Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સરદાર ભુવનના ખાંચામાં ગેરકાયદેસર દબાણો પર પાલિકાની તવાઇ

VADODARA : શહેરના સરદાર ભુવનના ખાંચામાં ગેરકાયદેસર દબાણો પર પાલિકા (VADODARA - VMC) ની તવાઇ આવી છે. આજે સવારથી જ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા માપણી કરી માર્કિંગ કરવામાં આવી રહ્યી છે. જે બાદ દબાણ શાખાની ટીમ દ્વારા દબાણોનો સફાયો બોલાવવામાં...
vadodara   સરદાર ભુવનના ખાંચામાં ગેરકાયદેસર દબાણો પર પાલિકાની તવાઇ
Advertisement

VADODARA : શહેરના સરદાર ભુવનના ખાંચામાં ગેરકાયદેસર દબાણો પર પાલિકા (VADODARA - VMC) ની તવાઇ આવી છે. આજે સવારથી જ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા માપણી કરી માર્કિંગ કરવામાં આવી રહ્યી છે. જે બાદ દબાણ શાખાની ટીમ દ્વારા દબાણોનો સફાયો બોલાવવામાં આવી રહ્યો છે. મોટાભાગે ઓટલા, તથા દિવાલોનો દબાણો હોવાનું સામે આવવા પામ્યું છે. તાજેતરમાં આ ખાંચામાં પાર્કિંગ બાબતે થયેલી માથાકુટ બાદ મારામારીમાં એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. બાદમાં પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. ઉપરોક્ત મામલે ગતરોજ પાલિકા દ્વારા 180 મિલ્કતો સીલ મારવામાં આવી હતી. જે બાદ આજે અંદાજીત 100 જેટલા ઓટલા સહિતના દબાળોનો માર્કિંગ કરીને સફાયો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

માર મારવામાં આવતા મૃત્યુ

શહેરના સરદાર ભુવનના ખાંચામાં દબાણોના કારણે રસ્તાઓ નાના થઇ જવા પામ્યા હતા. અને ટ્રાફીકની ભારે સમસ્યા રહેતી હતી. તાજેતરમાં અંતિમવિધી કરતા આવેલા પરિવારમાં વૃદ્ધ જોડે પાર્કિંગ બાબતે સ્થાનિકોની બબાલ થઇ હતી. જે બાદ વૃદ્ધને માર મારવામાં આવતા તેમનું મૃત્યું થયું હતું. આ ઘટના બાદ સરદાર ભુવનના ખાંચાના દબાણો દુર કરવા માટે પાલિકા એક્શનમાં આવ્યું હતું. ગતરોજ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જે બાદ આજે સવારથી જ પાલિકાની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણોનો સફાયો શરૂ કરવામાં આવ્યો છે.

Advertisement

દબાણોનું માર્કિંગ

પાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાની ટીમ દ્વારા માપણી કરીને ગેરકાયદેસર દબાણોનું માર્કિંગ કરવામાં આવી રહ્યું છે. અને પાલિકાની દબાણા શાખાની ટીમ દ્વારા બુલડોઝર કામે લગાડી તે દબાણ દુર કરવામાં આવી રહ્યું છે. મોટા ભાગના દબાણોમાં દુકાન-ઘર આગળ ચણી દીધેલા ઓટલાઓ હોવાનું હાલ તબક્કે સામે આવી રહ્યું છે. પાલિકાનો સપાટો જોતા જ ખોટું કરનારાઓમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સ્થાનિકોને જામની સ્થિતીમાંથી મુક્તિ મળશે તેવી આશા સાથે રાહત અનુભવી રહ્યા છે.

ટાંકીનું દબાણ દુર થતા અટકાવાયુ

સુત્રોના જણાવ્યા અનુસાર, સરદાર ભુવનમાં પાણીની ટાંકીના દબાણ પર પણ કાર્યવાહી કરવા માટે પાલિકાની ટીમ તત્પર હતી. પરંતુ સ્થાનિકોના વિરોધને પગલે તે કામગીરી છોડી દેવામાં આવી છે. કોમ્પલેક્ષના રહીશો અહિંયાથી જ પાણી ઉપયોગમાં લેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરોક્ત મામલે ગતરોજ પાલિકા દ્વારા 180 મિલ્કતો સીલ મારવામાં આવી હતી. જે બાદ આજે અંદાજીત 100 જેટલા ઓટલા સહિતના દબાળોનો માર્કિંગ કરીને સફાયો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અગાઉ મ્યુનિસિપલ કમિશનરે લોકોને સ્વૈચ્છાએ દબાણો દુર કરવા જણાવ્યું હતું. પરંતુ તેમ નહી કરતા આજે પાલિકાની ટીમે સપાટો બોલાવ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : આજથી જિલ્લામાં વ્યાપક સેફ્ટી ચેકીંગ શરૂ, SDM ને રીપોર્ટ સોંપાશે

Tags :
Advertisement

.

×