Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : SSG હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે મુકાયા જમ્બો કુલર

VADODARA : વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં ઉનાળાની ગરમીમાં દર્દીઓને રાહત આપવા માટે જમ્બો કુલર (JUMBO COOLER) મુકવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ગરમીથી બચવા માટે અપુરતી સુવિધા હોવાની બુમો ઉઠતા તંત્ર એક્શનમાં આવ્યું છે....
vadodara   ssg હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે મુકાયા જમ્બો કુલર
Advertisement

VADODARA : વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં ઉનાળાની ગરમીમાં દર્દીઓને રાહત આપવા માટે જમ્બો કુલર (JUMBO COOLER) મુકવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ગરમીથી બચવા માટે અપુરતી સુવિધા હોવાની બુમો ઉઠતા તંત્ર એક્શનમાં આવ્યું છે. અને દોઢ ડઝનથી વધુ જમ્બો કુલર મંગાવીને વિવિધ વોર્ડમાં મુકવામાં આવી રહ્યા હોવાનું હાલ સપાટી પર આવ્યું છે. જેને લઇને દર્દીઓ તથા તેમના સગાઓએ રાહતનો શ્વાસ લીધો છે. સંભવત: આ પ્રકારે એસએસજી હોસ્પિટલમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં દર્દીઓ માટે જમ્બો કુલર મુકવામાં આવ્યા છે.

Advertisement

જાતે જ પંખાની વ્યવસ્થા

મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે. આ હોસ્પિટલમાં વડોદરા જ નહિ ગુજરાત બહારથી લોકો સારવાર અર્થે આવે છે. તાજેતરમાં ધોમધખતી ગરમીમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા હોવાનું સપાટી પર આવ્યું હતું. કેટલાક કિસ્સાઓમાં દર્દીના સગા દ્વારા જાતે જ પંખાની વ્યવસ્થા કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જે બાદ હોસ્પિટલ તંત્ર સફાળુ જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગત બપોરે ટેમ્પામાં ભરીને કુલરો લાવવામાં આવ્યા છે.

Advertisement

ગરમીથી બચાવશે

ગતરોજ એસએસજી હોસ્પિટલમાં દોઢ ડઝનથી વધુ જમ્બો કુલર મંગાવવામાં આવ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ કુલરને ઇમર્જન્સી વોર્ડ, હીટ સ્ટ્રોક વોર્ડ સહિતની જગ્યાઓએ મુકવામાં આવનાર છે. આ જમ્બો કુલર દર્દીઓ તથા તેમના સગાને ગરમીથી બચાવશે. એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની દર્દીઓ તથા તેમના સગા દ્વારા સરાહના કરવામાં આવી રહી છે. જો કે, બીજી તરફ લોકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે કે, આટલી સારી સુવિધા શરૂઆતથી જ કરી હોત તો, વધુ લોકોને ગરમીમાં તેનો ફાયદો મળી શક્યો હોત. આવતા ઉનાળામાં આ સુવિધાઓ દર્દીઓને પહેલાથી જ મળી રહે તે દિશામાં તંત્રએ કામ કરવું જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : લોકોની સુરક્ષાને લઇ સઘન તપાસ, નોટીસ-સીલ મારવાનું જારી

Tags :
Advertisement

.

×