ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : મુસાફરોની અવર-જવર કરતી ખાનગી કાર પર લખ્યું ON DUTY ELECTION

VADODARA : તાજેતરમાં વડોદરામાં (VADODARA) થી ખાનગી કાર (PRIVATE CAR) માં મુસાફરોને ઠાંસી ઠાંસીને ભરીને લઇ જતા અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોની જાનહાની થઇ હતી. જે બાદ પોલીસ અને આરટીઓ દ્વારા ખાનગી વાહનો પર લગામ કસવામાં...
04:10 PM May 10, 2024 IST | PARTH PANDYA
VADODARA : તાજેતરમાં વડોદરામાં (VADODARA) થી ખાનગી કાર (PRIVATE CAR) માં મુસાફરોને ઠાંસી ઠાંસીને ભરીને લઇ જતા અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોની જાનહાની થઇ હતી. જે બાદ પોલીસ અને આરટીઓ દ્વારા ખાનગી વાહનો પર લગામ કસવામાં...

VADODARA : તાજેતરમાં વડોદરામાં (VADODARA) થી ખાનગી કાર (PRIVATE CAR) માં મુસાફરોને ઠાંસી ઠાંસીને ભરીને લઇ જતા અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોની જાનહાની થઇ હતી. જે બાદ પોલીસ અને આરટીઓ દ્વારા ખાનગી વાહનો પર લગામ કસવામાં આવી હતી. જેમાં મહદઅંશે સફળતા મળી હતી. જો કે, હવે ખાનગી કાર ચાલકો દ્વારા નવો કિમીયો અજમાવવામાં આવ્યો હોવાનું ધ્યાને આવી રહ્યું છે. તાજેતરમાં વડોદરા આવી રહેલા ખાનગી કાર પર મુસાફરોને ભરવામાં આવ્યા હતા. તેના આગળ અને પાછળના ભાગે ON DUTY ELECTION લખ્યું હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતની ઘટના સામે આવી હતી

વડોદરાથી અમદાવાદ અને ભરૂચ તરફ જવા માટે અનેક ખાનગી વાહનોને વિકલ્પ ઉપલબ્ધ હતો. તેમની નિયત કરેલી જગ્યાઓથી હાઇવે પર તેઓ મળી જતા. જેમાં ઠાંસી ઠાંસીને મુસાફરો ભરીને સવારી લઇ જવામાં આવતી હતી. તાજેતરમાં વડોદરામાંથી ખાનગી કારમાં મુસાફરોને ઠાંસી ઠાંસીને ભરીને લઇ જતા એક્સપ્રેસ હાઇવે (EXPRESS HIGHWAY) પર અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોની જાનહાની થઇ હતી. જે બાદ પોલીસ અને આરટીઓ દ્વારા ખાનગી વાહનો પર લગામ કસવામાં આવી હતી. જે બાદ શહેરના અનેક ખાનગી વાહનો ઉભા રહેવાની જગ્યાઓ સુમસામ બની હતી. ત્યારે હવે ફરી ખાનગી વાહન ચાલકો સક્રિય થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટ્રાફિક પોલીસ તપાસ કરે

આ મામલે યુથ કોંગ્રેસના અગ્રણી પવન ગુપ્તા દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, સાવલીથી વડોદરા તરફ એક ઇકો કારમાં મુસાફરોને ભરીને લઇને આવતા હતા. આ કારના આગળ અને પાછળના ભાગે એક પોસ્ટર લગાડવામાં આવ્યું છે. જેના પર સ્પષ્ટ લખ્યું છે કે, ON DUTY ELECTION. જેની ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ થવી જોઇએ.

ઝાંસામાં લેવાનો પ્રયાસ

અત્રે ઉલ્લેખનીય છે કે, હવે ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે. આ પ્રકારના પોસ્ટર મારીને ઝાંસામાં લઇ ખાનગી વાહનમાં મુસાફરોને લાવવા-લઇ જવામાં આવતા હોય તો તેની તપાસ થવી જોઇએ.આ પ્રકારની ઘટનાઓ ઉગતી જ ડામી દેવી જોઇએ. અને અગાઉ થયેલા અકસ્માતની ઘટનાનું કોઇ પણ રીતે પુનરાવર્તન ન થાય તે માટે સઘન પગલાં લેવા જોઇએ તેની લોક માંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો -- VADODARA : રાજ્યના આઠ મહાનગરોમાં વડોદરા બેઠક ઉપર સૌથી વધુ મતદાન

Tags :
dutyElectionInvestigationneededonPassengerPosterprivateSavliVadodaraVehicle
Next Article