ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ભણવા માટે બાળકોને મંદિરનો આશરો

VADODARA : રાજ્યભરમાં સરકારનો પ્રવેશોત્સવ થોડાક સમય પહેલા જ પૂર્ણ થયો છે. ત્યારે અન્ય એક વાસ્તવીકતા એવી પણ છે કે, વડોદરા (VADODARA) માં બાળકો ભણવા માટે ભગવાનના શરણે પહોંચ્યા છે. એટલે કે મંદિરના પરિસરમાં અભ્યાસ કરી રહ્યા છે. કન્ટેનરમાં ચાલતી...
03:50 PM Jul 15, 2024 IST | PARTH PANDYA
VADODARA : રાજ્યભરમાં સરકારનો પ્રવેશોત્સવ થોડાક સમય પહેલા જ પૂર્ણ થયો છે. ત્યારે અન્ય એક વાસ્તવીકતા એવી પણ છે કે, વડોદરા (VADODARA) માં બાળકો ભણવા માટે ભગવાનના શરણે પહોંચ્યા છે. એટલે કે મંદિરના પરિસરમાં અભ્યાસ કરી રહ્યા છે. કન્ટેનરમાં ચાલતી...

VADODARA : રાજ્યભરમાં સરકારનો પ્રવેશોત્સવ થોડાક સમય પહેલા જ પૂર્ણ થયો છે. ત્યારે અન્ય એક વાસ્તવીકતા એવી પણ છે કે, વડોદરા (VADODARA) માં બાળકો ભણવા માટે ભગવાનના શરણે પહોંચ્યા છે. એટલે કે મંદિરના પરિસરમાં અભ્યાસ કરી રહ્યા છે. કન્ટેનરમાં ચાલતી આંગણવાડીને હાલ મંદિરમાં શિફ્ટ કરવી પડી છે. મંદિરમાં પણ ભેજ આવતો હોવાના કારણે યોગ્ય વાતાવરણ મળી નથી રહ્યું. સ્થાનિકો દ્વારા વિસ્તારમાં આંગણવાડી બનાવી આપવામાં આવે, સાથે જ આંગણવાડી સુધી આવવાનો રસ્તો દુરસ્ત કરી આપવામાં આવે તેવી માંગ કરી છે.

રૂમ ભાડે નહી મળ્યો

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ગોકુળનગર આવેલું છે. અહિંયાના પહેલા કન્ટેનરમાં આંગણવાડી ચાલતી હતી. પરંતુ તેમાં યોગ્ય સુવિધાઓ ન હોવાના કારણે અને ચોમાસામાં સુરક્ષાના કારણોસર ભણાવવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. હાલમાં વિદ્યાર્થીઓને પાસેના ભાથુજી મહારાજના મંદિરના પરિસરમાં ભણાવવામાં આવી રહ્યા છે. એક તરફ શાળા પ્રવેશોત્સવની ચકાચૌંધ આપણે જોઇ. તો બીજી તરફ વડોદરામાં યોગ્ય સુવિધાઓના અભાવે બાળકો મંદિરના પરિસરમાં ભણવા મજબુર બન્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, રૂમ ભાડે નહી મળતા આખરે શાળા મંદિરના પરિસરમાં ચાલી રહી છે. પહેલા 20 જેટલા બાળકો અહિંયા આવતા હતા, હવે બાળકોની સંખ્યા માત્ર 9 બચી છે.

રસ્તામાં કાદવ-કીચડ

શાળામાં બાળકોને ભણાવતી મહિલા જણાવે છે કે, અહિંયા મંદિરમાં બાળકો બેસે છે, મંદિરમાં પણ ભેજ આવે છે. બાળકોને બેસવાની સુવિધા નથી. અમને આંગણવાડી બનાવી આપે તો સારૂ, બાળકોને કેબિનમાં બેસાડે છે, પરંતુ તેમાં પણ કોઇ સુવિધા નથી. અહિંયા છોકરા આવવા માંગે છે, પરંતુ રસ્તો નહી તો કેવી રીતે આવે. રસ્તામાં કાદવ-કીચડ છે. રસ્તાની સુવિધા થાય તો સારૂ. આંગણવાડી બનાવી આપે તેવી અમારી માંગ છે.

આ પણ વાંચો -- VADODARA : MSU ના VC સામે પોલીસ ફરિયાદ કરવા ચાન્સેલરને પત્ર

Tags :
AnganwadiaskcompoundforinlocalofPeoplepreproperSchoolsetuptempleVadodara
Next Article