ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : SSG હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ શરૂ

VADODARA : વડોદરા (VADODARA) માં રેકોર્ડ બ્રેક ગરમી પડતા જ હીટ વેવ (HEAT WAVE) થી અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્ય છે. જેને લઇને આ સમયે દર્દીઓની સંભવિત સંખ્યાને ધ્યાને રાખીને એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા અલાયદો હીટ સ્ટ્રોક વોર્ડ (SSG...
02:51 PM May 25, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં રેકોર્ડ બ્રેક ગરમી પડતા જ હીટ વેવ (HEAT WAVE) થી અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્ય છે. જેને લઇને આ સમયે દર્દીઓની સંભવિત સંખ્યાને ધ્યાને રાખીને એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા અલાયદો હીટ સ્ટ્રોક વોર્ડ (SSG...

VADODARA : વડોદરા (VADODARA) માં રેકોર્ડ બ્રેક ગરમી પડતા જ હીટ વેવ (HEAT WAVE) થી અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્ય છે. જેને લઇને આ સમયે દર્દીઓની સંભવિત સંખ્યાને ધ્યાને રાખીને એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા અલાયદો હીટ સ્ટ્રોક વોર્ડ (SSG HOSPITAL - HEAT STROCK WARD) શરૂ કરવામાં આવ્યો છે. સંભવત ગુજરાતમાં આ પહેલા હીટ સ્ટ્રોક વોર્ડ હોઇ શકે છે. અહિંયા દર્દીઓ માટે એસી, કુલર, પંખા, પીવાના પાણીના જગ સહિતની અનેક સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.

આડકતરું કારણ હોવાનું પ્રબળ ચર્ચામાંં

વડોદરામાં ગરમી નવો રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. જેને લઇને હીટ વેવથી અસરગ્રસ્ત લોકો મોટી સંખ્યામાં થઇ રહ્યા હોવાનું ધ્યાને આવી રહ્યું છે. સાથે જ છેલ્લા કેટલાય સમયથી મૃત્યુની ઘટનામાં ગરમી આડકતરું કારણ હોવાનું પ્રબળ ચર્ચામાંં છે. ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ દ્વારા ગરમીના કારણે ઉદ્ભવેલી સ્થિતીને પહોંચીવળવા માટે અલાયદો હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. જેને લઇને તેમની સારવાર આસાન બનશે.

તાપમાન 106 ડિગ્રી હતું

સમગ્ર તૈયારીઓને લઇને એસએસજી હોસ્પિટલના આરએમઓ ડો. દેવશી હૈલેયાએ જણાવ્યું કે, રાજ્યમાં જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, સરકાર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેના અનુસંધાને તાપનામ વધતા લોકોને તકલીફ પહોંચવી સ્વાભાવીક છે. હોસ્પિટલમાં હીટવેવ સંબંધિત દર્દીઓ આવી રહ્યા છે. એક દર્દી હીટ સ્ટ્રોકથી અસરગ્રસ્ત થઇને એડમિટ થયો હતો. તેનું તાપમાન 106 ડિગ્રી હતું. તેને પહેલા હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાદમાં તેની સ્થિતી સુધારા પર આવતા તેને જનરલ વોર્ડમાં અને ત્યાર બાદ તેને રજા આપવામાં આવી હતી.

સંસાધનોનો અભાવ નથી

વધુમાં તેમણે ઉમેર્યું કે, બાદમાં દર્દીઓને સંખ્યામાં સંભવિત વધારાને ધ્યાને રાખીને સુચનો આપવામાં આવ્યા હતા. અને સમીક્ષા બેઠક રાખવામાં પણ આવી હતી. ચર્ચા વિચારણાના અંતે ઇમર્જન્સી મેડીકલ બિલ્ડીંગમાં પહેલા અને બીજા માળે હીટ સ્ટ્રોક સંબંધિત ફરિયાદ સાથે દાખલ થતા દર્દીઓ માટે 30 બેડની સુવિધા કરવામાં આવી છે.  આપણી પાસે સંસાધનોનો અભાવ નથી. મેડિકલ ઓફિસર સહિતનો સ્ટાફ મુકી આપવામાં આવ્યો છે. પીડીયાટ્રીક વિભાગમાં પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આઇસીયુમાં એસીની વ્યવસ્થા છે. અન્યત્રે કુલર મુકવામાં આવ્યા છે, સાથે જ પાણીના જઘ પણ મુકવામાં આવ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : મૃત્યુ પછી SSG હોસ્પિટલના કોલ્ડરૂમમાં જગ્યા નહી

Tags :
facilitateheatHospitalpatientspecialssgstartedstroketoVadodaraward
Next Article