ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : રોડ સાઇડ ફોન પર વાત કરતો બાઇક ચાલક કારની ટક્કરે ફંગોળાયો

VADODARA : વડોદરા (VADODARA) પાસે શિનોર પોલીસ મથક (SHINOR POLICE STATION) ની હદમાં લોનના કામ અર્થે બેંક (BANK LOAN) જઇ રહેલા આધેડને રસ્તામાં ફોન આવતા તેઓ રોડ સાઇડ પર વાત કરી રહ્યા હતા. દરમિયાન તેમના ગામ તરફથી આવતી કારે જોરદાર...
09:58 AM Apr 25, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) પાસે શિનોર પોલીસ મથક (SHINOR POLICE STATION) ની હદમાં લોનના કામ અર્થે બેંક (BANK LOAN) જઇ રહેલા આધેડને રસ્તામાં ફોન આવતા તેઓ રોડ સાઇડ પર વાત કરી રહ્યા હતા. દરમિયાન તેમના ગામ તરફથી આવતી કારે જોરદાર...
Representative Image

VADODARA : વડોદરા (VADODARA) પાસે શિનોર પોલીસ મથક (SHINOR POLICE STATION) ની હદમાં લોનના કામ અર્થે બેંક (BANK LOAN) જઇ રહેલા આધેડને રસ્તામાં ફોન આવતા તેઓ રોડ સાઇડ પર વાત કરી રહ્યા હતા. દરમિયાન તેમના ગામ તરફથી આવતી કારે જોરદાર ટક્કર મારી હતી. જેને લઇને તેઓ પટકાયા હતા અને બાઇક કાંસમાં ફંગોળાઇને જઇ પડી હતી. આ ઘટનામાં બાઇક ચાલકને ઇજાઓ પહોંચતા આખરે સમગ્ર મામલો પોલીસ મથક પહોંચ્યો છે. અને કાર ચાલક સામે પરિયાદ નોંધવામાં આવી છે.

રોડ સાઇડ પર બાઇક ઉભી કરીને વાત કરતા

શિનોર પોલીસ મથકમાં અર્પણભાઇ ઘનશ્યામભાઇ પટેર (રહે. ટીમ્બરવા ગામ, ટેકરી ફળિયુ, શિનોર) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 20 એપ્રિલે તેઓ સાધલી ગામે બેંકમાં લોનના કામ અર્થે જઇ રહ્યા હતા. ગામથી સાધલી તરફ જવાના રોડ પર પેટ્રોલ પંપ પરથી આગળ મોબાઇલ પર ફોન આવતા તેઓ રોડ સાઇડ પર બાઇક ઉભી કરીને વાત કરતા હતા. દરમિયાન ગામ તરફથી આવતી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેથી તેઓ રોડ પર પટકાયા હતા. અને બાઇક સીધી કાંસમાં જઇ પડી હતી.

પરિચીત હોવાનું સામે આવ્યું

જે બાદ તેમણે પરિજનને ફોન કરતા તેઓ આવ્યા હતા. અને કારમાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. દરમિયાન તેઓને માથા અને કરોડરજ્જુના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું નિદાન થયું હતું. જે બાદ તેમના કરોડરજ્જુનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં ટક્કર મારનાર કાર ચાલક ગામના અવિનાશગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી હોવાની પાછળથી જાણ થઇ હતી. અને તેઓ ભોગબનનારના પરિચીત પણ હોવાનું સામે આવ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે અવિનાશગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી (રહે. સરણમ હેપ્પી હોમ્સ, સયાજી ટાઉનશીપ નજીક, આજવા રોડ, વડોદરા) સામે શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -- સરકારી યોજનાનું નિરીક્ષણ કરવા ગયેલા કલેક્ટરની કાર બિસ્માર રોડમાં ફસાઈ! ટ્રેક્ટરથી ખેંચવી પડી

Tags :
AccidentbikeCallcarInjuredononephoneRoadsideTreatmentunderVadodara
Next Article