Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગોવા સ્ટાઇલ ચાલતા દારૂના અડ્ડા પર SMC ના દરોડા

VADODARA : વડોદરા (VADODARA) ના સમા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં દારૂનો જથ્થો પુરો પાડનાર બુટલેગર લાલાને પણ દબોચી લેવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા...
vadodara   ગોવા સ્ટાઇલ ચાલતા દારૂના અડ્ડા પર smc ના દરોડા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના સમા વિસ્તારમાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડામાં દારૂનો જથ્થો પુરો પાડનાર બુટલેગર લાલાને પણ દબોચી લેવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે. તો બીજી તરફ ગેરકાયદેસર દારૂના વેપલામાં સામેલ લોકોમાં ભારે ફફડાટની ફેલાયો છે.

Advertisement

ગોવાની જેમ ખુલ્લેઆમ દારૂની પાર્ટી

રાજ્યમાં કહેવા માટે તો દારૂબંધી છે. પરંતુ તેની અમલવારી કેવી રીતે કરવામાં આવે છે, તે સૌ કોઇ જાણે છે. વડોદરામાં સમયાંતરે દારૂ જુગારની પ્રવૃત્તિઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો ત્રાટકતી હોય છે. ગતરોજ વધુ એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના સમા વિસ્તારમાં આવેલી નવીનગરીમાં વિદેશી દારૂના અડ્ડા પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો ત્રાટકી હતી. ટીમના દરોડા સમયે ગોવાની જેમ ખુલ્લેઆમ દારૂની પાર્ટી થતી હોવાનું મળી આવ્યું હતું. ઘટનાસ્થળના દ્રશ્યો જોઇને સ્ટેટ મોનીટરીંગ સેલના કર્મીઓ પણ ચોકી ઉઠ્યા હતા.

Advertisement

કુખ્યાત બુટલેગર જીતુ મારવાડી ઝબ્બે

દરોડાને પગલે સ્થળ પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. આ કાર્યવાહીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગોવા સ્ટાઇલ પાર્ટીમાં દારૂ પુરો પાડનાર કુખ્યાત બુટલેગર જીતુ મારવાડી ઉર્ફે લાલો સહિત 10 ગ્રાહકોને દબોચી લીધા છે. આ કાર્યવાહીમાં રૂ. 3.60 લાખના દારૂ સહિત રૂ. 5.19 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ વધુ એક વખત ઉંઘતી ઝડપાઇ છે.

આ પણ વાંચો -- Rajkot Gamezone : સાગઠીયાએ …હું આપઘાત કરી લઇશ…નું રટણ શરુ કર્યું

Tags :
Advertisement

.

×