ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સરપંચ પુત્રનો ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર દંડા વડે હુમલો

VADODARA : વડોદરા (VADODARA) પાસે શિનોર (SHINOR) માં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર સરપંચના પુત્રએ દંડા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ ઘરે રોજો ખોલવા જઇ રહ્યા હતા. દરમિયાન સરપંચ પુત્રએ લાકડી...
10:37 AM Mar 27, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) પાસે શિનોર (SHINOR) માં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર સરપંચના પુત્રએ દંડા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ ઘરે રોજો ખોલવા જઇ રહ્યા હતા. દરમિયાન સરપંચ પુત્રએ લાકડી...

VADODARA : વડોદરા (VADODARA) પાસે શિનોર (SHINOR) માં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ પર સરપંચના પુત્રએ દંડા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ ઘરે રોજો ખોલવા જઇ રહ્યા હતા. દરમિયાન સરપંચ પુત્રએ લાકડી વડે તેના પર તુટી પડી હુમલો કર્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હાલ સમગ્ર મામલે શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દુકાન બંધ કરીને બાઇક પર ઘરે રોજો ખોલવા માટે જાય છે

શિનોર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં સરફરાજખાન નિયામતખાન નકુમ (રહે. સાધલી, નકુમ ફળિયુ, શિનોર) જણાવે છે કે, તેમના પત્ની અસ્મા બા નકુમ છેલ્લા અઢી વર્ષથી સાધલી ગ્રામ પંચાયતના સભ્ય તરીકે સેવા આપે છે. અને તેઓ નવી-જુની ગાડીના લે-વેચના ધંધા સાથે ગેરેજ ચલાવે છે. સાંજે પોણા સાત વાગ્યે તેઓ દુકાન બંધ કરીને બાઇક પર ઘરે રોજો ખોલવા માટે જાય છે.

જૈમિન સરફરાજખાનને હાથમાં ઝાપટ મારી દે છે

દરમિયાન સાધલી ગ્રામ પંચાયતના ચોરા પાસે બાઇક પહોંચતા જ ગામના સરપંચ મનિષાબેન જયેશભાઇ પટેલનો પુત્ર જૈમિન પટેલ પંચાયતના ઓટલા પર બેઠેલો હોય છે. બાઇક આવતા જોઇ હાથમાં લાકડી લઇ જૈમિન સરફરાજખાનને હાથમાં ઝાપટ મારી દે છે. જેથી તેઓ બાઇક પરથી પડી જાય છે. ત્યાર બાદ જૈમિન લાકડી વડે પગ, કમર, ખભા અને કાનના ભાગે માર મારે છે. અને ત્યાર બાદ તે ત્યાંથી નાસી જાય છે.

સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા

આ ઘટના બાદ સ્થાનિક એકત્ર થઇ જાય છે. સરફરાજખાનને સ્વસ્થ કરે છે. અને તેમના પરિવારને જાણ કરે છે. જે બાદ ખાનગી વાહનમાં તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે. ઉપરોક્ત મામલે શિનોર પોલીસ મથકમાં જૈમિનભાઇ જયેશભાઇ પટેલ (રહે. ઉંડી શેરી, સાધલી, શિનોર) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઘટનાક્રમ પાછળ જૂની અદાવત જવાબદાર હોવાની આશંકા

સમગ્ર ઘટનાને લઇ સ્થાનિક સુત્રો જણાવે છે કે, બંને વચ્ચે અગાઉ જુની અદાવતને લઇને વાતાવરણ તંગ હતું. જેનું ઉપરાણું લઇને આ ઘટના ઘટી હોવાનો અંદાજ છે. આ મામલે ફરિયાદ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં વધુ સ્પષ્ટ વિગતો સામે આવશે.

આ પણ વાંચો -- રાજ્યભરમાં અગનવર્ષાનો પ્રારંભ, 41.6 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર નોંધાયું

Tags :
beatenfemalegoinghomehusbandRepresentativeShinorstickVadodarawith
Next Article