ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : કારની ડોર સ્ટ્રીપમાંથી પોશડોડાનો મોટો જથ્થો જપ્ત કરતી ગ્રામ્ય SOG

VADODARA : વડોદરા ગ્રામ્ય એસઓજી (RURAL SOG) દ્વારા પ્રથમ પોશડોડાનો જથ્થો રાખનારને દબોચી તે ક્યાંથી લાવ્યો છે તેની જાણકારી મેળવવામાં આવી હતી. જે બાદ સપ્લાયરની ભાળ મેળવવા માટે ટેકનીકલ સર્વેલન્સ પર જોર મુકવામાં આવ્યું હતું. જેના આધારે ચોક્કસ માહિતી મળતા...
05:04 PM Mar 13, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા ગ્રામ્ય એસઓજી (RURAL SOG) દ્વારા પ્રથમ પોશડોડાનો જથ્થો રાખનારને દબોચી તે ક્યાંથી લાવ્યો છે તેની જાણકારી મેળવવામાં આવી હતી. જે બાદ સપ્લાયરની ભાળ મેળવવા માટે ટેકનીકલ સર્વેલન્સ પર જોર મુકવામાં આવ્યું હતું. જેના આધારે ચોક્કસ માહિતી મળતા...

VADODARA : વડોદરા ગ્રામ્ય એસઓજી (RURAL SOG) દ્વારા પ્રથમ પોશડોડાનો જથ્થો રાખનારને દબોચી તે ક્યાંથી લાવ્યો છે તેની જાણકારી મેળવવામાં આવી હતી. જે બાદ સપ્લાયરની ભાળ મેળવવા માટે ટેકનીકલ સર્વેલન્સ પર જોર મુકવામાં આવ્યું હતું. જેના આધારે ચોક્કસ માહિતી મળતા સપ્લાયરને પણ દબોચી લેવામાં આવ્યો છે. ગ્રામ્ય એસઓજી દ્વારા વિતેલા 24 કલાકમાં એનડીપીએસના બે કેસ કરી ત્રણની અટકાયત કરવામાં આવી છે. જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

પાદરામાં રેડ કરવામાં આવી

વડોદરા ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (VADODARA RURAL SOG) દ્વારા 12 માર્ચના રોજ પેટ્રોલિંગની કામગીરી દરમિયાન ચોક્કસ માહિતીના આધારે સરસવણી ગામ, પાદરામાં રેડ કરવામાં આવી હતી. જેમાં સુરજીતસિંગ ઉર્ફે જીતસિંગ સુખાસીંગ ગેલ (સરદારજી) (રહે. સરસવણી પાણીની ટાંકી સામે. જમીનમાં) ને રૂ. 7.700ની કિંમતના 2.5 કિલો પોશડોડા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સઘન પુથપરછ કરતા તેણે આ મુદ્દામાલ નરેશભાઇ બાબુભાઇ બારીયા નામના શખ્સ પાસેથી લીધો હોવાનું જણાવ્યું હતું. જે અંગે સુરજીતસિંગ ગેલ સામે પાદરા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો.

નાની નાની થેલીઓમાં છુપાવવામાં આવેલો પોશડોડાનો જથ્થો મળી આવ્યો

જે બાદ એસઓજીની ટીમે ટેકનીકલ રીસોર્સના આધારે મુદ્દામાલ આપનાર નરેશભાઇ બાબુભાઇ બારીયાની ભાળ મેળવતા તે ભાદરવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. તેની પાસે વધુ મુદ્દામાલ હોવાની આશંકાએ એસઓજીની ટીમ દ્વારા ત્વરિત રાયકા ગામની સિમમાં આવેલા ઘડીયાળી પીરની દરગાહ પાસે, હાઇવેની બાજુમાં રેડ કરી નરેશભાઇ બારીયા (રહે. બારીયા ફળિયુ, મહેંદી ગામ, જાબુઆ - મધ્યપ્રદેશ) અને દિલીપભાઈ ચાવડા (રહે. રાયકા ગામની સીમ, ઘડિયાળી પીરની દરગાહ પાસે, સાવલી) ને પકડી પાડ્યા હતા. નરેશ બારીયાની ગાડીમાં સઘન તપાસ હાથ ધરવામાં આવતા ચાર દરવાજાના ડોર સ્ટ્રીપમાં નાની નાની થેલીઓમાં છુપાવવામાં આવેલો પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જેનુું વજન 41.4 કિલો થવા પામે છે.

પ્લેટફોર્મની નીચે જમીનમાં એક ગુપ્ત ભોંયરૂ મળી આવ્યું

જે બાદ દિલીપભાઇ ચાવડાના ઘરે તપાસ કરતા રસોડાના ભાગે પ્લેટફોર્મની નીચે જમીનમાં એક ગુપ્ત ભોંયરૂ મળી આવ્યું હતું. તેમાં તપાસ કરતા ભોંયરામાં સંતાડેલો 11.6 કિલો પોશડોડાનો ભુક્કો મળી આવ્યો હતો. જેને રિકવર કરીને બંને સામે ભાદરવા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ઉપરોક્ત બંને કાર્યવાહીમાં એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે 4.72 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો --VADODARA : VMC લખેલા ટ્રેક્ટરે કચરાનો ગેરકાયદેસર નિકાલ કર્યો, CCTV જોતું રહ્યું

Tags :
accusedACTcaughtNDPSruralSOGthreeunderVadodara
Next Article