ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : PM MODI ની ભવ્ય જીત માટે "બ્રહ્માશસ્ત્ર હવન"માં મરચાની વિશેષ આહુતિ

VADODARA : વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા સંત અને માતાજીના ઉપાસક દ્વારા બગલામુખી બ્રહ્માસ્ત્ર યજ્ઞ (BAGLAMUKHI BRAHMASTRA YAGNA) નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ભર ઉનાળે (HOT SUMMER) મરચાની વિશેષ આહુતિ યજ્ઞ-હવનમાં અર્પણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) માટે...
05:54 PM May 03, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા સંત અને માતાજીના ઉપાસક દ્વારા બગલામુખી બ્રહ્માસ્ત્ર યજ્ઞ (BAGLAMUKHI BRAHMASTRA YAGNA) નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ભર ઉનાળે (HOT SUMMER) મરચાની વિશેષ આહુતિ યજ્ઞ-હવનમાં અર્પણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) માટે...

VADODARA : વડોદરાના છાણી વિસ્તારમાં રહેતા સંત અને માતાજીના ઉપાસક દ્વારા બગલામુખી બ્રહ્માસ્ત્ર યજ્ઞ (BAGLAMUKHI BRAHMASTRA YAGNA) નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ભર ઉનાળે (HOT SUMMER) મરચાની વિશેષ આહુતિ યજ્ઞ-હવનમાં અર્પણ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI) માટે પ્રાર્થના કરી છે. નરેન્દ્ર મોદી વધુ એક વખત જંગી બહુમતિ મેળવીને દેશના વડાપ્રધાન બને તે ઉદ્દેશ્ય સાથે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન સંતે આબકી બાર, 400 પારનો નારો બુલંદ કર્યો હતો.

કઠોર તપ સમાન યજ્ઞ પૂર્ણ

દેશભરમાં તબક્કાવાર રીતે લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અબકી બાર, 400 પારનું સુત્ર આપવામાં આવ્યું છે. આ સુત્ર લગભગ સમગ્ર દેશવાસીઓમાં લોકપ્રિય બન્યું છે. તેવામાં વડોદરાના છાણી વિસ્તારના "માં બગલામુખી"ના સાધક ડો. મંગલગદત્ત દવે દ્વારા બ્રહ્માસ્ત્ર યજ્ઞ કરવામાં આવ્યો છે. તેમાં મરચાની આહુતિ અર્પણ કરવામાં આવી છે. ભરઉનાળે સાધકે કઠોર તપ સમાન યજ્ઞ પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી જીતે તેવી પ્રાર્થના કરી છે.

બ્રહ્માસ્ત્ર જવાબ લઇને આવે

યજ્ઞ કરનાર ડોય મંગલદત્ત દવે જણાવે છે કે. આજે બગલામુખી બ્રહ્માશસ્ત્ર હવન રાખવામાં આવ્યો છે. દશ મહાવિદ્યા છે. તેમાંથી એક બગલામુખી માતાજી છે. આ તેમના માટેનો હવન છે, તેમને મરચા પ્રિય છે. મરચાની આહુતી આપવામાં આવી છે. દેશમાં જ્યારે મોટો ફેરફાર કરવો હોય ત્યારે, આને બ્રહ્માસ્ત્ર યજ્ઞ કહેવામાં આવે છે. બ્રહ્માસ્ત્ર જવાબ લઇને આવે, કોઇ દિવસ ફેલ જાય નહિ. માં જગદંબાનો યજ્ઞ છે.

તેમને જશ આપવાનો છે

વધુમાં તેઓ જણાવે છે કે, આબકી બાર, 400 પાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી જીતે, તેમની મનોકામના પૂર્ણ થઇ જાય, ફરી વડાપ્રધાન તરીકે આવે, આ દેશમાં સમાન કાયદો, 5 કરોડ બાંગ્લાદેશીને તિલાંજલી આપવાની છે, 5 કરોડ રોહિંગ્યાને કાઢવાના છે, બીજા ઘણાબધા કાર્યો નરેન્દ્રમોદી સાહેબ પાસે કરાવવાના છે, તેમને જશ આપવાનો છે. હુ તો એ કાર્ય કરી શકું તેમ નથી. પરંતુ માતાજીના ઉપાસક અને સંત તરીકે નરેન્દ્ર મોદી જંગી બહુમતીથી વિજયી થાય તે માટે મરચાનો હવન રાખ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : “ડિપોઝીટ ગુમાવનારા ભેગા થયા…જીતાડવા નિકળ્યા”, ધર્મેન્દ્રસિંહનો પલટવાર

Tags :
BrahmastraChillyElectionforHugeinLokSabhamodiPMRedsaintVadodaraWinyagna
Next Article