Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara Social Workers: વડોદરામાં ભારતીય એસોસિએશન ઓફ બુરુન્ડી વાઇસ ચેરમેનની અનોખી પહેલ

Vadodara Social Workers: ઇન્ડિયન એસોસિએશન ઑફ બુરુન્ડી (Indian Association of Burundi) ના વાઇસ ચેરમેન હિરેન સોની જેઓ મૂળ વડોદરા (Vadodara) જિલ્લાના ડભોઇના વતની છે. તેઓનાં એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ અલી અને યુવા સમિતિના નેતા અલી ખાનના નેતૃત્વમાં અન્ય સ્વયંસેવકો સાથે સામાજિક...
vadodara social workers  વડોદરામાં ભારતીય એસોસિએશન ઓફ બુરુન્ડી વાઇસ ચેરમેનની અનોખી પહેલ
Advertisement

Vadodara Social Workers: ઇન્ડિયન એસોસિએશન ઑફ બુરુન્ડી (Indian Association of Burundi) ના વાઇસ ચેરમેન હિરેન સોની જેઓ મૂળ વડોદરા (Vadodara) જિલ્લાના ડભોઇના વતની છે. તેઓનાં એસોસિએશનના પ્રમુખ મોહમ્મદ અલી અને યુવા સમિતિના નેતા અલી ખાનના નેતૃત્વમાં અન્ય સ્વયંસેવકો સાથે સામાજિક સેવાનાં કાર્યો કરતાં આવ્યાં છે.

Vadodara Social Workers

Vadodara Social Workers

Advertisement

તાજેતરમાં ભારતીય સમુદાયના લોકો દ્વારા આફ્રિકા (Africa) ના બરુન્ડી (Burundi) માં ઇન્ડિયન એસોસિએશન ઓફ બરુન્ડી (Indian Association of Burundi ની સ્થાપના કરવામાં આવી છે. જે ભારતીય એસોસિએશનના વાઇસ ચેરમેન તરીકે હિરેનભાઈ સોનીની નિમણૂક કરવામાં આવી છે. જેથી તેઓએ વિદેશમાં રહીને પણ ભારતીય સાંસ્કૃતિકની પરંપરાને યથાવત્ રાખી રહયાં છે.

Advertisement

સમાજનાં લોકોને મદદરૂપ થવાના ભાગરૂપે બુરુન્ડી (Burundi) ના વિવિધ વિસ્તારોમાં રહેતાં વિકલાંગ લોકો અને અનાથ છોકરાઓની સંસ્થાઓ ઉપર પહોંચી 400 કિલો ચોખા અને 400 કિલો કઠોળનું વિતરણ કરી તેઓને મદદરૂપ થયા હતાં. એટલું જ નહીં પરંતુ આગામી સમયમાં આ ઇન્ડિયન એસોસિએશન ઑફ બુરુન્ડી (Indian Association of Burundi) હેઠળ વધુ સામાજિક કાર્યો કરવાનું વચન આપ્યું હતું.

ડભોઇના વતની એવા હિરેનભાઈ સોની પોતાનો કાર્યભાર વિદેશમાં કરી રહ્યા છીએ અને ત્યાં રહીને પણ તેઓ પોતાનાં વતનને અને પોતાના સમાજને આજે પણ દરેક સેવા કાર્યોમાં પોતાનો ફાળો આપતા આવ્યા છે. તેવી જ રીતે તેઓ વિદેશમાં પણ આ જ પરંપરા તેઓ જાળવી રાખી છે. જેથી ઇન્ડિયન એસોસિએશન ઓફ બુરુન્ડી (Indian Association of Burundi) ના સભ્યોએ પણ તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ પિન્ટુ પટેલ

આ પણ વાંચો: Chhotaudepur canal: છોટાઉદેપુરમાં ખેડૂતો ખેતી કામ કરવાની જગ્યાએ કેનાલ રીપેરીંગના કામે લાગ્યા

Tags :
Advertisement

.

×