Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સાંકરદા પાસે અકસ્માત બાદ ટેમ્પો પલટી ગયો, અનેક લોકો ઇજાગ્રસ્ત

VADODARA : વડોદરા (VADODARA) જિલ્લાના સાંકરદા (SANKARDA) ગામે આઇસર ટેમ્પો ભરીને સામાજીક પ્રસંગે જઇ રહેલા લોકોને અકસ્માત નડ્યો છે. સામેથી આવતા ડમ્પરે જોરદાર ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો છે. અને તેમાં સવાર લોકો પૈકી 15 ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું...
vadodara   સાંકરદા પાસે અકસ્માત બાદ ટેમ્પો પલટી ગયો  અનેક લોકો ઇજાગ્રસ્ત
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) જિલ્લાના સાંકરદા (SANKARDA) ગામે આઇસર ટેમ્પો ભરીને સામાજીક પ્રસંગે જઇ રહેલા લોકોને અકસ્માત નડ્યો છે. સામેથી આવતા ડમ્પરે જોરદાર ટક્કર મારતા ટેમ્પો પલટી ગયો છે. અને તેમાં સવાર લોકો પૈકી 15 ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત તમામને એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. પ્રાથમિક વિગત પ્રમાણે, ઘટનામાં એક મુસાફરનું મોત નિપજ્યું છે.

ડમ્પરની ટક્કરે અકસ્માત સર્જાયો

વડોદરા શહેર-જિલ્લામાં ભારદારી વાહનની ટક્કરે અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. આજે સવારે જિલ્લાના સાંકરદા ગામે આઇસર ટેમ્પો ભરીને સામાજીક પ્રસંગે જઇ રહેલા લોકોને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઇ પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, અડાસથી ટેમ્પો ભરીને લોકો સામાજીક પ્રસંગે જવા માટે સાંકરદાના મોક્સી ગામ તરફના રસ્તે નિકળ્યા હતા. દરમિયાન રસ્તામાં સામેથી આવતા ડમ્પરની ટક્કરે ટેમ્પા સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેમ્પો પલટી જતા તેમાં પાછળ કેબિનમાં બેઠેલા મુસાફરો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા.

Advertisement

હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા

વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર, સ્થાનિકો દ્વારા ભેગા મળીને આઇસર ટેમ્પાના અકસ્માતમાં લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. અકસ્માત સમયે ટેમ્પોમાં 40 થી વધુ લોકો જઇ રહ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તે પૈકી 15 લોકો વધુ ઇજાગ્રસ્ત થતા તેમને એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ પૈકી 4 લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. અને એકનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક સુત્રો ઉમેરી રહ્યા છે. જો કે, મૃત્યુને લઇને કોઇ સત્તાવાર માહિતી સામે આવી નથી.

Advertisement

ડમ્પર ચાલકો સામે રોષની લાગણી

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે. અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાને પગલે લોકોમાં ડમ્પર ચાલકો સામે રોષની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચો -- VADODARA : “બિસ્તરા પોટલા તૈયાર છે, નિકળી જા”, ધમકાવતી વહુને અભયમે અટકાવી

Tags :
Advertisement

.

×