Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરનાર ઇન્ફ્લૂએન્ઝરને ધમકી આપનાર સામે ફરિયાદ

VADODARA : તાજેતરમાં વડોદરાની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર અર્ચના મકવાણા (ARCHANA MAKWANA CONTROVERSY) દ્વારા ગોલ્ડન ટેમ્પલમાં યોગ કર્યાની તસ્વીરો સામે આવતા વિવાદ થયો હતો. આ મામલે ટેમ્પલ ઓથોરીટી દ્વારા અમૃતસરમાં ફરિયાદ નોંધાવી હતી. તે બાદ અર્ચના મકવાણાને ધમકી મળવાનો સિલસિલો શરૂ...
vadodara   ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરનાર ઇન્ફ્લૂએન્ઝરને ધમકી આપનાર સામે ફરિયાદ
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરાની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર અર્ચના મકવાણા (ARCHANA MAKWANA CONTROVERSY) દ્વારા ગોલ્ડન ટેમ્પલમાં યોગ કર્યાની તસ્વીરો સામે આવતા વિવાદ થયો હતો. આ મામલે ટેમ્પલ ઓથોરીટી દ્વારા અમૃતસરમાં ફરિયાદ નોંધાવી હતી. તે બાદ અર્ચના મકવાણાને ધમકી મળવાનો સિલસિલો શરૂ થયો હતો. જે બાદ આજે તેમણે કારેલીબાગ પોલીસ મથકમાં ઇમેલ આઇડીના આધારે ધમકી આપનાર સામે ફરિયાદ નોંધાવી છે.

ધમકી મળવાનો સિલસિલો શરૂ થયો

વડોદરાની સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્ઝર અને યોગ એક્સપર્ટ અર્ચના મકવાણાએ ગોલ્ડન ટેમ્પલના પરિસરમાં યોગાસન કર્યા હતા. ત્યાર બાદ તે અંગેની તસ્વીરો વાયરલ થતા વિવાદ થયો હતો. અને ટેમ્પલ કમીટી દ્વારા અમૃતસર ખાતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તે બાદ અર્ચના મકવાણાને ધમકી મળવાનો સિલસિલો શરૂ થયો હતો.

Advertisement

માફી માંગો નહી તો મારી નાંખવામાં આવશે

કારેલીબાગ પોલીસ મથકમાં અર્ચના મકવાણાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓને અજાણ્યા ઇમેલ આઇડી પરથી પંજાબી ભાષામાં ધમકી મળી હતી. તેમજ મેસેજ મળ્યા હતા. પંજાબીનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરતા યાદ રાખ, લવ, અમે તમારા ઘરમાં ઘૂસી જઇશું. તું જ્યાં ઇચ્છે ત્યાં મારી નાંખીશું. અમારા ગ્રુપના બે સભ્યો હંમેશા તારી પર નજર રાખી રહ્યા છે. મંદિરમાં આવો અને માફી માંગો નહી તો મારી નાંખવામાં આવશે. તમારા ઘર અછવા તમારી દુકાનમાં શું તમે મંદિરની મુર્તીની સામે યોગા કર્યા છે. જેવી ધમકી મળી હતી. આ મામલે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પૂર્વ ક્રિકેટર અને MP યુસુફ પઠાણની અરજી પર 3, જુલાઇને વધુ સુનવણી

Tags :
Advertisement

.

×