ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સાવલીના BJP MLA કેતન ઇનામદારનું રાજીનામું

VADODARA : વડોદરા સાવલી (VADODARA _ SAVLI) વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય (BJP MLA) કેતન ઇનામદારે (MLA KETAN INAMDAR) વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામુું (RESIGN) સોંપ્યું છે. સાવલી બેઠકના ધારાસભ્યએ આપેલા રાજીનામાને પગલે સૌ કોઇ વિચારતા થઇ ગયા છે. સાવલી વિધાનસભા બેઠક...
08:09 AM Mar 19, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા સાવલી (VADODARA _ SAVLI) વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય (BJP MLA) કેતન ઇનામદારે (MLA KETAN INAMDAR) વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામુું (RESIGN) સોંપ્યું છે. સાવલી બેઠકના ધારાસભ્યએ આપેલા રાજીનામાને પગલે સૌ કોઇ વિચારતા થઇ ગયા છે. સાવલી વિધાનસભા બેઠક...
FILE PHOTO

VADODARA : વડોદરા સાવલી (VADODARA _ SAVLI) વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય (BJP MLA) કેતન ઇનામદારે (MLA KETAN INAMDAR) વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામુું (RESIGN) સોંપ્યું છે. સાવલી બેઠકના ધારાસભ્યએ આપેલા રાજીનામાને પગલે સૌ કોઇ વિચારતા થઇ ગયા છે. સાવલી વિધાનસભા બેઠક પરથી તેઓ વર્ષ 2012 થી સતત ચૂંટાઇને આવે છે, અને તેમના વિસ્તારમાં તેમની લોકચાહના દિવસે ને દિવસે વધતી જતી જાય છે. તેવામાં રાજીનામાના નિર્ણયે અનેક સવાલો ખડા કર્યા છે.

રસપ્રદ વળાંક આવ્યો

લોકસભા 2024 (LOKSABHA 2024) ની ચૂંટણી માટે વડોદરાથી રંજનબેન ભટ્ટનું નામ ભાજપ દ્વારા જાહેર કરતાની સાથે જ વિરોધનો વંટોળ શરૂ થયો છે. તેમની પસંદગી સામે સિનિયર મહિલા આગેવાન ડો. જ્યોતિ પંડ્યાએ સવાલો ઉઠાવતા પાર્ટીએ પક્ષમાંથી હાંકી કાઢ્યા છે. આ સાથે જ તાજેતરમાં કરણીસેનાના અગ્રણીએ શહેર ભાજપ પ્રમુખને વિવિધ મુદ્દાઓની યાદી આપી છે. અને રંજનબેન ભટ્ટને કેમ ત્રીજી વખત ટીકીટ આપી તે અંગે સવાલો ઉઠાવ્યા છે. આ રાજકીય મામલાનો વિવાદ હજી શમવાનું નામ નથી લેતો ત્યાં તો સ્થાનિક રાજકારણમાં વધુ એક રસપ્રદ વળાંક આવ્યો છે.

કારણ અંતરઆત્માને માન

વડોદરા જિલ્લામાં આવતી સાવલી બેઠકના લોકપ્રિય ધારાસભ્ય કેતન ઇનામદારે આજે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું સોંપી દીધું છે. તેમણે અચાનક આપેલા રાજીનામાને પગલે રાજકીય મોરચે ખળભળાટ મચી જમા પામ્યો છે. તેમણે આ રાજીનામું આપવા પાછળનો કારણ અંતરઆત્માને માન આપ્યાનું જાણવા મળી રહ્યું છે.  જો કે, આ રાજીનામું વિધાનસભા અધ્યક્ષે સ્વિકાર્યું છે કે નહિ તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. કેતન ઇનામદાર વિસ્તારના સૌથી લોકપ્રિય નેતા છે. તેઓ વર્ષ 2012 માં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઇને આવ્યા હતા. જે બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. ત્યારથી તેઓ સતત વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

ઉગ્ર રજૂઆત કરવામાં પીછેહઠ કરે તેવા નથી

સુત્રો જણાવી રહ્યા છે કે, સામાન્ય વ્યક્તિઓ અથવા સમુહને સ્પર્શતા મુદ્દાને લઇ કેતન ઇનામદાર પાર્ટી સામે પણ ઉગ્ર રજૂઆત કરવામાં પીછેહઠ કરે તેવા નથી. તાજેતરમાં પશુપાલકોના હિતમાં તેમણે બરોડા ડેરીના સત્તાધીશો સામે સખત ફાઇટ આપી હતી. જેમાં તેમણે મુકેલા મુદ્દાઓ મંજૂર કરવા પડ્યા હતા.

આ પણ વાંચો -- લાલુની લાડલીની રાજનીતિમાં એન્ટ્રી!, જે દીકરીએ RJD સુપ્રીમોને આપી હતી કિડની એ હવે આ બેઠક પરથી લડશે ચૂંટણી…

Tags :
BJPbuzzcreatedinamdarketanMLAResignSavliVadodara
Next Article