ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : SMC ના દરોડામાં બુટલેગર સહિત 8 ઝબ્બે, 3 વોન્ટેડ

VADODARA : વડોદરા (VADODARA) માં સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) નો વધુ એક વખત સપાટો સામે આવ્યો છે. આ વખતે SMC (STATE MONITORING CELL) ની ટીમ દ્વારા વડોદરા ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં બાતમીના આધારે દરોડા પાડ્યા છે. જેમાં બુટલેગર...
06:31 PM Jul 08, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) નો વધુ એક વખત સપાટો સામે આવ્યો છે. આ વખતે SMC (STATE MONITORING CELL) ની ટીમ દ્વારા વડોદરા ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં બાતમીના આધારે દરોડા પાડ્યા છે. જેમાં બુટલેગર...

VADODARA : વડોદરા (VADODARA) માં સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) નો વધુ એક વખત સપાટો સામે આવ્યો છે. આ વખતે SMC (STATE MONITORING CELL) ની ટીમ દ્વારા વડોદરા ગ્રામ્ય પોલીસ મથક વિસ્તારમાં બાતમીના આધારે દરોડા પાડ્યા છે. જેમાં બુટલેગર સહિત 8 લોકોને દબોચી લેવાાં સફળતા મળી છે. ટીમને સ્થળ પરથી રૂ. 2.73 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. આ મામલે દારૂનો જથ્થો આપનાર સહિત ત્રણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલ (STATE MONITORING CELL) ની કાર્યવાહીને પગલે વધુ એક વખત સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે.

બાતમીના આધારે રેડ

તાજેતરમાં વડોદરા શહેરના સમા વિસ્તારમાં વિદેશી દારૂના અડ્ડા પર કાર્યવાહી બાદ હવે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં સપાટો બોલાવ્યો છે. જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, વડોદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામમાં આવેલા ખોડિયારનગર સ્મશાન પાસે બુટલેગર હિતેશ ઠાકોર માળી મોટાપાયે દારૂનો ધંધો કરી રહ્યો છે. જેના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રવિવારે દારૂનુ વેચાણ ચાલી રહ્યું હતું, તેવામાં જ લક્ષ્મીપુરા ગામમાં રેડ કરી હતી.

8 ઝબ્બે, 3 વોન્ટેડ

આ કાર્યવાહીમાં સ્થળ પરથી બુટલેગર અને દારૂનું વેચાણ કરનાર હિતેશ ઠાકોર માળી (રહે. ખોડિયાગનગર ગામ, વડોદરા), દારૂના જથ્થાને સાચવનાર મેહુલ જયેન્દ્ર ગોહિલ (રહે. મયુરનગર, લક્ષ્મીપુરા, વડોદરા), કેશીયર વિક્રમ રસિક વાઘેલા (રહે. સલીયાવાડી, દરવાજા, બાલાશિનોર), ગ્રાહક સર્વે ઉમેશ સુરેશ પટેલ (રહે. ઓઢવ ભૂલાની ખાડી, ડેપો સામે, પાદરા) , અજય ભીખા સોલંકી (રહે. ચચરીમાતા મંદિર, પાદરા), અજય પુનમ માળી (રહે. ખોડિયાનગનગર ગામ, લક્ષ્મીપુરા) , વિનય રમેશ માળી (રહે. ખોડિયાનગનગર ગામ, લક્ષ્મીપુરા) તથા ગોપાલ શના દેવીપુજક (રહે. ઢૂનાદારા, ઠાસરા - ખેડા) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ સપ્લાય કરનાર રાજુ વાઘેલા (રહે લૂણા ચોકડી પાસે, પાદરા) , જથ્થો આપનાર દર્શન માળી તથા દારૂનો જથ્થો અપાવનાર રણજીત છત્રસિંહ ગોહિલ (રહે. મયુરનગર, લક્ષ્મીપુરા ગામ) ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

પોલીસ ઉંઘતી ઝડપાઇ

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી 28 હજારનો વિદેશી દારૂ, આઠ મોબાઇલ 35 હજાર, 6 વાહનો રૂ.1.80 લાખ તથા રોકડા રૂ.29 હજાર મળી 2.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. SMCની ટીમે રેડ પાડી દારૂનો જથ્થો પકડી પાડતા તાલુકા પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી.

આ પણ વાંચો -- VADODARA : માલિકનો ઇશારો થતા પાળેલો શ્વાનનો બાળક પર ફરી વળ્યો

Tags :
8accusedareaarrestedcellmonitoringpoliceRaidstatestationtalukaVadodara
Next Article