ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : એડવેન્ચર પાર્ક બંધ કરાવ્યા બાદ મરામત કાર્ય શરૂ !

VADODARA : વડોદરા (VADODARA) ના સેવાસી વિસ્તારમાં આવેલા એડવેન્ચર પાર્કને બંધ કરાવવામાં આવ્યાના બીજા દિવસે તેની બાજુમાં લાલ કલરની પાણીની પાઇપોનું મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઇને તરહ તરહના સવાલો ચર્ચાઇ રહ્યા છે. પ્રબળ...
01:10 PM May 26, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ના સેવાસી વિસ્તારમાં આવેલા એડવેન્ચર પાર્કને બંધ કરાવવામાં આવ્યાના બીજા દિવસે તેની બાજુમાં લાલ કલરની પાણીની પાઇપોનું મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઇને તરહ તરહના સવાલો ચર્ચાઇ રહ્યા છે. પ્રબળ...

VADODARA : વડોદરા (VADODARA) ના સેવાસી વિસ્તારમાં આવેલા એડવેન્ચર પાર્કને બંધ કરાવવામાં આવ્યાના બીજા દિવસે તેની બાજુમાં લાલ કલરની પાણીની પાઇપોનું મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે. જેને લઇને તરહ તરહના સવાલો ચર્ચાઇ રહ્યા છે. પ્રબળ ચર્ચા અનુસાર, આ પાણીની લાઇન યોગ્ય રીતે ચાલતી ન હોવાનું ધ્યાને આવતા તાબડતોબ તેનું મરંમત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જો કે બપોર બાદ એડવેન્ચ્યુરા પાર્કને પાલિકાની ટીમે સીલ મારી દીધું હોવાનું સામે આવ્યું છે.

તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું

રાજકોટના ગેમઝોનના અગ્નિકાંડમાં 33 જેટલા જીંદગીઓ હોમાઇ ગઇ છે. હજી વધુ લોકોના મૃત્યુના સમાચાર આવી શકે તેવી સ્થિતી છે. ત્યારે રાજ્યભરમાં ચાલતા ગેમઝોનને હાલ પુરતા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. વડોદરાના 9 ગેમ ઝોનને બંધ કરી દેવામાં આવ્યા છે. દરમિયાન બંધ કરનામાં આવેલા ગોત્રી-સેવાસી રોડ પરના એડવેન્ચર પાર્કમાં મરામત કાર્ય શરુ કરવામાં આવ્યું છે. જેને લઇને તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

એડવેન્ચર પાર્ક બંધ કરી દીધું

સામાન્ય રીતે કોઇ પણ માળખામાં ફાયર એક્સીડન્સ સમયે પહોંચી વળવા માટે અલગથી લાલ કલરની વિશેષ પાણીની લાઇનની વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે. જેનો ઉપયોગ આગ લાગવા સમયે થાય છે. તે લાઇન મારફતે પાણી મેળવી જલ્દીથી આગને વધતા અટકાવી તેના પર કાબુ મેળવી શકાય તેમ હોય છે. ગોત્રી-સેવાસી રોડ પર આવેલા એડવેન્ચર પાર્કમાં પણ આ પ્રકારની વ્યવસ્થા છે. ગતરોજ એડવેન્ચર પાર્ક બંધ કરી દીધા બાદ આજે પાણીની લાઇનમાં મરામત કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. જેને લઇને વિસ્તારમાં તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સુત્રો જણાવે છે કે, આ પાણીની લાઇન યોગ્ય રીતે ચાલતી ન હોવાનું ધ્યાને આવતા તેનું તાત્કાલિક મરંમત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

બાકોરૂ જોવા મળી રહ્યું છે

સુત્રોના જણાવ્યા અનુસાર, ગતરોજ જ્યાં લાલ કલરની પાઇપનું કનેક્શન દિવાલમાંથી બહારની તરફ આપ્યું હતું. હાલ તેના કાઢી લેવામાં આવી છે. અને તેની જગ્યાએ બાકોરૂ જોવા મળી રહ્યું છે. અને દિવાલની અંદરની તરફ વેલ્ડીંગ સહિતનો સામાન પડ્યો હોવાનું અને લાલ કલરની પાઇપો છુટ્ટી પડી હોવાનું જોવા મળી રહ્યું છે. જો કે, સ્થળ પર હાજર વ્યક્તિએ જણાવ્યું કે, પાણીની લાઇન શિફ્ટ કરવાનું હોવાથી આ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. અને આ અંગે ફાયર વિભાગની મંજૂરી હોવાનું મીડિયાને જણાવ્યું હતું. આ ઘટના અંગે હજીસુધી કોઇ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

આ પણ વાંચો -- VADODARA : ગેમઝોન પર જોઇન્ટ ઇન્વેસ્ટિગેશન ટીમની તપાસ

Tags :
adventureafterareabyclosedparkpipeRedrepairingsevasiUnderwayVadodaraVMCWork
Next Article