ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : નશામાં ધૂત શખ્સે ફોન કરી પોલીસને દોડાવી

VADODARA : વડોદરા (VADODARA) ના લક્ષ્મીપુરા પોલીસ મથક (LAXMIPURA POLICE STATION) માં પોલીસ કંટ્રોલરૂમ તરફથી વર્ધી મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, એક દારૂ પીધેલો ઇસમ મને ચપ્પુ બતાવીને લૂંટવાની કોશિષ કરી રહ્યો છે, અને મને મારવાની કોશિષ કરે છે....
03:33 PM Jul 17, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ના લક્ષ્મીપુરા પોલીસ મથક (LAXMIPURA POLICE STATION) માં પોલીસ કંટ્રોલરૂમ તરફથી વર્ધી મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, એક દારૂ પીધેલો ઇસમ મને ચપ્પુ બતાવીને લૂંટવાની કોશિષ કરી રહ્યો છે, અને મને મારવાની કોશિષ કરે છે....
Laxmipura Police Station

VADODARA : વડોદરા (VADODARA) ના લક્ષ્મીપુરા પોલીસ મથક (LAXMIPURA POLICE STATION) માં પોલીસ કંટ્રોલરૂમ તરફથી વર્ધી મળી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, એક દારૂ પીધેલો ઇસમ મને ચપ્પુ બતાવીને લૂંટવાની કોશિષ કરી રહ્યો છે, અને મને મારવાની કોશિષ કરે છે. જેના આધારે સ્થળ પર પહોંચતા બે વ્યક્તિઓ નશામાં ધૂત મળી આવ્યા હતા. બંને પાસે નશો કરવા અંગે કોઇ પરમીટ નહી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. આખરે બંને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ચપ્પુ બતાવીને લૂંટ

લક્ષ્મીપુરા પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ઇન્વેમાં એએસઆઇ સાથે મદદમાં હતા. દરમિયાન 1 - 51 કલાકે વર્ધી મળી કે, લક્ષ્મીપુરા ખોડિયાર માતાજીના મંદિર પાસે માધવ પાર્ક સોસાયટીમાં એક દારૂ પીધેલો ઇસમ મને ચપ્પુ બતાવીને લૂંટવાની કોશિષ કરી રહ્યો છે, અને મને મારવાની કોશિષ કરે છે, તેમ જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસે ઘટના સ્થળે દોડી જઇને તપાસ કરતા ફોન કરનાર અને સામેવાળો બંને નશામાં જોવા મળ્યા હતા.

બંનેની આંખો લાલચોળ

બાદમાં બંનેને પોલીસ મથકે લાવી ઓળખ પુછતા પોતાનું નામ ભૂપેન્દ્રભાઇ દામોદરભાઇ પાઠક (રહે. શિવ શક્તિ સોસાયટી, આનંદનવ કોમ્પલેક્ષ પાછળ, છાણી) અને રાજેશભાઇ વિઠ્ઠલભાઇ બારીયા (રહે. માધવ પાર્ક સોસાયટી, લક્ષ્મીપુરા રોડ) હોવાનું જણાવ્યું હતું. બંને નશાની હાલતમાં હતા, બંનેની આંખો લાલચોળ હતી, અને તેઓ ચાલતા-ચાલતા લથડીયા ખાતા હતા. હંને પાસે નશો કરવા અંગે કોઇ પરમીટ ન્હતી. આખરે બંને સામે પ્રોહીબીશનની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : પાણીની સમસ્યા દુર થાય તેવી “સાહેબે” લાગણી વ્યક્ત કરી – ડો. વિજય શાહ

Tags :
afterCallcaughtControlFROMGOTpoliceroomTwoVadodara
Next Article