Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કરોડો રૂપિયાની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું

VADODARA : વડોદરા પોલીસે (VADODARA POLICE) ઝોન 4 ની હદમાં આવતા ચાર પોલીસ મથકોમાં વર્ષ 2019 થી 2024 સુધી પ્રોહીબીશનના કેસોમાંં ઝડપી પડેલ 3.5 કરોડ ના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ...
vadodara   કરોડો રૂપિયાની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું
Advertisement

VADODARA : વડોદરા પોલીસે (VADODARA POLICE) ઝોન 4 ની હદમાં આવતા ચાર પોલીસ મથકોમાં વર્ષ 2019 થી 2024 સુધી પ્રોહીબીશનના કેસોમાંં ઝડપી પડેલ 3.5 કરોડ ના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા. અને દારૂના જથ્થા પર બુલડોઝર ફરી વળ્યું હતું.

Advertisement

2 કલાકમાં નાશ

વડોદરામાં ઝોન 4ની પોલીસ હદમાં આવતા પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા 3.5 કરોડના દારૂ-બિયરના જથ્થા પર પોલીસે બુલડોઝર ફેરવ્યું હતું. દરજીપુરા વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં પોલીસ દ્વારા દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેને જોવા લોકો પણ ભેગા થઇ ગયા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, 2019-24 સુધી 200 થી વધુ કેસોમાં પકડાયેલો દારૂના જથ્થાનો માત્ર 2 કલાકમાં નાશ કરી દેવામાં આવ્યો હતો.

Advertisement

કોર્ટમાંથી હુકમ મેળવ્યો

DCP પન્ના મોમાયા જણાવે છે કે, પોલીસ દ્વારા પ્રોહીબીશનના કેસો કરવામાં આવે છે. તેનો મુદ્દામાલ નામદાર કોર્ટના હુકમ બાદ નાશ કરી શકાય છે. આજરોજ ઝોન - 4 અંતર્ગત આવતા હરણી, સીટી, વારસીયા અને બાપોદ પોલીસ મથકમાં પ્રોહીબીશન અંતર્ગત કરવામાં આવેલા કેસો કરવામાં આવેલા છે, તે અંગે કોર્ટમાંથી હુકમ મેળવ્યો હતો. ત્યાર બાદ આજે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં સંબંધિત અધિકારીઓ હાજર છે. આજે સાડા ત્રણ કરોડનો મુદ્દામાલ નાશ કરવા જઇ રહ્યા છે.

અધિકારીઓ ઘટના સ્થળે

વડોદરા પોલીસ દ્વારા સમયાંતરે પ્રોહીબીશન અંતર્ગત પકડી પાડવામાં આવેલા મુદ્દામાલનો નાશ કરવામાં આવતો હોય છે. આજરોજ ઝોન - 4 અંતર્ગત આવતા 4 પોલીસ મથક દ્વારા કરવામાં આવેલી પ્રોહીબીશન અંતર્ગતની કાર્યવાહીમાં મુદ્દામાલ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં જવાબદાર અધિકારીઓ ઘટના સ્થળે હાજર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : “પાન-પડીકી ખાઇને પ્રવેશ કરવો નહી”, ડે. મેયરની ઓફીસે લાગ્યું પોસ્ટર

Tags :
Advertisement

.

×