી પર જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ફતેગંજ ઓવરબ્રિજ એક તરફથી અવર-જવર માટે બંધ કરવો પડ્યો હતો. આમ. એક ટ્રક ચાલકે અસંખ્ય વાહન ચાલકો માટે મુશ્કેલી સર્જી હતી. તેવામાં વડોદરા પોલીસ લોકોની વ્હારે આવી હતી.

આ પણ વાંચો -- VADODARA : TASTE OF VADODARA માં ઘોંઘાટનું પ્રદુષણ જારી, સાઉન્ડ મીટરની સાબિતી

Tags :
BridgebrokeinjammorningoverpartTraffictruckVadodara
Next Article