ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પારૂલ યુનિ.ના વિદ્યાર્થીએ તણાવમાં જીવન ટુંકાવ્યું

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલી પારૂલ યુનિવર્સિટી (PARUL UNIVERSITY - VADODARA) માં ભણતા અને કેમ્પસમાં આવેલી હોસ્ટેલના અટલ ભવન (ATAL BHAVAN) માં રહેતા વિદ્યાર્થીઓ તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની ઘટના સપાટી પર આવી છે. વિદ્યાર્થી અગમ્ય કારણોસર તણાવમાં રહેતો...
10:38 AM Jun 29, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલી પારૂલ યુનિવર્સિટી (PARUL UNIVERSITY - VADODARA) માં ભણતા અને કેમ્પસમાં આવેલી હોસ્ટેલના અટલ ભવન (ATAL BHAVAN) માં રહેતા વિદ્યાર્થીઓ તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની ઘટના સપાટી પર આવી છે. વિદ્યાર્થી અગમ્ય કારણોસર તણાવમાં રહેતો...
HANGING - SUICIDE

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલી પારૂલ યુનિવર્સિટી (PARUL UNIVERSITY - VADODARA) માં ભણતા અને કેમ્પસમાં આવેલી હોસ્ટેલના અટલ ભવન (ATAL BHAVAN) માં રહેતા વિદ્યાર્થીઓ તણાવમાં અંતિમ પગલું ભર્યું હોવાની ઘટના સપાટી પર આવી છે. વિદ્યાર્થી અગમ્ય કારણોસર તણાવમાં રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ગતરોજ તેણે તેની હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. આ મામલે વાઘોડિયા પોલીસ મથકમાં ગતરોજ અકસ્માતે નોંધ કરવામાં આવી છે. જે બાદ મામલાની વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિદ્યાર્થી મુળ નવસારીના ચિખલીનો હતો

વડોદરા પાસે વાઘોડિયામાં આવેલી પારૂલ યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ભણે છે. વડોદરા પાસે આવેલી સૌથી મોટી ખાનગી યુનિવર્સિટી તરીકે પારૂલ યુનિવર્સિટીની ગણના કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં પારૂલ યુનિ.માં ભણતા અને કેમ્પસમાં આવેલા અટલ ભવનમાં રહેતા 19 વર્ષિય વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. જીવન ટુંકાવનાર વિદ્યાર્થી મુળ નવસારીના ચિખલીનો હતો. છેલ્લા ત્રણેક દિવસથી તે તાણમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

સાયબર સિક્યોરીટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ધન યોગેશભાઇ પટેલ (ઉં. 19) પારૂલ યુનિ.માં કોમ્પ્યુટર સાયન્સ એન્જિનીયરીંગ અને સાયબર સિક્યોરીટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અને તે પારૂલ યુનિ.ના કેમ્પસમાં જ આવેલા અટલ ભવન A - 2 માં રહેતો હતો. દરમિયાન તેણે તાજેતરમાં હોસ્ટેલના રૂમમાં પંખો લટકાવવાના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેને લઇને તેના મિત્રવર્તુળ તથા પરિજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે. અંતિમ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હાલ તબક્કે જાણી શકાયું નથી. પરંતું તે અગમ્ય કારણોસર છેલ્લા ત્રણેક દિવસથી માનકીસ તણાવમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ સોંપવામાં આવી

આ ઘટનાની જાણ તેના સાથી દ્વારા પોલીસમાં કરવામાં આવી છે. જે બાદ વાઘોડિયા પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. અને આ મામલાની તપાસ વાઘોડિયા પોલીસ મથકના સોમાભાઇ રયજીભાઇને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો -- Raod Accident : અમદાવાદ-લીંબડી હાઇવે પર ટ્રક ડમ્પર પાછળ ઘૂસી જતાં લાગી ભયંકર આગ, 2 નાં મોત

Tags :
daysDepressionInvestigateparulpolicesincestudentsuicidethreetoUniversityVadodara
Next Article