ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : બાકી નિકળતા પૈસા માંગતા જવાબ મળ્યો, "તારા ટાંટીયા તોડી નાંખીશ"

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇની મીમ સીટી સોસાયટીમાં (MEEM CITY SOCIETY) લેબર કોન્ટ્રાક્ટરને પૈસા ચુકવવામાં બિલ્ડર આનાકાની કરે છે. એક સમય બાદ પૈસા પરત ન આવતા લેબર કોન્ટ્રાક્ટર સાઇટ પરનું કામ બંધ કરી દે છે. તેવામાં બાકી નિકળતા પૈસા...
11:13 AM Mar 27, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇની મીમ સીટી સોસાયટીમાં (MEEM CITY SOCIETY) લેબર કોન્ટ્રાક્ટરને પૈસા ચુકવવામાં બિલ્ડર આનાકાની કરે છે. એક સમય બાદ પૈસા પરત ન આવતા લેબર કોન્ટ્રાક્ટર સાઇટ પરનું કામ બંધ કરી દે છે. તેવામાં બાકી નિકળતા પૈસા...
Representative Image

VADODARA : વડોદરા (VADODARA) પાસે ડભોઇની મીમ સીટી સોસાયટીમાં (MEEM CITY SOCIETY) લેબર કોન્ટ્રાક્ટરને પૈસા ચુકવવામાં બિલ્ડર આનાકાની કરે છે. એક સમય બાદ પૈસા પરત ન આવતા લેબર કોન્ટ્રાક્ટર સાઇટ પરનું કામ બંધ કરી દે છે. તેવામાં બાકી નિકળતા પૈસા માટે લેબર કોન્ટ્રાક્ટરે ફોન કરતા બિલ્ડર ઉશ્કેરાઇ જાય છે. અને ફોન પર જ ધમકી આપે છે કે, મારા ટાંટીયા તોડી નાંખીશ. આખરે સમગ્ર મામલે ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

બિલ્ડર પાસેથી રૂ. 6.50 લાખ બાકી લેવાના નિકળે

ડભોઇ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં યશભાઇ સુરેશભાઇ પાટણવાડીયા (ઉં. 29) (રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી, કમલાનગર, આજવા રોડ, વડોદરા) જણાવે છે કે, તેઓ લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. અઢી વર્ષ પહેલા પલાસવાડા ગામની સીમમાં મીમ સીટી સોસાયટીના બિલ્ડર અમીનુદ્દીન હીસામુદ્દીન શેખ (રહે. શ્યામવાલા કોમ્પલેક્ષ, ભદ્રકચેરી, પાણીગેટ) ના કહેવાથી સાઇટ પર લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. માર્ચ - 2023 સુધી લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કર્યું હતું. જેના બિલ્ડર પાસેથી રૂ. 6.50 લાખ બાકી લેવાના નિકળે છે. જે બાદ પૈસા ન મળતા કામ બંધ કરી દેવામાં આવે છે.

રૂ. 1 લાખનો ચેક આપી તેનું સ્ટોપ પેમેન્ટ કરાવી દે છે

ત્યાર બાદ બિલ્ડર પૈસાની ચૂકવણી કરવામાં ગલ્લા-તલ્લા કરે છે. કોઇને કોઇ બહાનું બતાવી પૈસા આપતો નથી. નવેમ્બર - 2023માં બિલ્ડર રૂ. 1 લાખનો ચેક આપે છે. અને પછી તેનું સ્ટોપ પેમેન્ટ કરાવી દે છે. આ અંગેની જાણ કરતા બિલ્ડર ગુસ્સે થઇને અપશબ્દો બોલવા માંડે છે. જે બાદ પૈસાની ચૂકવણી કરવા અંગેની વાત ચાલુ રાખવામાં આવી હતી. 11 માર્ચે યશ પાટણવાડીયા કામ અર્થે ડભોઇના સેગુવાડા ગામે જાય છે. ત્યારે બિલ્ડર અમીનુદ્દીનને પૈસા માટે બે ફોન કરે છે. પરંતુ કોઇ જવાબ મળ્યો ન્હોતો. પછી બપોરે સામેથી ફોન આવે છે. જેને રીસીવ કરતા યશ પૈસાની વાત કરે છે.

સાઇટ પર આવ્યો તો જાનથી મારી નાંખીશ

જે બાદ અમીનુદ્દીન ફોન પર જેમતેમ બોલવાનું શરૂ કરે છે. અને કહે છે કે, તારા ટાંટીયા તોડી નાંખીશ. આ ઘટનાના બે દિવસ બાદ મિત્ર યશ રાણાવત મીમ સીટીમાં જાય છે. ત્યારે અમીનુદ્દીન રસ્તામાં મળે છે. અને કહે છે કે, હવે પછી જો પૈસા માટે ફોન કર્યો કે, સાઇટ પર આવ્યો તો જાનથી મારી નાંખીશ. આખરે ઉપરોક્ત મામલે ડભોઇ પોલીસ મથકમાં મીમ સીટી સોસાયટીના બિલ્ડર અમીનુદ્દીન હીસામુદ્દીન શેખ (રહે. શ્યામવાલા કોમ્પલેક્ષ, ભદ્રકચેરી, પાણીગેટ) સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપી સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો --VADODARA : સરપંચ પુત્રનો ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર દંડા વડે હુમલો

Tags :
BuildercomplaintcontractorfilledlaborpoliceShinorThreatenVadodara
Next Article