ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : રેલવે સ્ટેશન પર પોલીસ અને બોમ્બ સ્કવોડનું આકસ્મિક ચેકીંગ

VADODARA : વડોદરા રેલવે સ્ટેશન (VADODARA RAILWAY STATION) પર રેલવે પોલીસ (RAILWAY POLICE) અને બોમ્બ સ્કવોડ (BOMB SQUAD) દ્વારા આકસ્મિક ચેકીંગ (SURPRISE CHECKING) હાથ ધરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન પર આવેલા પાર્સલોમાં ખાસ કરીને ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ...
03:18 PM Jun 06, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા રેલવે સ્ટેશન (VADODARA RAILWAY STATION) પર રેલવે પોલીસ (RAILWAY POLICE) અને બોમ્બ સ્કવોડ (BOMB SQUAD) દ્વારા આકસ્મિક ચેકીંગ (SURPRISE CHECKING) હાથ ધરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન પર આવેલા પાર્સલોમાં ખાસ કરીને ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ...

VADODARA : વડોદરા રેલવે સ્ટેશન (VADODARA RAILWAY STATION) પર રેલવે પોલીસ (RAILWAY POLICE) અને બોમ્બ સ્કવોડ (BOMB SQUAD) દ્વારા આકસ્મિક ચેકીંગ (SURPRISE CHECKING) હાથ ધરવામાં આવી રહ્યું છે. રેલવે સ્ટેશન પર આવેલા પાર્સલોમાં ખાસ કરીને ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ દરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા મુસાફરોમાં એક તબક્કે ઉત્તેજના વ્યાપી જવા પામી છે. જો કે, રેલવે સુત્રોના જણાવ્યા અનુસાર આ એક રૂટીન ચેકીંગ છે.

સઘન તપાસ હાથ ધરવામાં આવી

વડોદરા રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરોની અવર જવર રહેતી હોય છે. રેલવે સ્ટેશન પર લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સમાયાંતરે બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. ખાસ કિસ્સામાં જ્યારે કોઇ થ્રેટ મેસેજ હોય ત્યારે બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડને તપાસમાં ઉતારવામાં આવતી હોય છે. તેવામાં આજે સવારે વડોદરાના રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ અને બોમ્બ સ્કવોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. બપોર સુધીમાં વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 અને 2 તથા પાર્સલ વિભાગમાં ચેકીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

વધુ સમય લાગ્યો

રેલવે વિભાગની પાર્સલ સેવામાં મોટા ભાગે માલ-સામાનનો જથ્થો લાવવા-લઇ જવામાં આવતો હોય છે. અહિંયા પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમને તપાસ કરતા વધુ સમય લાગ્યો હતો. જેમાં બહારથી આવેલા સામાન અને મોકલવામાં આવતા સામાનની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

રૂટીન પ્રક્રિયા

સુત્રોના જણાવ્યા અનુસાર, કોઇ થ્રેટ બાદ આ કામગીરી કરવામાં આવી નથી. રેલવે એસપીની સુચનાથી આ સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જે રૂટીન પ્રક્રિયા અંતર્ગત છે. જો કે, પ્લેટફોર્મ પર આટલી મોટી સંખ્યામાં પોલીસ કાર્યવાહી જોઇને મુસાફરોમાં ઉત્સુકતા જાગવા પામી હતી.

આ પણ વાંચો -- VADODARA : કરજણનો લાંચિયો સર્કલ ઓફિસર ઝબ્બે

Tags :
andBombCheckingpoliceRailwaySquadstationsurpriseVadodara
Next Article